રામકૃષ્ણ મિશનની 125 મી ભવ્ય ઉજવણી: વિવિધ કાર્યક્રમોની હારમાળા

રામકૃષ્ણ મિશનની 125 મી ભવ્ય ઉજવણી: વિવિધ કાર્યક્રમોની હારમાળા
રામકૃષ્ણ મિશનની 125 મી ભવ્ય ઉજવણી: વિવિધ કાર્યક્રમોની હારમાળા
સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થપાયેલા રામકૃષ્ણ મિશનની સવાસોમી વર્ષગાંઠની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા તારીખ પહેલી મે થી અગિયાર મે સુધી અગિયાર દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.તા. 1 મે થી 3 મે સુધી પૂર્ણ સમયની આધ્યાત્મિક શિબિર યોજાઈ છે. જેમાં જોડાવા માટે નિવાસી પ્રતિનિધિ માટે બપોરનું અને રાત્રિનું ભોજન,ચા,નાસ્તો,ડોરમેટરી નિવાસ સાથે પ્રતિનિધિ શુલ્ક પાંચસો રૂપિયા રાખવામાં આવ્યું છે. જયારે બિન નિવાસી પ્રતિનિધિ માટે બપોરનું ભોજન અને ચા નાસ્તા સાથેનું પ્રતિનિધિ શુલ્ક માત્ર બસો રૂપિયા રાખવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ત્રણે દિવસ સાંજના સમયે સાંજે છ થી સાત દરમિયાન વિવેક હોલ ખાતે જાહેર સભા રાખવામાં આવી છે.જેમાં તારીખ 1 લી મે ના રોજ શ્રી રામકૃષ્ણ દેવ અને રામકૃષ્ણ મિશન, બીજી મેના રોજ શ્રી માં શારદા દેવી અને રામકૃષ્ણ મિશન અને તારીખ ત્રીજી મે ના રોજ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશન વિષય પર વક્તવ્યો યોજાશે.જેમાં રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્ર્વરાનંદ,રામકૃષ્ણ મિશન પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદ, રામકૃષ્ણ મઠ ભૂજના અધ્યક્ષ (સૂચિત) સ્વામી સુખાનંદ,રામકૃષ્ણ મઠ અમદાવાદના અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદ,રામકૃષ્ણ મઠ આદિપુરના અધ્યક્ષ(સુચિત) સ્વામી મંત્રેશાનંદ તથા સુપ્રસિદ્ધ ગુજરાતી લેખિકા જ્યોતિબેન થાનકી વક્તવ્ય આપશે. જાહેર જનતા આ વ્યાખ્યાનનો લાભ લઇ શકશે.

સાથોસાથ રાત્રીના સમયે આઠથી નવ દરમિયાન સુપ્રસિદ્ધ ગાયકોની ભજન સંધ્યા વિવેક હોલમાં જાહેર જનતા માટે વિનામૂલ્યે યોજાઈ છે.જેમાં પહેલી અને બીજી તારીખે રાત્રે વિખ્યાત ભજનિક નિરંજન પંડ્યાના સુપુત્ર નિકુંજ પંડ્યા દ્વારા ભક્તિ સંગીત રજુ થશે.જયારે ત્રીજી મે ના રોજ ઇટાનગર રામકૃષ્ણ મિશનના સુપ્રસિદ્ધ ગાયક સ્વામી કૃપાકરાનંદજી દ્વારા ભજનો રજુ થશે. સ્વામીજીએ સંગીતની પ્રાથમિક તાલીમ તેમના પિતા અને પતિયાલા ઘરાનાના વિખ્યાત પંડિત જગદીશ પ્રસાદજી પાસેથી મેળવી છે. અનેક રાષ્ટ્રીય કાર્યક્રમોમાં તેમણે ધ્રુપદ ખયાલ અને અન્ય શૈલીમાં ભજનો રજુ કર્યા છે.

ઉપરાંત ઉસ્તાદ સૈય્યુંદ્દીન,બહાઉદ્દીન ડાગર,પં.આત્મીય રંજન બેનર્જી,ઉલ્હાસ કોશાલકર,અજય ચક્રવર્તી,નિત્યાનંદ હલદીપુર, હરિપ્રસાદ ચૌરસિયા,ગુંદેચા બ્રધર્સ, ઉદય ભવલકર સહિતના અનેક સુપ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકારો સાથે કાર્યક્રમો આપ્યા છે. એ તો સર્વવિદિત છે કે સ્વામી વિવેકાનંદ પોતે જ મોટા સંગીતકાર હતા, ત્યારે તેમના જ નકશેકદમ પર ચાલી રહેલાં સ્વામી કૃપાકરાનંદજીએ તેમની આધ્યાત્મિક યાત્રા સાથે સંગીત યાત્રાના શિખરો પણ સર કરી રહ્યા છે.

ઉપરાંત તારીખ પાંચથી અગ્યાર મે દરમિયાન એક સપ્તાહની ભાઈઓ માટેની યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જોડાવા માટે નિવાસી પ્રતિનિધિ માટે બપોરનું અને રાત્રિનું ભોજન,ચા,નાસ્તો,ડોરમેટરી નિવાસ સાથે પ્રતિનિધિ શુલ્ક પાંચસો રૂપિયા રાખવામાં આવ્યું છે.જયારે બિન નિવાસી પ્રતિનિધિ માટે બપોરનું ભોજન અને ચા નાસ્તા સાથેનું પ્રતિનિધિ શુલ્ક માત્ર બસો રૂપિયા રાખવામાં આવ્યું છે. તારીખ ચારથી છ મે દરમિયાન રોજ સાંજે છથી સાત ભૂજ રામકૃષ્ણ આશ્રમના સ્વામી સુખાનંદજી રામચરિત-માનસ પર વ્યાખ્યાન આપશે. સાથોસાથ સાંજના સમયે છથી સાડા સાત દરમિયાન સુપ્રસિદ્ધ ગાયકોની ભજન સંધ્યા વિવેક હોલમાં જાહેર જનતા માટે વિનામૂલ્યે યોજાઈ છે.

Read About Weather here

જેમાં 7મી મેના રોજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિનોદ પટેલ ભક્તિ સંગીત રજૂ કરશે તો તારીખ આઠ,નવ અને દસ મે ના રોજ સાંજે 6 થી 7 દરમિયાન માણભટ્ટ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કથાકાર શ્રી ધાર્મિકલાલ પંડ્યા સંગીત આખ્યાન પ્રસ્તુત કરશે.આધ્યાત્મિક અને યુવા શિબિરમાં રજીસ્ટ્રેશન તથા વધુ વિગતો માટે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટની વેબસાઈટ આરકેએમરાજકોટ ડોટ ઓઆરજી અથવા વ્હોટ્સએપ નંબર 93288 59719 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here