રામકૃષ્ણ આશ્રમ દ્વારા 19મીએ રાષ્ટ્રીય યુવા સંમેલન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા તા. 19મી જૂન રવિવારના રોજ અરાઈઝ,અવેઈક! વિષય પર નેશનલ યુથ ક્ધવેશનનું આયોજન કરવામાં આવ્યું છે.આ એક દિવસીય હિન્દી રાષ્ટ્રીય યુવા સંમેલનનું આયોજન સવારના સાડા આઠ વાગ્યાથી સાંજના સાડા છ સુધી રામકૃષ્ણ આશ્રમના વિવેક હોલમાં યોજાશે.આ યુવા સંમેલનમાં સોળથી ત્રીસ વર્ષની વયના કોઇપણ યુવાન યુવતીઓ ભાગ લઈ શકશે.

Visit Saurashtra Kranti Homepage here

આ વિશે માહિતી આપતા રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્ર્વરાનંદજી એ જણાવ્યું હતું કે,આ સંમેલનનું ઉદ્ઘાટન કાર્યક્રમના મુખ્ય વક્તા અને પુદુચેરીના લેફ્ટન્નટ ગવર્નર અને દેશના પ્રથમ આઈપીએસ ડો.કિરણ બેદીના હસ્તે થશે.અન્ય વક્તાઓમાં નોઈડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના ચાન્સેલર ડો. વિક્રમ સિંહ, વિવેકાનંદ વિદ્યાપીઠ રાયપુરના માનદ સેક્રેટરી ડો. ઓમપ્રકાશ વર્મા ,સુપ્રસિદ્ધ લેખિકા અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના પૂર્વ સલાહકાર જ્યોતિબેન થાનકી,

Read About Weather here

હિમાલયથી અદ્વૈત આશ્રમના સ્વામી શુદ્ધિદાનંદ, સુપ્રસિદ્ધ લેખક અને વક્તા રામકૃષ્ણ મિશન કાનપુરના સેક્રેટરી સ્વામી આત્મશ્રધ્ધાનંદ, ડેક્ષટેરીટી ગ્લોબલના સ્થાપક અને સીઈઓ શરદ સાગર વક્તવ્ય આપશે.રાજકોટના આંગણે જયારે આવા અને આટલા દિગ્ગજ વ્યક્તિત્વો ઉપસ્થિત થવાના હોય ત્યારે વધુમાં વધુ યુવાન યુવતીઓએ આ નેશનલ યુથ ક્ધવેશન જોડાવું જોઈએ. રજીસ્ટ્રેશન કરાવવા માટે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટની વેબસાઈટ WWW.RKMRAJKOT.ORGઅથવા વ્હોટ્સએપ નંબર 93288 59719 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here