રાજ્યમાં ધો. 10-12ના 14.86 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજ્યમાં ધો. 10-12ના 14.86 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્યમાં ધો. 10-12ના 14.86 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ જિલ્લાનો એકશન પ્લાન આગામી સપ્તાહે કલેકટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાયા બાદ જાહેર કરાશે તેની સાથે કાઉન્સેલિંગ સેન્ટરો પણ જાહેર કરાશે
રાજકોટ શહેર-જિલ્લામાં ધો.10ના 64839, ધો.12 વિજ્ઞાનપ્રવાહના 6814 અને સામાન્ય પ્રવાહના 23292 પરીક્ષાર્થીઓ : તા.24 થી 26 દરમિયાન જિલ્લા મથકો પર પ્રશ્ર્નપત્રો પહોંચશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.28 માર્ચથી લેવાનારી ધો. 10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સુચારુરુપથી લેવાય તે માટે એકશન પ્લાન જાહેર કરી દેવામાં આવેલ છે.રાજ્યમાં ધો. 10ના 9,46,529, ધો.12 સામાન્ય પ્રવાહના 425834 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહના 95982 મળી કુલ 14.86 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે. જેમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજકોટ શહેર-જિલ્લામાં ધો.10ના 64839 ધો.12 વિજ્ઞાન પ્રવાહના 6814 અને સામાન્ય પ્રવાહના 23292 વિદ્યાર્થીઓ આ કસોટી આપશે.

Visit Saurashtra Kranti Homepage here

ગઇકાલે શિક્ષણબોર્ડ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરના ઝોનલ અધિકારીઓની બેઠક આયોજિત કરવામાં આવ્યા બાદ પરીક્ષાનો આ એકશન પ્લાન જાહેર કરી દેવામાં આવેલ છે. જેની સાથે જ શિક્ષણ બોર્ડ દ્વારા ઉતરવહીઓ તેમજ સ્ટેશનરી જિલ્લા મથકો પર મોકલવાનું શરૂ કરી દેવામાં આવેલ છે. તેમજ ધો. 10 અને 12ના પેપરો પણ આગામી તા.24 થી 26 માર્ચ દરમિયાન જિલ્લા મથકો પર પહોંચતા કરી દેવામાં આવનાર છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનાના પગલે બોર્ડના વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપી દેવામાં આવેલ હતા. આ વખતે તમામ સેન્ટરો સીસીટીવી કેમેરાવાળા જ રાખવામાં આવેલ છે. તેમજ બોર્ડ દ્વારા આ વખતે ચોરી અને ગેરરીતિના બનાવોને ડામવા માટે ફલાઈંગ સ્કવોડની સંખ્યા વધારવામાં આવી છે. 60 જેટલી ફલાઈંગ સ્કવોડ તૈનાત કરાશે.
બોર્ડની આ પરીક્ષા સંદર્ભે સોમવારે વીડિયો કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી છે. રાજકોટ શહેર-જિલ્લામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવીની આ કસોટી શાંતિપૂર્ણ રીતે લેવાય તે માટે શિક્ષણાધિકારી ભરતભાઈ કૈલાના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

Read About Weather here

રાજકોટ જિલ્લાનો એકશન પ્લાન આગામી સપ્તાહે કલેકટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાયા બાદ જાહેર કરાશે તેની સાથે કાઉન્સેલિંગ સેન્ટરો પણ જાહેર કરાશે. આ વખતે તમામ સેન્ટરો સીસીટીવી કેમેરાવાળા જ રાખવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here