રાયપુરમાં અકસ્માત તસવીરોમાં…!

રાયપુરમાં અકસ્માત તસવીરોમાં...!
રાયપુરમાં અકસ્માત તસવીરોમાં...!
યુવતી પોતાના પિતાની સાથે બાઈક પર પાછળ બેઠી હતી. છત્તીસગઢના નવા રાયપુરમાં એક બસે એક યુવતીને કચડી નાખી છે. આ દરમિયાન પાછળથી ફુલ સ્પીડમાં આવતી બસે ટક્કર મારી હતી. પિતા-પુત્રી રસ્તા પર પડ્યા, ત્યારે બસ યુવતીને કચડીને નીકળી ગઈ હતી. દુર્ઘટના પછી બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. જો કે બાદમાં ડ્રાઈવરને પોલીસે પકડી લીધો હતો અને બસ પર જપ્ત કરી લીધી છે. રાખી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બસ ડ્રાઈવર વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

મળતી માહિતી મુજબ બાલોદ નિવાસી રુક્મિણી સાહૂ પોતાના પિતા ચંદ્રહાસ સાહૂની સાથે સેક્ટર-27માં મોટા ભાઈ નેમન સાહૂના ઘરે આવી હતી. ગુરુવારે લગભગ સાંજે 6 વાગ્યે પિતા-પુત્રી બાઈક પર માર્કેટ જવા નીકળ્યા હતા. હજુ તેઓ દીનદયાળ ઉપાધ્યાય ચોક પહોંચ્યા જ હતા અને રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા, ત્યારે જ મંત્રાલય તરફથી આવી રહેલી બસે પાછળથી ટક્કર મારી અને બાઈકને હડફેટે લઈ લીધી.

રાયપુરમાં અકસ્માત તસવીરોમાં...! રાયપુર

Read About Weather here

બસ સાથે અથડાયા બાદ બંને બાઈક સવાર પડી ગયા.ચંદ્રહાસ સાહૂ એક તરફ પડ્યા જ્યારે તેમની દીકરી રુક્મિણી રસ્તા તરફ પડી. ત્યારે બસ તેમને ચગદીને આગળ નીકળી ગઈ. જેના કારણે રુકમણીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ચંદ્રહાસને પણ ઈજા થઈ હતી. દુર્ઘટના પછી પણ ચાલકે બસના ડ્રાઈવરે સ્પીડ ઘટાડી નહીં અને યુવતીને ચગદીને ભાગી ગયો. થોડીવાર પછી એક કાર સવાર અને કેટલાંક લોકો રોકાયા અને તેમને મદદ માટે પોલીસને કોલ કર્યો.આ દરમિયાન કેટલાંક વાહનો પણ પસાર થયા પરંતુ કોઈ મદદ માટે આગળ ન આવ્યું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here