રેતીકાંડના રાજાની સેનામાં કોણ કોણ સામેલ?: ચર્ચા

રેતીકાંડના રાજાની સેનામાં કોણ કોણ સામેલ?: ચર્ચા
રેતીકાંડના રાજાની સેનામાં કોણ કોણ સામેલ?: ચર્ચા

અગાઉ સોપારી કાંડમાં ફસાયેલા કોન્સ્ટેબલ રેતીકાંડમાં હોટ ફેવરીટ: ખાસ સ્ટેશનનો સહયોગ મળતા અનેક ખટારાઓ ખિસ્સામાં ઠલવ્યા!
રેતીકાંડના રાજાનો રાજપાટ એટલે શહેરનું બારોબારનું સ્ટેશન!
જો ઉપરી અધીકારીને રેતીકાંડની ગંધ આવશે તો રાજા પાંજરે પુરાશે અને સેના વિખેરાઇ જાય તો નવાઇ નહીં

શહેરમાં એક સ્ટેશનમાં થોડા સમય પહેલા ફરજ બજાવનાર અને હાલમાં એક શાખામાં ફરજ બજાવનાર એક કોન્સ્ટેબલનું નામ રેતીકાંડમાં ચર્ચાતા અનેક તર્ક વિર્તકો સર્જયા છે. આ કોન્સ્ટેબલ અગાઉ પણ સોપારી કાંડમાં નામ બહાર આવેલ હતું. સોપારી કાંડ બાદ આ મહાનુભાવે રેતી કાંડમાં પણ હાથ અજમાવ્યો છે. આગામી દિવસોમાં આ રેતીકાંડની વધુ વિગત ફુટીને સામે આવે તો નવાઇ નહીં. કારણકે અત્યારે શહેરભરમાં એક ચર્ચા થઇ રહી છે કે આ રેતી કાંડનો રાજા છે કોણ?? આ રાજાનો રાજપાટ એટલે શહેરનું એક બારોબારનું ખાસ સ્ટેશન અને જ્યાંથી રેતીના ખટારાઓની એન્ટ્રી કરવામાં આવેે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ રાજાએ અનેક ખટારો વિવિધ વિસ્તારોમાં ઠાલવીને પોતાની તીજોરી ભરી હોવાની વાત ચર્ચાઇ રહી છે. જો ઉપરી અધીકારીને રાજાના કામોની ગંધ આવશે તો રાજ પાંજરે પુરાશે અને સેના પણ વિખેરાઇ જાશેની રમુજ પણ ફેલાઇ રહી છે.રેતીકાંડની ચર્ચાઓ થતા તેની સાજે જોડાયેલ તમામની નિંદર હરામ થઇ ગઇ છે કારણ કે આગામી દિવસોમાં જો નામ બહાર આવશે તો ન થવાનું થશે?! પોતાના કામનો ઢાકી પિછોડો કરવાનો પણ શરૂ કરી દીધો છે.

Read About Weather here

આગામી દિવસોમાં જો રેતીકાંડના પુરાવા સામે આવે અથવા તો કોઇ મૌન તોડે તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા શું પગલા લેવામાં આવશે કે છાવરવાનો પ્રયાસ કરવામાં આવશે તે લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. આવા કાંડ થવા પાછળનું કારણ શું અથવા તો કોનું પિઠબળ મળતું હશે તે પણ તપાસનો વિષય ગણી શકાય.શહેરમાં કથિત તોડકાંડમાં દિવસે દિવસે નવા નવા નામો સામે આવી રહ્યા છે. તે હજુ પરીપુર્ણ થયું નથી ત્યાં વધુ એક કાંડ બહાર આવવાની શક્યતાઓ છે. શહેરમાં કથિત તોડકાંડના આક્ષેપો બાદ વધુ એક રેતીકાંડની વાત આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. (4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here