રિનોવેશન વખતે દિવાલ તૂટી પડતાં કાટમાળ નીચે ચાર દબાયા, બેનાં મોત

રિનોવેશન વખતે દિવાલ તૂટી પડતાં કાટમાળ નીચે ચાર દબાયા, બેનાં મોત
રિનોવેશન વખતે દિવાલ તૂટી પડતાં કાટમાળ નીચે ચાર દબાયા, બેનાં મોત
પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે, કતારગામના જરીવાલા કમ્પાઉન્ડમાં આ ઈમારત આવેલી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલની બાજુમાં જૂની ઈમારતના રિનોવેશન વખતે દિવાલ અને સ્લેબનો ભાગ પડતાં ભાગ તૂટી પડ્યો હતો. જેથી ચાર લોકો દબાયા હોવાની વાત મળતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમાંથી ત્રણ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યાં હતાં. જેમાંથી બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ મોકલવામાં આવ્યાં હતાં.જ્યાં તેમને મૃત જાહેર કરાયાં હતાં. જ્યાં તેનું સમારકામ ચાલતું હતું. એ દરમિયાન દિવાલ અને સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો. જોકે, રિનોવેશન સહિતની કામગીરી અંગે પાલિકામાંથી કોઈ જ મંજૂરી લેવામાં આવી નહોતી. તેમજ બિલ્ડીંગ કેટલું જૂનુ હતું. તે અંગે પાલિકાના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

સાથે જ યોગ્ય પગલા પણ નિયમો પ્રમાણે લેવામાં આવશે તેમ વધુમાં ઉમેર્યું હતું.સમગ્ર ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર દોડી આવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. પાલિકાનું ફાયરબ્રિગેડ યોગ્ય કામગીરી કરી રહ્યું છે. જો કે, આ પ્રકારે કોઈ જ સુરક્ષા વગર બિલ્ડીંગ ઉતારવું યોગ્ય નથી. લોકોના જીવને ખતરામાં મૂકીને થતી કામગીરી સામે પગલાં લેવાય તેવી હું માંગ કરીશ તેમ ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું.ફાયર ઓફિસર વસંત પરીખે જણાવ્યું કે,એમ્બ્રોઈડરી કારખાનામાં અંદાજે 60થી 70 કામદારો કામ કરતા હતા.

તે દરમિયાન માલિકે જણાવ્યું કે, તે આગળ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. અત્યારે હાલ રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી. જે દરમિયાન દિવાલ ધસી પડતા કામદારો કાટમાળ નીચે દબાયેલા હતા. કાર બે કે ચાર લોકો અને રેસ્ક્યુ કરીને કાટમાળ નીચેથી કાઢ્યા છે. જેમાં બેની હાલત વધુ ગંભીર હતી તેમના મોત થયા છે. તેમજ અન્ય લોકોને પણ ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થતાં જ કાટમાળ નીચે વાહનો દટાઈ ગયાં હતાં. બિલ્ડીંગની નજીક પાર્ક કરવામાં આવેલા મોપેડ સહિતના વાહનોનો દબાઈ જતાં તેને બહાર કાઢવા માટે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થતાં જ તાત્કાલિક ઈલેક્ટ્રિક પાવર સપ્લાય કટ કરી દેવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડ દ્વારા જેસીબી મશીનની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ બિલ્ડીંગનો ભાગ તૂટી પડતાં પાલિકાની ઝોન ઓફિસના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, શાસકોની બેદરકારીના કારણે આ પ્રકારની એક પછી એક દુર્ઘટનાઓ બની રહી છે. અમે આ દુર્ઘટનાને વખોડીએ છીએ. તથા આવી દુર્ઘટના ન બને તે માટે પાલિકાના શાસકોને ઢંઢોળવા પ્રયાસ કરીશું. સાથે જ મૃતકોને સહાય મળી રહે. રાજ્ય સરકાર અને પાલિકા તરફથી તે માટેની પણ માગ કરીશું.શહેરમાં આવી બે હજાર જેટલી ઈમારતો હશે તેમને માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવાય છે તે યોગ્ય નથી.

Read About Weather here

કોર્પોરેશનના ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ જણાવ્યું કે, સમગ્ર ઘટનામાં બે લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. એમ્બ્રોઈડરી કારખાનામાં કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી હતી. તેની મંજૂરી લેવામાં આવી છે કે, કેમ તેની તપાસ કરવામાં આવશે. સમગ્ર ઘટનામાં જો કોઈ કાયદાકીય રીતે કસૂરવાર ઠેરવાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઝડપથી કાટમાળ દૂર કરવાની પણ કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા શરુ કરી દેવામાં આવી છે.અત્યારે જે કામદારોને ઈજા થઈ છે. તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.  ફાયર વિભાગની ટીમ દ્વારા કાટમાળ નીચે અન્ય કોઇ ફસાયું છે કે, કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here