રાહુલજી, અમારો સાદ સાંભળો

રાહુલજી, અમારો સાદ સાંભળો
રાહુલજી, અમારો સાદ સાંભળો

દ્વારકાની ચિંતન શિબિર બાદ પ્રદેશ કોંગ્રેસમાં સળવળાટ
ગુજરાતનાં બે ડઝન ધારાસભ્યોનો પત્ર
વિધાનસભા ચૂંટણીઓનું વ્યૂહરચના માટે ચર્ચા કરવા પક્ષનાં સભ્યોની કોંગ્રેસનાં નેતાને અનુરોધ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વધુને વધુ નજીક આવી ગઈ છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસમાં અને ખાસ કરીને કોંગ્રેસનાં ધારાસભા દળમાં જોરદાર સળવળાટ શરૂ થઇ ગયો છે. કોંગ્રેસનાં ધારાસભ્યોએ રાજ્યમાં ચૂંટણીઓની તૈયારીઓ માટેની વ્યૂહરચના ઘડી કાઢવા ખાસ ચર્ચા-વિચારણા કરવા માટે રાહુલ ગાંધીનો સમય માંગ્યો છે અને ધારાસભ્યોને સાંભળવા તથા એમને મળવાનો સમય આપવા આગ્રહ ભર્યો અનુરોધ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસનાં માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાયાનાં લગભગ ત્રણ સપ્તાહ બાદ ગુજરાતનાં કોંગ્રેસનાં બે ડઝનથી વધુ ધારાસભ્યોએ રાહુલને ખાસ પત્ર પાઠવ્યો છે અને વિધાનસભા ચૂંટણીઓની વ્યૂહરચના ઘડવા માટે બેઠક યોજવા વિનંતી કરી છે. જેથી કરીને વ્યૂહરચનાને સમયસર આખરી ઓપ આપી શકાય. દ્વારકાની એ ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ પણ હાજરી આપી હતી અને સંબોધન પણ કર્યું હતું. કોંગ્રેસનાં અંતરંગ સુત્રોએ જણાવ્યું હતું કે, ગઈ 9મી માર્ચે વિધાનસભા વિપક્ષનાં નેતા સુખરામ રાઠવાનાં ગાંધીનગર ખાતે આવેલા દફતરમાં ધારાસભ્યો ભેગા થયા હતા અને રાહુલને પત્ર પાઠવી એમની મુલાકાત માંગી હતી.

Read About Weather here

ટંકારા મોરબીનાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત કગથરાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પરિણામોનાં એક દિવસ અગાઉ અમે રાહુલ ગાંધીને પત્ર પાઠવ્યો હતો એ પત્ર પર પક્ષનાં 23 ધારાસભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા. અમે રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગ્યો છે. ચૂંટણી વ્યૂહરચના અંગે અમે ચર્ચા કરવા માંગીએ છીએ. 182 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસનાં 65 સભ્યો છે. અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું હોવાથી કોંગ્રેસનાં મોટાભાગનાં ધારાસભ્યો ગાંધીનગરમાં મોજુદ છે. એટલે વિધાનસભાની ચૂંટણીઓ આવે તે પહેલા પક્ષ નક્કર વ્યૂહરચના સાથે સજ્જ થઇ જાય એ દિશામાં કોંગ્રેસનાં મોટાભાગનાં ધારાસભ્યો ચિંતન અને મનન કરવા લાગ્યા છે. એમની ચિંતાનાં અનુસંધાને જ રાહુલને પત્ર પાઠવવામાં આવ્યો છે અને એમનો સમય માંગવામાં આવ્યો છે. આ રીતે પ્રદેશ કોંગ્રેસમાં જોરદાર સળવળાટ શરૂ થઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here