રાજ્યનાં ડી.જી.પી ને રજૂઆત કરતુ નવનિર્માણ સેના

રાજ્યનાં ડી.જી.પી ને રજૂઆત કરતુ નવનિર્માણ સેના
રાજ્યનાં ડી.જી.પી ને રજૂઆત કરતુ નવનિર્માણ સેના

વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવારનાં ડિરેક્ટરો સામે પગલા લેવા માંગ

રોકાણકારો, એજન્ટો તેમજ બ્રાંચ મેનેજર કફોડી હાલતમાં મુકાઇ ગયા

વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર સંસ્થાનાં તમામ ડિરેક્ટરોને તાકીદે પકડવા રાજ્યનાં ડી.જી.પી ને નિર્માણ સેના-રાજકોટનાં ઉપપ્રમુખ રાજેશ પરમારે રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું હતું કે, વેસ્ટ બેંગાલનાં કલકતા શહેરની વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર નામની નાણા બચત સંસ્થાઓ દેશના અનેક રાજ્યોમાં પોતાની બચત સંસ્થાઓની ઓફીસ ખોલી હતી

Visit Saurashtra Kranti Homepage here

શરૂઆતનાં છ-સાત વર્ષ રોકાણકારોને નિયમિત પરત પૈસા આપીને કંપનીનાં ડિરેક્ટરો, રોકાણકારો, એજન્ટો તેમજ બ્રાંચ મેનેજરમાં વિશ્વાસ સંપાદન કર્યો હતો. કંપનીનાં ડિરેક્ટર હવે રોકાણકારોને પૈસા પરત કરવામાં ગલ્લા તલ્લા ચાલુ કર્યા હતા.

આ સમયે રોકાણકારો તેમજ એજન્ટો અને બ્રાંચ મેનેજરો પોતાની સાથે છેતરપીંડી થયાનું પોલીસ તેમજ કોર્ટમાં ફરિયાદ કરી હતી. છતાં વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવારનાં ડિરેક્ટરોને પોલીસ પકડતી નથી.

સૌરાષ્ટ્ર-ગુજરાત(રાજ્ય)માં જ્યાં વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવારનાં ડિરેક્ટરો સામે પોલીસ કે કોર્ટમાં ફરિયાદો થઇ છે. તેણી વિગતો મેળવીને તાત્કાલિક વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવારનાં તમામ ડિરેક્ટર્સ સામે આકરા પગલા ભરીને તમામ ડિરેક્ટરોની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પૈસા તેમજ રોકાણકારોનાં પૈસા પરત અપાવવા અનુરોધ કરાયો છે.

Read About Weather here

દૈનિક, માસિક અને ફિક્સ ડીપોઝીટ જેવી યોજનાઓ ચલાવી રોકાણકારોને શરૂઆતનાં વર્ષમાં સમયસર નાણા પરત કરીને પછળથી આ કંપનીનાં ડિરેક્ટરોએ રોકાણકારોને પૈસા પરત કરાવવાની વાતમાં માત્ર તારીખો અને આશ્વાસનો આપવાનું ચાલુ કરતા હોવાનું જણાવાયું છે.(૧.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here