રૂ.1 કરોડથી વધુની વીજચોરી પકડાઈ

રૂ.1 કરોડથી વધુની વીજચોરી પકડાઈ
રૂ.1 કરોડથી વધુની વીજચોરી પકડાઈ

ફરજમાં બેદરકારી દાખવતા કર્મચારીને નોટીસ, ખુલાસો પૂછાયો: પીજીવીસીએલનાં ડિરેક્ટર એકસન મોડમા

પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરની સૂચના મુજબ પાવર લોસ વધુ રહેતો હોય તેવા વિસ્તારોમાં રોજબરોજ વીજ દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરરોજ લાખો રૂપિયાની વીજ ચોરી પકડી પાડવામાં આવી રહી છે. કંપનીનો ફાયનાન્સિયલ લોસ ઓછો કરવા માટે વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સમયે કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓની ભૂમિકા પણ મહત્વની બની રહે છે. તેમના દ્વારા જ ફરજમાં બેદરકારી દાખવવામાં આવે તે બિલકુલ યોગ્ય નથી. હાલમાં જ ધ્યાને આવેલ એક કિસ્સામાં પોરબંદર વર્તુળ કચેરી હેઠળની બગવદર પેટા વિભાગીય કચેરીમાં ફરજ નિભાવતા મીટર રીડરને તેને સોંપવામાં આવેલ મીટર રીડિંગની કામગીરીમાં બેદરકારી જણાતા તેની કામગીરીનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવતા તેની કામગીરીમાં અંદાજે 6000 યુનિટનો ફેર આવેલ.

Read About Weather here

પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરનાં ધ્યાને આવતા તે કર્મચારીને સોપવામાં આવેલ ફરજમાં બેદરકારી દાખવવા બદલ મેનેજમેંટ દ્વારા નોટિસ પાઠવીને કર્મચારીનો ખુલાસો પુછવામાં આવેલ છે. કામગીરીમાં બેદરકારી દાખવનાર પર કંપનીના નિયમો મુજબ પગલાં લેતા પણ પીજીવીસીએલનું મેનેજમેંટ અચકાશે નહીં. તેમ જણાવ્યું હતું. છેલ્લા પાંચ દિવસમાં રઘુનંદન સોસાયટી, શિતલ પાર્ક, ગોકુલધામ આવાસ ક્વાટર્સ સહિતનાં વિસ્તારોમાં વીજ દરોડા પાડી રૂ. 1 કરોડથી વધુ રૂપિયાની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here