રાજસ્થાનના ભીલવાડામાં અફરાતફરી…!

રાજસ્થાનના ભીલવાડામાં અફરાતફરી…!
રાજસ્થાનના ભીલવાડામાં અફરાતફરી…!
સ્થિતિને જોતાં પહેલા શહેરમાં પછી ગુરુવારે સવારે સમગ્ર જિલ્લામાં ઈન્ટરનેટને બંધ કરી દેવામાં આવ્યું છે. જોધપુર પછી ભીલવાડા શહેરમાં બુધવારે મોડી રાતે તણાવ પેદા થયો છે. અહીં બે યુવકની સાથે એક ડઝનથી વધુ બુકાનીધારીઓએ પહેલા મારપીટ કરી અને પછી બાઈકને સળગાવી દીધી હતી. બંને ઘાયલોને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની સ્થિતિ હાલ સારી છે.

Visit Saurashtra Kranti Homepage here

તણાવને જોતા મોટી સંખ્યામાં જવાન તહેનાત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ પણ નજર રાખી રહ્યાં છે.

તેમની પર શા માટે હુમલો કરવામાં આવ્યો એ અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ હાલ આ મુદ્દાની તપાસ કરી રહી છે.એસપી આદર્શ સિદ્ધુએ જણાવ્યું હતું કે ઘટના બુધવાર રાતના લગભગ 10 વાગ્યાની છે. અહીં સંગાનેરના કરબલા રોડ પર બેઠેલા બે યુવક આઝાદ અને સદ્દામ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. માહિતી મળવા પર પોલીસ સીઓ સદર રામચન્દ્ર, એસડીએમ ઓમ પ્રભા અને સુભાષનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પુષ્પા કાસોટિયા ઘટનાસ્થળે પહોંચ્યા છે.શરૂઆતમાં કેટલાક લોકોએ હુમલાખોરોની ધરપકડની માગને લઈને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવાનો વિરોધ કર્યો, જોકે પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓની સમજાવટ પછી બંને ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Read About Weather here

સાવધાનીના ભાગરૂપે સાંગાનેર વિસ્તારમાં 33 પોલીસ સ્ટેશનમાંથી 150થી વધુ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.કલેક્ટર આશિષ મોદીએ જણાવ્યું હતું કે આ બંને યુવકની સાથે મારપીટ અને બાઈક સળગાવવાના મામલાનું કારણ હજી જાણી શકાયું નથી. પોલીસ ટીમ હુમલાખોરની શોધખોળ કરી રહી છે. કલેક્ટરનું કહેવું છે કે ઘટનાસ્થળની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમણે શહેરવાસીઓને અપીલ કરી છે કે તેઓ અફવા પર ધ્યાન ન આપે. રાજસ્થાનમાં કારૌલી, અલવર, જોધપુર અને હવે ભીલવાડામાં માહોલને ખરાબ કરવાની કોશિશ તરીકે આ ઘટનાને જોવામાં આવી રહી છે.શહેરમાં શાંતિ-વ્યવસ્થાને જાળવી રાખો અને પ્રશાસનનો સહયોગ કરો.ભીલવાડાનું ઉપનગર સાંગાનેર અતિસંવેદનશીલ ક્ષેત્ર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here