રેમડેસીવીર ઇન્જેકશનની તંગી પાછળ કાળા બજાર કે આયોજનનો અભાવ?

રેમડેસીવીર ઇન્જેકશન
રેમડેસીવીર ઇન્જેકશન

સરકાર કહે છે કે, પુરતો પુરવઠો છે પણ સ્થાનિક કક્ષાએ અંધાધુંધી, કેમીસ્ટો પાસેથી દર બે કલાકે આંકડા લેવાના નિયમ છતાં ચોમેર અરાજકતા

રાજકોટમાં રેમડેસીવીર લેવા માટે છેક મોરબીથી લોકોનો ધસારો, શું લોકોનો ધસારો જોઇ કૃત્રિમ તંગી ઉભી કરાઇ? લોકોમાં પુછાતા સવાલો

Subscribe Saurashtra Kranti here

રાજકોટમાં એક અઠવાડીયામાં બીજી વખત રેમડેસીવીર ઇન્જેકશનની ભારે અછત સર્જાય છે. તેની પાછળ કૃત્રિમ તંગી ઉભી કાળા બજાર કરવાનું કોઇ ષડયંત્ર છે કે કેમ તે મુદો સરકાર અને સ્થાનિક તંત્ર માટે તપાસનો વિષય બન્યો છે. કેમ કે, પુરવઠા અંગે સરકારના આંકડા અને વાસ્તવમાં ભુમી પરની પરિસ્થિતિ અલગ અલગ ચિત્ર ઉભુ કરે છે. સ્ટોકીસ્ટ અને કેમીસ્ટો હાથ ઉંચા કરીને કહે છે કે, અમને પુરવઠો મળ્યો નથી એ કારણે ઇન્જેકશનનો જથ્થો ખલાસ થઇ ગયો છે.

બીજી તરફ કલેકટર તંત્ર એવી સ્પષ્ટા કરે છે કે, રાજકોટમાં રેમડેસીવીરની કોઇ કમી નથી અને અછત સર્જાય નથી. આવા વિરોધા ભાષને કારણે ખરા અર્થમાં કોરોના દર્દીઓ અને એમના પરીવારજનો માટે ખરા અર્થમાં મુસીબત ઉભી થઇ છે. કેમ કે, અણીની સમયે ઇન્જેકશન ન મળે ત્યારે એમને જે રીતે દોડધામ કરવી પડી રહી છે. એ ખુબ જ પીડા દાયક દ્રશ્ય ઉભુ કરે છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દૈનિક કેસોની એવરેજ 200 થી 300 જેટલી રહી જ છે. જેના કારણે ઇન્જેકશનનો પુરવઠો આવતા વેત પુરો થઇ જાય છે અને અરાજકતા સર્જાય છે. એકા એક માંગ વધી ગઇ હોવાથી સરકાર પાસેથી પુરવઠો મેળવવામાં પણ ભારે મુસીબતનો સામનો કરવો પડી રહયો છે. કેટલાક મેડિકલ સ્ટોર સંચાલકો એવું કહે છે કે, સરકાર પુરતો પુરવઠતો આપી શકતી નથી એ કારણે અત્યારે અછતનું વાતાવરણ ઉભુ થઇ ગયું છે. દર્દીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

અગાઉ પણ રાજકોટમાં એવું બન્યું જ છે જયારે જયારે કોરોનાના કેસ વધયા અને ઇન્જેકશનની માંગ વધી એટલે કાળા બજાર થવા લાગ્યા હતા. કોરોનાના પહેલા રાઉન્ડ સમયે પોલીસ કેસો પણ થયા હતા. ત્યાર બાદ જ મેડિકલ સ્ટોરને પણ રેમડેસીવીર વેંચવાની છૂટ મળી હતી. હવે ફરી પરિસ્થિતિ અગાઉ જેવી ઉભી થઇ રહી છે. માંગ વધી છે અને પુરવઠો ઓછો છે પરીણામે દર્દીઓના પરીવારજનોને એક થી બીજા મેડિકલ સ્ટોર ધક્કા ખાવા પડી રહયા છે તેમ જાણવા મળે છે. આ તો ખાલી શહેરની વાત હતી પણ રાજકોટ બહારથી એટલે કે, છેક જૂનાગઢ, અમરેલી, ધોરાજી અને મોરબીથી ઇન્જેકશન લેવા માટે દરરોજ સેંકડો લોકો રાજકોટ આવે છે.

રાજકોટના એક દવાના વેપારીએ મહત્વની વાત કહી હતી તેઓ કહે છે કે, લોકોમાં એવી માન્યતા દ્રઢ બની ગઇ છે કે, જો રેમડેસીવીર લેશુ તો જ જીવતા રહેશુ. તેના કારણે અચાનક ધસારો વધી રહયો છે.

એવું કહેવાય છે કે, રેમડેસીવીરના પુરવઠા અંગે કેમીસ્ટો પાસેથી દર બે કલાકે આંકડા લેવાના હોય છે. જેનાથી માંગ અને પુરવઠા વચ્ચે કેટલી ખાઇ રહી અને અંતર રહયું તેનો સરકારી તંત્રને ખ્યાલ આવે છે. આ પધ્ધતી અમલમાં છે ત્યારે તંગી કઇ રીતે ઉભી થઇ? શું ભાવ વધારવા માટે કૃત્રિમ અછત ઉભી કરવાનું કોઇ ષડયંત્ર છે એવા સવાલ લોકો ઉભા કરી રહયા છે. જો એવું હોય તો સ્થાનિક પ્રસાંસને કડક પગલા લેવા જોઇએ.

કેટલાક દર્દી અને સાથે આવનારના આધાર કાર્ડ, ઓરીજનલ પ્રિસ્ક્રિપ્શન અને સરનામા વગેરેના કડક નિયમને લીધે પણ લોકોને સમસ્યાઓ થઇ હોય રહયાનું જાણવા મળી રહયું છે. એક દર્દી માટે છ ઇન્જેકશનની જરૂર હોય છે તેની સામે સ્ટોર વાળા તેમને બે કે ત્રણ ઇન્જેકશન આપી સાચવી લેવાની ગણતરી રાખે છે. કેમેસ્ટ સુત્ર પાસેથી જાણવા મળ્યું છે કે, પાંચેક કંપનીઓ રેમડેસીવીર બનાવે છે. પાંચેય કંપનીઓના ભાવમાં ભારે ફેરફારો છે. એક કંપનીનો ભાવ રૂ.899 છે તો બીજી એક કંપની રૂ.1700 થી 1800 માં ઇન્જેકશન વેંચે છે. તો વળી એક કંપનીનો ભાવ તો 5400 જેવો છે. ત્રણ કંપનીનો માલ આવી રહયો હતો તે પણ અટકી ગયો છે. કેમીસ્ટો એ વાતે પરેશાન છે કે, દર બે કલાકે સરકારને આંકડા આપવા પડે છે.

આને કારણે કયારેક કોઇ વેપારી તકનો ગેરલાભ ઉઠાવવાની કોશીશ પણ કરી શકે છે. રાજકોટ ફુડ અને ડ્રગ્ઝ વિભાગના ઇન્ચાર્જ આસીસ્ટન કમિશ્ર્નર એસ.એસ.વ્યાસનું વળી એવું કહેવું છે કે, કેટલાક લોકો દહેશતને કારણે વધારે પ્રમાણમાં ઇન્જેકશન લઇ સંધ્રહ ખોરી પણ કરી રહયા છે. જેના કારણે ધણી વખત માંગ અને પુરવઠામાં ગરબડ થઇ જાય છે.

Read About Weather here

બીજી તરફ રાજકોટના કલેકટર રેમ્યા મોહને સ્પષ્ટ જણાવ્યું છે કે, રાજકોટમાં હાલ ઇન્જેકશનની કોઇ કમી નથી. લોકો રેમડેસીવીર માટે હેલ્પલાઇન નંબર 94998 01383 પર સંપર્ક કરી જ શકે છે એમને સરકારી કર્મચારી સહાય કરશે. અત્યારે સરકારના દાવા સાચા કે કેમીસ્ટની વાત સાચી એ જોવાનો સમય નથી મુળ મહત્વનો મુદ્ો એ છે કે, કોરોનાનું સંક્રમણ બેફામ હદે આગળ ધસમસી રહયું છે ત્યારે લોકોમાં બીન જરૂરી ગભરાટ ભરી ખરીદી ન થાય, પુરવઠો પુરતા પ્રમાણમાં જળવાઇ રહે અને દર્દીઓને સમય સર રેમડેસીવીર મળતા રહે એ સુનિશ્ર્ચત થવું જોઇએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here