રાધનપુર- સામખીયાળી હાઈ-વે પર એક યા બે નહીં પુરા પાંચ હજારથી વધુ ખાડા..!!

રાધનપુર- સામખીયાળી હાઈ-વે પર એક યા બે નહીં પુરા પાંચ હજારથી વધુ ખાડા..!!
રાધનપુર- સામખીયાળી હાઈ-વે પર એક યા બે નહીં પુરા પાંચ હજારથી વધુ ખાડા..!!

રાષ્ટ્રીય વાહન વ્યવહાર માટે કરોડોનાં ખર્ચે બનેલા હાઈ-વે ની દુર્દશાની ગાથા ચોંકાવી દેનારી, ભ્રષ્ટાચારનો ઉઘાડો નાદાર નમુનો બન્યો છે હાઈ-વે!
વેબસાઈટ પર અપાયેલા નંબર પર ફોન કરીએ તો કોઈ શો-રૂમ વાળા અને કોઈ રેકડીવાળા ફોન ઉપાડે છે!!
હાઈ-વે ઓથોરીટીનાં પાલનપુર અને ગાંધીધામ કચેરીનાં વેબસાઈટ પર મુકાયેલા તમામ લેન્ડલાઈન નંબર બંધ હાલતમાં, કોઈ અધિકારીનો સંપર્ક થતો નથી
હાઈ-વે ઓથોરીટીની પ્રાદેશિક કચેરીઓનાં નંબર પણ ખોટા યા બંધ?
રાધનપુર-સામખીયાળી હાઈ-વે ની જાળવણી કરવાની અને વખતો-વખત મરામત કરતા રહેવાની જવાબદારી ધરાવતી નેશનલ હાઈ-વે ઓથોરીટીની બબ્બે કચેરીઓ કચ્છ અને પાલનપુરમાં મોજુદ છે. અમને આશ્ચર્ય એ વાતનું થયું છે કે, બંને કચેરીની વેબસાઈટ પર સંપર્કનાં જે નંબર આપવામાં આવે છે એ લાગતા જ નથી. અમે હાઈ-વે ની દુર્દશા વિશે કચેરીનાં જવાબદાર અધિકારીઓનું કથન જાણવા માટે ગાંધીધામ અને પાલનપુર કચેરીઓનાં વેબસાઈટ પર મુકાયેલા લેન્ડલાઈન નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જે નંબર કચેરી દ્વારા દર્શાવવામાં આવ્યા છે એ લગાડવાની કોશિશ કરીએ તો ટીક-ટીક અવાજ સિવાય કઈ બીજું કશું સંભળાતું નથી. ફોન નંબર ખોટા હોય અથવા તો બંધ થઇ ગયા હોય એવું અભિપ્રેત થાય છે. મીડિયા અથવા તો સામાજીક રીતે જાગૃત આગેવાનો અને કાર્યકરોની પૂછપરછથી બચવા માટે દેખાડા પૂરતા નામના નંબર દર્શાવવામાં આવ્યા હોય. એવું બની શકે છે. બંને કચેરીમાં નંબર ન લગતા અમે કોઈ જવાબદાર અધિકારીનો સંપર્ક કરી શક્યા નથી. લોકોથી મોઢું છુપાવવાની આ પણ એક નવી પ્રકારની બાબુશાહી ચાલબાજી કહી શકાય.
હાઈ-વે પરના ગેરેજવાળા કહે છે, થેંક યુ ભગવાન…!!
ભ્રષ્ટાચારનો નમુનો બનેલો આ હાઈ-વે અહીંથી દરરોજ પસાર થવાની પીડા ભોગવતા હજારો લોકો માટે તો આફત બન્યો છે. પણ હાઈ-વે પર બેસીને વાહનોનું રીપેરીંગ કરનારા ત્રણ ગેરેજવાળા માટે તો આશિર્વાદ સમાન બની ગયો છે અને આ ગેરેજ સંચાલકો સાથે મળીને પણ વાતચીત કરી હતી અને એમના મંતવ્ય જાણીને આંચકો ખાઈ ગયા હતા. ખરાબ રસ્તા અંગે એમની પાસેથી જે શબ્દો સાંભળ્યા એ પછી અમને એવું લાગવા મંડ્યું કે હાઈ-વે સદા ભંગાર રહે એવી જ પ્રાર્થના આ ગેરેજવાળા કરતા રહેતા હશે. એક ગેરેજ ચાલકે અમને કહ્યું કે, આ હાઈ-વે અમારા માટે કમાણીનું સાધન છે અને અમારો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. કેમકે ખાડા કદી બુરાતા નથી એટલે અમારા પેટનો ખાડો પ્રેમથી પુરાતો રહે છે. ગેરેજવાળા એ છેલ્લે કહ્યું ખૂબ-ખૂબ આભાર ભગવાન…!

ગુજરાતનાં ખૂબ જ મહત્વનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પૈકીનાં એક ગણાતા રાધનપુર-સામખીયાળી હાઈ-વે ની જે પ્રકારે અવદશા કરી નાખવામાં આવી છે. તેની ચોંકાવી દેનારી હકીકતો દર્શાવે છે કે, આ હાઈ-વે હવે ધીમે-ધીમે ભ્રષ્ટાચારનો ખુલ્લો નાગર નમુનો બનીને ઉભરી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

કેમકે હાઈ-વે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, સ્થાનિક પ્રશાસન અને સરકારમાં બેઠેલા જવાબદારોનાં વાંકે અને એમની બેદરકારીનાં પાપે આ મહત્વનાં હાઈ-વે ને કોડીનો કરી નાખવામાં આવ્યો છે.

જે માર્ગ પરથી દરરોજ હજારો વાહનો પસાર થતા હોય એવા માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાય જાય અને છતાં સરકારી તંત્ર મરામત તરફ ધ્યાન ન આપે આનાથી વધુ મોટી કમનશીબી બીજી કઈ હોય શકે. ખુલ્લે આમ બેદરકારીને કારણે આ રોડને ગાડા માર્ગથી પણ વધુ બદતર હાલતમાં છોડી દેવાયો છે.

વાસ્તવમાં આખો હાઈ-વે નેશનલ ઓથોરીટી ઓફ હાઈ-વે માટે માત્ર અને માત્ર કમાણીનું સાધન બનીને રહી ગયો છે. બુધ્ધિહીન પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ હાઈ-વે ઓથોરીટી માટે કાયદેસર નાણાંનો વરસાદ કરતો હાઈ-વે છે.

કેમકે અહીં ત્રણ-ત્રણ ટોલનાકા ઉભા કરી દેવામાં આવ્યા છે. એટલે લોકોનાં ખિસ્સા વ્યવસ્થિત રીતે હળવા કરી નાખવાની ખુલ્લે આમ સતાવાર લૂંટ ચલાવવામાં આવી રહી છે. પણ ન તો કોઈ વિરોધ થાય છે કે ન તો કોઈ ઉફ કરે છે.

મીડિયા અવારનવાર અમારી જેમ હાઈ-વે નાં કથળી ગયેલા હાઈ-વે નાં બુલેટીન છાશવારે બહાર પાડતું રહે છે પણ મરણ પથારીએ પડેલા હાઈ-વે ની તબિયતને ટનાટન કરવામાં જવાબદાર અધિકારીઓને કે સરકારને કોઈ રસ હોય તેવું દેખાતું નથી. પરિણામે દિવસે-દિવસે હાઈ-વે ની દશા બગડતી જાય છે.

સૌરાષ્ટ્ર ક્રાંતીએ હાઈ-વે નાં ખાસ નિરીક્ષણ અને સર્વેની કામગીરી કરતા ધ્રુજી જવાય એટલી હદે હાઈ-વે ની ખરાબ હાલતની હકીકતો નજરે ચડી છે. અમારા સર્વે મુજબ રાધનપુર- સામખીયાળી હાઈ-વે પર એક-બે નહીં બલ્કે પુરા પાંચ હજારથી વધુ ખાડા પડી ગયા છે.

એટલે વાહન ચાલકો બચે તો કેટલા બચે અને કઈ રીતે બચે એ ગંભીર સમસ્યા છે.હાઈ-વે ઓથોરીટી દ્વારા નિયમ ભંગ કરીને એક હાઈ-વે પર ત્રણ-ત્રણ ટોલનાકા ખડકી દેવામાં આવ્યા છે. સ્વાભાવિક છે કે, હજારો વાહનો દરરોજ પસાર થતા હોવાથી હાઈ-વે ઓથોરીટીની તિજોરી રોજે-રોજ છલોછલ થઇ ઉઠે છે.

પરંતુ આટલી આવક કરાવતા હાઈ-વે ને રીપેર કરવા પાછળ એક ફદિયું પણ ખર્ચવામાં આવતું નથી. નિયમ મુજબ કોઈ રીતનું મેઈન્ટેનન્સ નથી. લોકો માટે એટલે કે પસાર થતા વાહન ચાલકો માટે ટોલનાકા ઉપર બીજી કોઈ સુખકારીની સુવિધા જ નથી. માત્ર નાણાં ઉઘરાવવા માટે ટોલનાકા કાર્યરત રહે છે.

પરિવારજનો સાથે પસાર થતા લોકો માટે ઘણીવખત પરિસ્થિતિ વિશંભ બની જતી હોય છે. કારણ કે અહીં કોઈ પબ્લિક યુરીનલ નથી. પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. અહીં બેઠેલો સ્ટાફ તુંડ મિજાજી, તુમાખી ભર્યો અને ઉડાવ જવાબ આપનારો હોય છે.

અહીંના સુરક્ષા કર્મીઓ આખો દિવસ ખુરશી પર ઊંઘતા રહે છે. આવું તો ઘણું બધું કહી શકાય તેમ છે. પસાર થતા લોકોને ગમે તેટલી યાતના ભોગવવી પડે, ગમે તેટલી હેરાનગતિ, હાડમારી કે એકડામણ થાય તેની તંત્રને કોઈ પરવાહ નથી કે ચિંતા નથી.

જવાબદાર સતા મંડળ દ્વારા સેવાતી ગંભીર ઉપેક્ષા, જાળવણીમાં ગુનાહિત બેદરકારી અને લોક સમસ્યા પ્રતિ આંખ આડા કાન કરવાની બાબુશાહી નીતિ રીતીઓનાં પરિણામે બિચારો હાઈ-વે તેની છાતી પર પડેલા હજારો ખાડાઓ, ધૂળ અને કાંકરીઓનાં આક્રમણને પરિણામે મૂંગો-મૂંગો કણસી રહ્યો છે.

પસાર થતા હજારો લોકો ઉહ-આહ, અરે યાર જેવા માત્ર શાબ્દિક ઉદ્દગારો કાઢીને અહીંથી પસાર થઇ જવા સિવાય બીજું કશું કરી શકતા નથી. ફૂટવા રોડ પર જેવા આવે એટલે દરેક વાહન ચાલક અને તેને સાથે બેસેલા મુસાફરો કે પરિવારજનોની જીભ પરથી પ્રાર્થનાનાં શબ્દો નીકળવા લાગે છે

અને ભંગાર રસ્તો, કમરનાં મણકા સલામત રાખીને પસાર કરી શકાયો એ જોઇને વાહન ચાલકો ઈશ્વરનો પાડ માનવા લાગે છે. જવાબદાર સતામંડળમાં જો થોડી ઘણી શરમ બચી હોય તો તાત્કાલિક હેમા માલિની માંથી હેલન બની ગયેલા રસ્તાને પસાર થવા યોગ્ય બનાવવા યુધ્ધનાં ધોરણે મરામત કામ શરૂ કરવામાં આવશે.

Read About Weather here

તો જ લોકો જે નાણાં આપે છે તેનું ન્યાયી વળતર અપાયું ગણાશે. નહીંતર ભ્રષ્ટાચાર આચરનારા તત્વો ન તો કદી બૌધ પાઠ લે છે કે ન તો કદી શરમાઈ છે. એ ઉક્તિ અહીં ફરી સાર્થક થઇ જશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here