‘રાતનો ભૂલેલો હું દિવસે ઘરે આવ્યો’: ભાજપ નેતા વિજય સુવાળા

‘રાતનો ભૂલેલો હું દિવસે ઘરે આવ્યો’: ભાજપ નેતા વિજય સુવાળા
‘રાતનો ભૂલેલો હું દિવસે ઘરે આવ્યો’: ભાજપ નેતા વિજય સુવાળા
‘વા ફરે વાદળ ફરે’ પણ ‘આપ’ નેતા સુવાળા બોલ્યો ન ફરે??
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને હજુ તો ઘણા સમયની વાર છે છતાં પણ અત્યારથી જ રાજકીય ગતીવિધિઓ શરૂ થઇ ગઈ છે. અત્યારથી ઘણા સભ્યોએ પાર્ટીઓની ફેરબદલીની શરૂઆત કરી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉત્તરગુજરાતના જાણીતા કલાકાર વિજય સુવાળાએ હાલમાં જ ‘આપ’ ની ટોપી ઉતારીને ‘ભાજપ’નો ખેસ ધારણ કર્યો છે. તે કોઈ ચર્ચાનો વિષય નથી પણ વિજય સુવાળાએ નઆપથમાં રહીને જે વચનો આપ્યા હતા તેનું શું? તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. હજુ થોડા સમય પૂર્વે જ વિજય સુવાળા આમ આદમી પાર્ટીમાં નેતા હતા હતા ત્યારે તેમને પોતાના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, હું ભુવાજી છું, રાજકારણ મારા માટે મોટું નથી કે કોઈ પદ મારા માટે મહત્વનું નથી.

મારા માટે તો માત્ર મારા માવતર અને માતા જ મહત્વની છે.થ વિજય સુવાળાએ વધુમાં કહ્યું હતું કે, હું માતાની સાક્ષીમાં કહું છુ, જો 2022ના શરૂઆત કે અંત સુધીમાં ગુજરાતમાં અમારી (આમ આદમી પાર્ટી) ની સરકાર આવશે. તો હૂ ઇસુદાનભાઈની સાક્ષીમાં કહું છું કે, વા ફરે વાદળ ફરે પણ વિજય સુવાળા બોલ્યો કદી ન ફરે. તો લોકોમાં આ વાક્યને લઈને ચર્ચાઓ થઇ રહી છે કે, તેમના બોલેલા આ વચનોનું શું? તેમને માતાની સાક્ષીમાં હૂ કહું છું તેમ કહેવાની શું જરૂર હતી?

વાત તો ત્યારે ફરે છે જયારે 7 મહિના ‘આપ’માં રહેલા વિજય સુવાળાએ ભાજપનો ખેસ ધારણ કર્યો અને કહ્યું હતું કે, ‘મોજમાં રહેવું રે ભાજપની ખોજમાં રહેવું રે’, અને વધુમાં કહ્યું હતું કે, હું ઘરે પરત ફર્યો હોય તેવું લાગી રહ્યું છે.

ભાજપનો ખેસ ધારણ કરીને વિજય સુવાળાએ કહ્યું કે, ‘રાતનો ભૂલેલો હૂ દિવસે ઘરે આવ્યો’ ત્યારે તેમના આ વાક્ય પર સોશિયલ મીડિયામાં એવી ચર્ચા થાય છે કે, કહેવત પ્રમાણે ‘સુબહ કા ભૂલા શામ કો ઘર લૌટ આયે તો ઉસકો ભૂલા નહિ કહેતે’, પરંતુ વિજય સુવાળાનું વાક્ય કઈક અલગ જ છે કે, રાતનો ભૂલેલો હું દિવસે ઘરે આવ્યો તો તેનો અર્થ ભૂલેલો નહિ પણ તેમાં કંઈક આશંકા હોય તેવી ચર્ચાએ સોશિયલ મીડિયામાં જોર પકડી છે.

Read About Weather here

વિજય સુવાળા ભાજપમાં જોડાયો ત્યારે તેણે કહ્યું કે, મારી એક પેઢી નહિ પણ અમારી ત્રણ પેઢીથી અમે ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છીએ, તો ‘આપ’માં જોડાવા પાછળ કારણ શું? તેવી ચર્ચાએ પણ જોર પકડી છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ ‘આપ’ માંથી બે નેતાએ પાર્ટી છોડી દીધી છે જેમાં વિજય સુવાળાએ ‘આપ’ છોડી ને ભાજપના જોઈન થયા છે તો મહેશ સવાણી એ પણ ‘આપ’ પાર્ટી છોડી દીધી છે તે હવે ક્યાં પક્ષમાં જોડાશે તેવી ચર્ચાઓ થઇ રહી છે.(15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here