રાજ્યની સૌથી મોટી હોળી

રાજ્યની સૌથી મોટી હોળી
રાજ્યની સૌથી મોટી હોળી

પાલજ ગામે યોજાતી હોળીની તૈયારીઓ 15 દિવસ પહેલાંથી કરવામાં આવે છે. ગાંધીનગર પાસે આવેલા પાલજ ગામે રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટાવીને હોળીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. આ હોળીના આધારે વર્ષનો વરતારો કરવામાં આવે છે. જેમાં ગામના 80 જેટલા યુવાનો વગડાઓમાંથી લાકડા લાવે છે અને 35 ફૂટ જેટલો ઊંચો લાકડાનો ખડકલો કરી હોળી તૈયાર કરે છે. જ્યારે અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે.હોળી પર્વનું નામ આવે કે તરત જ આપણા માનસપટ પર અવનવા રંગબેરંગી રંગો સામે આવી જાય છે. હોળી પ્રાગટ્યની અનોખી આ પરંપરાને નીહાળવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો પાલજ ગામે આવતા હોય છે. અસત્ય પર સત્યના વિજયને સાર્થક કરતી હોલીકા દહનની ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલી પૌરાણીક કથા દર વર્ષે ફાગણી સુદ પૂનમે પ્રગટાવવામાં આવતી હોળીની પરંપરા સાથે સંકળાયેલી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ દિવસે ગામે ગામ અને શહેરોમાં હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. અને તેની પ્રદક્ષિણા કરીને પૂજા કરાતી હોય છે. પાલજ ગામે હોલીકા દહન વખતે અંગારાઓ પર ચાલવાની પ્રથા છે.હોળીના 15 દિવસ પહેલાંથી તેની તૈયારીઓ આરંભી દેવાય છે. ગામના યુવાનો વગડાઓમાંથી લાકડા લાવે છે અને આશરે 35 ફૂટ ઊંચો લાકડાનો ઢગલો એક જગ્યાએ કરે છે. હોળીને પ્રગટાવવા માટે ગ્રામજનો કેરી, મહુડો અને રાયસના ડોડાનો હાર બનાવીને લાવે છે. તે બાજરીના સાંઠાઓમાં પરોવીને તેને હોળીમાં હોમાય છે અંગારાઓ પર સૌપ્રથમ મહાકાળી માતાના મંદિરના પૂજારી ચાલે છે અને તેમની પાછળ ‘જય મહાકાળી’ના નાદ સાથે ભક્તો ચાલે છે.પાલજ ગામે ફાગણી સુદ પૂનમને હોળીના દિવસે પ્રગટાવવામાં આવતી હોળીનું વિશેષ મહત્ત્વ છે.

હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે. જે લોકો અંગારા પર ચાલે તેની મનોકામના માતાજી પરિપૂર્ણ કરશે તેવો સૌ કોઇને અહીંયા વિશ્વાસ વ્યક્ત કરે છે. નવાઇની વાત એ છે કે, ધગધગતા અંગારાઓ પર બાળકોથી માંડીને મોટેરાઓ સૌ કોઇ ઉઘાડા પગે ચાલી નીકળતા હોવા છતાં તેઓ દાઝતા હોતા નથી. આ બાબત આ ગામના લોકો માટે શ્રદ્ધા અને તેઓના વડવાઓના સમયથી ચાલી આવતી એક પરંપરા હોવાનું કહેવાય છે.પાલજ ખાતે ઉજવાતી હોળીના દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. હોળી પ્રાગટયની આ અનોખી પરંપરાને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી લોકો પાલજ ગામે આવે છે. ગ્રામજનો આ પરંપરા વિશે કહે છે કે, ગામમાં મહાકાળી માતાજીનું મંદિર છે. તેના સતના કારણે અંગારા પર ચાલવા છતાં આજ સુધી એકેય શ્રદ્ધાળુને સામાન્ય ઇજા પણ થવા પામી નથી. અહીં હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવાય છે. તે પહેલાં ગ્રામજનોને એકત્ર કરવા માટે સાદ દેવાય છે.

પાંચેક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં તે દિવસે ઘેરઘેર લાડવા બનાવીને ઉજાણી થાય છે.પાંચેક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં હોળીનાં દિવસે ઘેરઘેર લાડવા બનાવીને ઉજાણી કરાતી હોય છે. આ અંગે આ ગામમાં રહેતા પ્રહલાદભાઈ ઠાકોરનાં જણાવ્યા મુજબ હોળીના 15 પહેલા જ તેની તૈયારીઓ આરંભી દેવાતી હોય છે. ગામના 80 જેટલા યુવાનો વગડાઓમાંથી લાકડાઓ લઇ આવતા હોય છે. છેલ્લા પંદર દિવસથી રોજ રાત્રે ગામનાં યુવાનો વગડા ખૂંદીને ટ્રેકટરોમાં લાકડા એકઠા કરવામાં આવે છે. રાત્રિના દસ વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી યુવાનો અથાગ મહેનત કરીને અંદાજીત 50 ટન લાકડા લઈ આવે છે. જોકે, હોળીમાં કેટલાં લાકડા હોમાય છે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. કેમકે આજ સુધી તેની ગણતરી થઈ નથી.વધુમાં પ્રહલાદભાઈએ ઉમેર્યું હતું કે, વર્ષોની પરંપરા મુજબ હોળી તૈયાર કરવામાં આવે છે. જેનો ઘેરાવો 30 ફૂટની ત્રિજ્યામાં અને ઊંચાઈ 35 ફૂટ જેટલી હોય છે.

આમ રાજ્યમાં સૌથી મોટી હોળી પાલજ ગામમાં તૈયાર કરવામાં આવે છે. જેનાં દર્શનનો લ્હાવો લેવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતાં હોય છે.પાલજ ગામમાં સદીઓથી એકમાત્ર ગામના મુખી પરિવારના વંશજો જ હોળી પ્રગટાવી શકે છે. તેમના સિવાય અન્ય કોઈપણ ગ્રામજન કે બહારની વ્યક્તિ હોળી પ્રગટાવી શકતું નથી. બીજા દિવસે મહાકાળી મંદિરના પૂજારી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોળીને ઠારે છે.આગની જ્વાળાઓ છેક સો ફૂટ સુધી ઉંચે જતી હોય છે. તેનો તાપ લેવાથી વર્ષ દરમિયાન શરીરમાં કોઇ બીમાર ન થતી હોવાની કે સામાન્ય તાવ સુદ્ધા ન આવતો હોવાની માન્યતા છે. આ આગની જ્વાળાની દિશા પરથી વર્ષ કેવું જશે તેની આગાહી પણ કરવામાં આવે છે. આ દિવસે ગામમાં મેળો ભરાતો હોય છે. જેમાં આજુબાજુના ગામ અને જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુંઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.

Read About Weather here

સદીઓથી ચાલતી આવતી પરંપરા અનુસાર સાડા છ વાગ્યાની આસપાસ હોળી પ્રગટાવી દેવામાં આવે છે. જેની ફરતે પરિભ્રમણ કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. બાદમાં રાત્રીના 10 વાગે લાકડાના અંગારા એકઠા કરવામાં આવે છે. અંગારાઓ પર સૌપ્રથમ મહાકાળી માતાના મંદિરના પૂજારી ચાલતા હોય છે અને તેમની પાછળ પાછળ ‘ જય મહાકાળી’ના જયઘોષ સાથે આગ ઝરતા લાલચોર અંગારાઓ પર ચાલી નીકળતા હોય છે. તેના પર ચાલવા માટે લાંબી લાઇનો લાગતી હોય છે. તેમ છતા એકપણ શ્રદ્ધાળુ આજદીન સુધી દાઝી ગયાનો કિસ્સો બન્યો નથી. જેનાં પર મંદિરના પૂજારી સૌ પ્રથમ ચાલે છે. જે પછીથી ગ્રામજનો સહિતના શ્રદ્ધાળુ ધગધગતા અંગારા પર ચાલે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here