રીલ્સ બનાવવા ભાન ભૂલ્યા

રીલ્સ બનાવવા ભાન ભૂલ્યા
રીલ્સ બનાવવા ભાન ભૂલ્યા
રાજકોટ શહેરમાં જાહેર રસ્તા પર બાઇક ચલાવી જતા અને બાદમાં અચાનક સાઈડમાં વાહન ઉભું રાખી એકબીજા પર ધોકા વડે હુમલો કરતા હોવાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં યુવાનો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવાની ઘેલછામાં મનોરંજનના બદલે ગુનો કરી બેસતાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક સગીર સહિત 5 શખસે પ્રથમ બાઈક પર જતા હોય અને અચાનક એકબીજા પર ધોકા પાઇપ વડે હુમલો કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે. જે અંગે વીડિયો વાઇરલ થતાની સાથે જ માલવિયાનગર પોલીસે બે શખસની ધરપકડ કરી વીડિયોમાં દેખાતા અન્ય 3 આરોપીની શોધખોળ હાથ ધરી છે.
રીલ્સ બનાવવા ભાન ભૂલ્યા રીલ્સ
રીલ્સ બનાવવા ભાન ભૂલ્યા રીલ્સ

Visit Saurashtra Kranti Homepage here

જેમાં એક સગીરનો સમાવેશ થાય છે.આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાની સાથે જ પોલીસે આ તમામની ઓળખ મેળવી હતી. બાદમાં બે શખસ સાગર ડોડીયા અને અભિષેક હરણેશાની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા ધોકા વડે એકબીજાને માર મારી ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કર્યાની કબૂલાત આપી હતી. જ્યારે અન્ય 3ની શોધખોળ હાથ ધરી છે.ACP જે.એસ. ગેડમે જણાવ્યું હતું કે, એક વીડિયો વાઇરલ થયો હતો. જેની અંદર બે પક્ષના લોકો મારામારી કરતા જોવા મળે છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ પણ કરવામાં આવ્યો છે.

Read About Weather here

આ આરોપીઓની ઓળખ મેળવી માલવિયાનગર પોલીસે ધરપકડ કરી છે. આની અંદર પાંચ આરોપી છે જેમાં એક સગીર વયનો છે. તેમજ 2 આરોપીની ધરપકડ કરી છે. સાગર અને અભિષેકની ધરપકડ કરે છે અન્ય બેની શોધખોળ હાથ ધરી છે. આવા વીડિયો માટે યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકવા ન જોઇએ.ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા એક જ સપ્તાહની અંદર ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવાનો ગુનો આચરી કાયદો હાથમાં લીધાની ત્રીજી ઘટના સામે આવી છે. જ્યારે કાલાવડ રોડ પર ખુલ્લી જીપના બોનેટ પર બેસી જોખમી સ્ટંટ કરી વીડિયો અપલોડ કરવાના ગુનામાં લોકગાયક શેખરદાન ગઢવીની માલવિયાનગર પોલીસે ગઈકાલે ધરપકડ કરી હતી. ત્યાં વધુ એક વીડિયો વાઇરલ થતા પોલીસે 2 આરોપીની ધરપક કરી અન્ય 3ની શોધખોળ હાથ ધરી છે.જેમાં પ્રથમ ઘટનામાં ન્યારીડેમ ખાતે પાણીમાં થાર ગાડી ઉતારી બાદમાં દરવાજા પર ઉભા રહી સ્ટંટ કરતા વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તાલુકા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here