રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના જેકેટનું ઓક્શન…!

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના જેકેટનું ઓક્શન…!
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના જેકેટનું ઓક્શન…!
ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ઘણું નુકસાન થયું છે. આ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું જેકેટનું ઓકેશન થયું છે. રશિયા-યુક્રેન વચ્ચેની જંગ બે મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે. સતત બોમ્બમારા વચ્ચે યુક્રેનના શહેરોથી દુનિયાનું કોમ્યુનિકેશન તૂટી ગયું છે. આ ઓક્શનમાં જે ફંડ એકઠું થયું છે તેને યુક્રેનમાં ફસાયેલા લોકોની મદદ કરવામાં આવશે.લંડનમાં આયોજિત કરવામાં આવેલા એક ચેરિટી ઓક્શનમાં ઝેલેન્સ્કીનું જેકેટ લગભગ 84 લાખ 60 હજાર ($ 1,10,000)માં વેચાયું.
રશિયા સાથેના યુદ્ધ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી મોટા ભાગે આ ગ્રીન મિલિટ્રી જેકેટમાં જોવા મળ્યાં, જેનું ઓક્શન થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ ઓક્શન લંડન સ્થિત યુક્રેન એમ્બેસીએ ઓર્ગેનાઈઝ કર્યું હતું.મીડિયા રિપોર્ટ મુજબ જેકેટની પહેલાં કિંમત 47 લાખ રાખવામાં આવી હતી. જે બાદ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને લોકોને વધુને વધુ કિંમત ખરીદવાનો આગ્રહ કર્યો હતો. જેનાથી યુક્રેનમાં ફસાયેલા લોકોની મદદ કરી શકાય. તેમને કહ્યું- યુક્રેનને સપોર્ટ કરો, કે જેથી બીજી વખત કોઈ કીવ પર હુમલો ન કરી શકે અને યુક્રેન હંમેશા આઝાદ દેશ બની રહે.ઓક્શનમાં ચાઈનીઝ માટીથી બનેલું વાસિલકીવ જગનું પણ ઓક્શન થયું.

Read About Weather here

મુર્ગાના આકારનો આ જગ કીવના બોરોડિએન્કા વિસ્તારમાં રશિયન બોમ્બમારા અને તબાહી વચ્ચે બચી ગયું હતું. જેને એક મહિલાએ કીવની મુલાકાતે આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને ગિફ્ટ કર્યું હતું.ઝેલેન્સ્કીના સાઈનવાળી એક બોલની ઓનલાઈન હરાજી થશે. જાણકારી મુજબ બોલ ઘણી સારી સ્થિતિમાં છે અને ઓછામાં ઓછા 15 હજાર ડોલરમાં એટલે કે 11 લાખ 47 હજારથી વધુની કિંમતમાં વેચાશે. ન્યૂયોર્કના આરઆર ઓક્શન હાઉસે જણાવ્યું કે હરાજી 11 મે સુધી થશે.મેજર લીગ બેસબોલ (MLB)ના આ બોલ પર રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ 2019માં ન્યૂયોર્કની યાત્રા દરમિયાન સાઈન કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here