રામકૃષ્ણ મિશનની 125 મી જયંતિ પ્રસંગે રાજકોટમાં ભવ્ય જાહેર સભા

રામકૃષ્ણ મિશનની 125 મી જયંતિ પ્રસંગે રાજકોટમાં ભવ્ય જાહેર સભા
રામકૃષ્ણ મિશનની 125 મી જયંતિ પ્રસંગે રાજકોટમાં ભવ્ય જાહેર સભા

દેશના વિવિધ ભાગોમાંથી 125 સંતો-મહંતો ભાગ લેશે

આજથી દેશ- વિદેશના 125 સંતો- મહંતોની ગુજરાત તીર્થયાત્રા

રામકૃષ્ણ મિશનની 125મી જયંતીએ રાજકોટના રામકૃષ્ણ આશ્રમ દ્વારા 125 સંતો- મહંતોની ગુજરાત તીર્થયાત્રાનું આયોજન કર્યું છે. ગુજરાતના જે સ્થળો પર સ્વામી વિવેકાનંદ રોકાયા હતા તે તમામ સ્થળો પર 1 થી 8 ફેબ્રુઆરી સુધી યાત્રા ચાલશે. દેશના અલગ-અલગ રાજ્યો અને વિદેશમાંથી પણ સંતો જોડાશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટના રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નીખીલેશ્ર્વરાનંદજીએ જણાવ્યું કે, રામકૃષ્ણ મિશનની 125મી જયંતી ઉજવાઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદજીની સર્કીટનું નિર્માણ થાય તે જરૂરી છે. કારણ કે અહીં મેમોરિયલ, એકઝીબિશન, સ્મૃતિ મંદિરોનું નિર્માણ થાય તો દેશ-વિદેશના યુવાનો ગુજરાતમાં આવે અને સ્વામીજીને જાણે અને તેમના વિચારો જીવનમાં મૂર્તિમંત કરી રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય ફાળો આપે. દરમિયાન જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદજીની 125મી જયંતી ધામધૂમથી ઉજવાઈ રહી છે ત્યારે રાજકોટના આશ્રમ દ્વારા તા.1 થી 8 ફેબ્રુઆરી ગુજરાત તીર્થયાત્રાનું આયોજન કર્યું છે. જેમાં આ સંતો-મહંતો પધારશે. 125 સંતો-મહંતો તા.1ના અમદાવાદમાં અક્ષરધામ અને સાબરમતી આશ્રમ, તા.2 ના વડોદરા, તા.3ના સ્ટેચ્યુ ઓફ યુનિટી, તા.4 થી વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસ, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, તા.પના લીંબડીમાં ટાવર બંગલોની મુલાકાત લેશે. તેમાં રામકૃષ્ણ મિશન લીંબડીના નવનિર્મિત મંદિરની મુલાકાત લેશે.

Read About Weather here

જે બાદ તા.5ના સાંજે 7:15 થી 8:45 રાજકોટના રામકૃષ્ણ આશ્રમ પાસેના મેદાનમાં જાહેરસભા યોજાશે. જેમાં 11 સંતો-મહંતો અધ્યક્ષસ્થાનેથી દેશ- વિદેશના રામકૃષ્ણ આશ્રમ અને તેની ખાસિયતો અંગે માહિતગાર કરશે. જે પછી તા.6ના જૂનાગઢના ગિરનાર અને સોમનાથ મહાદેવના દર્શન, તા.7 ના પોરબંદરમાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ (જે ભોમેશ્ર્વર બંગલામાં સ્વામીજી 1891માં લાંબા સમય સુધી રહ્યા હતા), કિર્તીમંદિરની મુલાકાત લઇ તા.8ના દ્વારકાધીશના દર્શન કરી રાજકોટ આવશે. જ્યાં તીર્થયાત્રા સમાપન કાર્યક્રમમાં સંતો યાત્રાના અનુભવો વર્ણવશે. જે કાર્યક્રમ પણ સાંજનો રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here