રાજસ્થાનમાં પરીક્ષા ચોરી બદલ 10 વર્ષની કેદ અને 10 કરોડનાં દંડની જોગવાઈ કરતો ખરડો તૈયાર

રાજસ્થાનમાં પરીક્ષા ચોરી બદલ 10 વર્ષની કેદ અને 10 કરોડનાં દંડની જોગવાઈ કરતો ખરડો તૈયાર
રાજસ્થાનમાં પરીક્ષા ચોરી બદલ 10 વર્ષની કેદ અને 10 કરોડનાં દંડની જોગવાઈ કરતો ખરડો તૈયાર

વિધાનસભામાં ખરડો પસાર થાય તો નવો અતિકડક કાયદો બનશે

રાજસ્થાનમાં પરીક્ષા ચોરીનું દુષણ કાબુમાં લેવા માટે આકરામાં આકરી સજા અને દંડની જોગવાઈ ધરાવતો કાયદામાં સુધારા કરતો નવો ખરડો રાજ્ય સરકારે તૈયાર કરી દીધો છે અને વિધાનસભાનાં બેચ પર મુકવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની પરીક્ષામાં ગેરરીતિ આચરનાર અને ચોરીઓ કરનારને 10 વર્ષની જેલની સજા અને રૂ. 10 કરોડ સુધીનો દંડ તથા મિલ્કતો જપ્ત કરવાની આકરી કામની જોગવાઈ ખરડામાં આમેજ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજસ્થાન જાહેર પરીક્ષા (ભરતીમાં ગેરકાનૂની ઉપાયો રોકવાના પગલા) ખરડો 2022 એવી જોગવાઈ ધરાવે છે કે, પરીક્ષાનાં પ્રશ્ન પત્રો લીક થવાથી પરીક્ષાર્થીઓનાં અને લોકોનાં વિશ્ર્વાસને છે દેવા સમાન પ્રવૃત્તિ છે. એવું જ નહીં પરીક્ષાઓ રદ કરવી પડતી હોવાથી રાજ્યને પણ મોટું વહીવટી નુકશાન થાય છે. આથી જાહેર સેવાઓની પરીક્ષામાં બંધારણની કલમ-16(1) મુજબ સમાનતાનાં સિધ્ધાંતને અનુસરી ભરતીની ન્યાયી વાજબી પ્રક્રિયાને અનુસરવામાં આવે એ બંધારણીય રીતે જરૂરી છે. ન્યાયી અને વાજબી ભરતી પ્રક્રિયા એ કલમ-14 ની મૂળભૂત જરૂરિયાત પણ છે.

સુચિત નવા કાયદામાં એવી જોગવાઈ છે કે, જાહેર સેવાઓની પરીક્ષામાં કોઈ પરીક્ષાર્થી કોઈપણ વ્યક્તિ કે જૂથ પાસેથી સીધી કે આડકતરી રીતે અયોગ્ય અને બિનસતાવાર મદદ લઇ શકશે નહીં. ઈલેક્ટ્રોનિક સાધનો અથવા ઉપકરણોનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારની લેખિત રેકર્ડ કરેલી કે પ્રિન્ટ યા કોપી કરેલી ઉતરોની ચોરી કરનાર પરીક્ષાર્થીને કેદ અને દંડની સજા થઇ શકે છે. આવા કિસ્સામાં ત્રણ વર્ષની કેદ સજા અને રૂ.1 લાખનાં દંડની જોગવાઈ છે.

Read About Weather here

તદ્દઉપરાંત પરીક્ષાર્થી સહિત પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ વ્યક્તિ અથવા તો કોઈના વતી પરીક્ષા આપનાર વ્યક્તિ યા પ્રશ્ર્ન પત્ર લીક કરવાનો પ્રયાસ કરનાર અને ગેરવાજબી અને ગેરકાનૂની માર્ગે પ્રશ્ન પત્ર હાંસલ કરનાર અને પરીક્ષાર્થીને ગેરકાનૂની મદદ કરનાર વ્યક્તિને 5 થી 10 વર્ષની જેલ સજા તથા રૂ.10 લાખથી માંડીને રૂ.10 કરોડ સુધીનાં ભારે દંડની સુચિત્ત કાયદાનાં જોગવાઈ કરવામાં આવી છે. આવા અપરાધો બદલ દોષિત ઠરેલ પરીક્ષાર્થી બે વર્ષ સુધી આવી કોઈ જાહેર પરીક્ષામાં ભાગ લઇ શકશે નહીં.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here