રાષ્ટ્રીય શિક્ષા નીતિથી નવા ભારતનું નિર્માણ થશે : કુલપતિ ગિરીશ ભીમાણી

રાષ્ટ્રીય શિક્ષા નીતિથી નવા ભારતનું નિર્માણ થશે : કુલપતિ ગિરીશ ભીમાણી
રાષ્ટ્રીય શિક્ષા નીતિથી નવા ભારતનું નિર્માણ થશે : કુલપતિ ગિરીશ ભીમાણી

ભારતીય વિશ્ર્વ વિદ્યાલય સંઘ નવી દિલ્હી દ્વારા આયોજીત મીટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ

ભારતીય વિશ્ર્વ વિદ્યાલય સંઘ (એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝ), નવી દિલ્હી એ ભારત સરકારની સંસ્થા છે.આ સંસ્થામાં કુલ 913 યુનિવર્સિટીઓ જોડાએલ છે જેમાં સમગ્ર ભારતની યુનિવર્સિટીઓ તથા વિશ્ર્વની 15 જેટલી યુનિવર્સિટીઓ સામેલ છે.ભારતીય વિશ્ર્વવિદ્યાલય સંઘ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર મરાઠાવાળા યુનિવર્સિટી,ઔરંગાબાદ ખાતે આયોજન કરવામાં આવેલ છે.આ મીટમાં સબ થીમ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ બે દિવસીય વેસ્ટ ઝોન મીટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યા છે. આ મીટમાં વ્યાખ્યાન આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ જણાવ્યું હતું કે,રીસર્ચ એ દરેક શિક્ષક માટે મહત્વનું પરિબળ છે.રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020 થી નવા ભારતનું નિર્માણ થશે. અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ નવી ટેકનોલોજી સાથે મિલાપ કરવો જોઈએ.અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે તાલીમ વર્ગોનું આયોજન થવું જરુરી છે.આ મીટમાં સમગ્ર ભારતભરની વેસ્ટ ઝોનની યુનિવર્સિટીઓના 40 થી વધુ કુલપતિઓએ ભાગ લીધેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here