રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું સ્થળ જાહેર

રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું સ્થળ જાહેર
રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું સ્થળ જાહેર

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે

સ્વાતંત્ર્ય દિન. 15 ઓગસ્ટ 2021 ની ઉજવણી ભવ્યતા અને ઉત્સાહથી કરવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જૂનાગઢ ખાતે સવારે 9 કલાકે રાષ્ટધ્વજ ફરકાવવામાં આવશે. રાષ્ટ્રગાન વગાડવામાં આવશે. પેરા મીલીટરી ફોર્સ, હોમગાર્ડ, એનસીસી સહિત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉદ્દબોધન કરવામાં આવશે.

કોવિડ-19 ની મહામારી નિવારવા સેવા આપી હોય તેવા આરોગ્ય કર્મી જેવાં કે, ડૉક્ટર્સ, હેલ્થ વર્કર્સ, સેનિટેશન વર્કર્સ વગેરે તેમજ કોરોના સામે ગંભીર પરિસ્થિતિમાંથી મ્હાત આપીને, હરાવીને સાજા થયેલા વ્યક્તિઓને આમંત્રિત કરવાં.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને આમંત્રિત કરવાં. સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ જિલ્લા ખાતેના યોજાનાર એટહોમ કાર્યક્રમાં જૂનાગઢ શહેર જિલ્લાના આશરે 400 જેટલા મહાનુભાવો- અગ્રગણ્ય નાગરિકોને આમંત્રિત કરાશે. સ્વાતંત્ર્ય દિન 2021 ની ઉજવણીના ભાગરૂપે તા.14 ના રોજ જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે.

આ કાર્યક્રમમાં આમંત્રિતોની સંખ્યા 1000 (એક હજાર) ની મર્યાદામાં રાખવાની રહેશે. રાજયકક્ષાના સાંસ્કૃતિક કાર્યકમનું જીવંત પ્રસારણ તાલુકા કક્ષાએ આયોજિત થતાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જીલ્લા કક્ષાએ મંત્રી- જીલ્લા કલેકટર દ્વારા જીલ્લાનાં મુખ્યમથક ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે. તાલુકા કક્ષાએ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ/ મામલતદાર દ્વારા તાલુકાનાં મુખ્ય મથક ખાતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે.

સ્વાતંત્ર્ય દિન 2021 ની ઉજવણીના ભાગરૂપે તા.14 ના રોજ સાંજે ૬ વાગ્યે તાલુકા કક્ષાએ 30 મિનિટના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે. આ અંગે દેશભક્તિની થીમ અધિક મુખ્ય સચિવ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા નક્કી કરવામાં આવશે.

આ સાંસ્કૃતિક કાર્યક્રમ એલ.ઈ.ડી સ્ક્રીન ઉપર પ્રસારીત કરવા તથા કાર્યક્રમ પુરો થયા બાદ જુનાગઢ ખાતે આયોજિત થનાર રાજ્યકક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ગ્રામ પંચાયત કક્ષાએ સરપંચ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે.

દરેક કાર્યક્રમમાં કોવિડ-૧૯ ની મહામારી સંબંધિત સરકારની વખતોવખતની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન થાય અને સોશિયલ ડીસ્ટન્સ જળવાય તેમજ સેનિટાઈઝર અને માસ્ક પહેરવાનું ફરજીયાત રાખવાનું રહેશે.

આ દિવસના અન્ય કાર્યક્રમોમાં વૃક્ષા રોપણ, આંતર શાળાકીય– આંતર કોલેજ અંતર્ગત ડીઝીટલ માધ્યમથી ચર્ચા, ઓનલાઈન ક્વીઝ/ દેશભક્તિ વિષય પર નિબંધ- કવિતા લેખન સ્પર્ધા, અગત્યની યોજનાઓ જાહેર કરવી, સોશિયલ મીડિયા પર પસંદગી પામેલ છોકરા/ છોકરીઓ દ્વારા દેશભક્તિના ગીતો ગાવા, દેશભક્તિ અંગે વક્તવ્ય રજૂ કરવા,

Read About Weather here

સરકારી ઇમારતો પર સજાવટ/ રોશની કરવી, થીમ આધારીત વેબિનાર, દેશભક્તિની થીમ આધારીત એન.એસ.એસ અને એન.વાય.કે,એસ દ્વારા ઓનલાઇન કેપેઈન ચલાવવા તથા રાજ્ય તરફથી મંજૂરી મળેલ આ પ્રસંગને અનુરૂપ અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા અંગે અન્ય નવીન રીતો જેવી કે, ડીઝીટલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા અંગેના સંદેશ/ ગીતોનો પ્રસાર કરવો,

અગત્યની જાહેર ઇમારતો પર રોશની કરવી/ સાઉન્ડ શો, લોકો દ્વારા પોતાની અગાશી અને બાલ્કની પર રાષ્ટ્રધ્વજ ફરકાવવો, વગેરે જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરી શકાય. આ અન્વયે લોકો દ્વારા પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ન કરવામાં આવે તે અંગેની તકેદારી રાખવાની રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here