રેલનગરમાં રહેતા જયરાજસિંહના હત્યા કેસમાં સરકારી વકીલ રક્ષિત કલોલાની સ્પે. પી.પી. તરીકે નિમણૂંક

રેલનગરમાં રહેતા જયરાજસિંહના હત્યા કેસમાં સરકારી વકીલ રક્ષિત કલોલાની સ્પે. પી.પી. તરીકે નિમણૂંક
રેલનગરમાં રહેતા જયરાજસિંહના હત્યા કેસમાં સરકારી વકીલ રક્ષિત કલોલાની સ્પે. પી.પી. તરીકે નિમણૂંક

શહેરમાં રેલનગરમાં રહેતા જયરાજસિંહ ભુપતસિંહ જાડેજા અને તેનો મિત્ર સમર્થસિંહ પોતાનું વાહન લઈ એરપોર્ટની દિવાલ પાછળ બજરંગવાડી વિસ્તારમાં જતા હતા.
ત્યારે અજયસિંહ પ્રધ્યુમનસિંહ વાળા અને ધનરાજસિંહ બલવીરસિંહ જાડેજા સાથે મોટરસાઈકલ અથડાવવા બાબતે બોલાચાલી થયેલ હતી

Visit Saurashtra Kranti Homepage here

અને તે સમયે જયરાજસિંહના ભાઈ ઋતુરાજસિંહ પોતાના મિત્ર સાથે ત્યાં પહોંચેલ અને વાતચીત કરવા જતા આ અજયસિંહ એકદમ ઉશકેરાટમાં આવી જઈ ઋતુરાજસિંહ ઉપર હુમલો કરતા નાના ભાઈ જયરાજસિંહ વચ્ચે પડતા અજયસિંહે જયરાજસિંહ ઉપર છરી વડે હુમલો કર્યો હતો.

જેમાં ગંભીર રીતે ઘવાયેલા જયરાજસિંહનું મોત નિપજતા ફરિયાદી ઋતુરાજસિંહ ભુપતસિંહ જાડેજાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસ ચાલવા પર આવતા ફરિયાદપક્ષ દ્વારા સરકારમાં ખાસ રજુઆતો થતા સરકારે આ રજૂઆતોને ધ્યાને લઈ આ કેસ ખાસ રીતે ચલાવવા માટે સ્પે. પી.પી. તરીકે રાજકોટના નામાંકીત સરકારી વક્તિ રક્ષિતભાઈ વી. કલોલાની નિમણુંક કરવામાં છે.

Read About Weather here

રક્ષિત કલોલા ઘણા બધા ચક્ચારી કેસોમાં સ્પે. પી.પી. તરીકે નિમણુંક પામેલ છે અને તે સિવાય પણ ઘણા ચકચારી કેસોમાં આરોપીઓ સામે સખત કાર્યવાહી કરી સજાઓ અપાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here