રાજય સરકાર ફેબુ્રઆરીથી ફરી શાળાઓ ખોલવા મંજુરી આપે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રીને અપીલ કરાઈ


જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આગમચેતીના ભાગરુપે રાજય સરકાર દ્વારા શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં ત્રીજી લહેર અંતર્ગત પરિસ્થિતિ કાબુમાં છે, બીજી લહેર જેવો કોઇ અંધાધૂંધીનો માહોલ નથી, વર્તમાન જનજીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે, સૌથી વધારે કેઇસ જે રાજયમાં હતા તે મહારાષ્ટ્ર સરકાર પણ જાન્યુઆરી 24થી શાળાઓ શરૂ કરે છે, તો ગુજરાત જેવા રાજયમાં જયાં કોઇ ગંભીર પરિસ્થિતિ નથી ત્યાં શાળાઓ શરૂ કરવી જોઇએ તેવું ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના સભ્યોનું માનવું છે. આ માટે મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પણ અપીલ કરવામાં આવનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા 15 થી 18 વર્ષના તરૂણોને કોરોના વિરોધી રસી આપવાની કામગીરી ચાલી રહી છે. જેમા મોટાભાગની શાળાઓમાં પાત્રતા ધરાવતા છાત્રોનું 94% જેવું રસીકરણ થઈ ગયું છે. ત્યારે વિદ્યાર્થીઓ ઉપર ગંભીર ખતરો ટળ્યો છે. વિશ્ર્વ બેંકના એકેડેમિક ડિરેક્ટરે પણ સૂચન કર્યું હતું કે શાળાઓ હવે ઓફલાઇન હોવી જોઈએ. લાંબા લોકડાઉન બાદ વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ હજુ બે થી લઈને છ માસ પહેલા જ રાબેતા મુજબ શરૂ થયું હતું, જેથી તેમની માનસિક, શારીરિક, મનોવૈજ્ઞાનિક, અને શૈક્ષણિક પરિસ્થિતિમાં ઘણો જ સુધારો જોવા મળી રહ્યો છે.

ઓનલાઇન શિક્ષણ દરમિયાન બાળકોએ ઘણા પ્રકારની સમસ્યાઓ જેમ કે ગેમ્સ, સોશિયલ મિડિયા, મોબાઇલનું વળગણ થઈ જવું, ચિડિયા પણુ, એકલતા પણું જેવા મનોવૈજ્ઞાનિક ફેરફારો તેમનામાં આવ્યા હતા. તે તમામ બાબતોમાંથી બહાર આવી પ્રત્યક્ષ શિક્ષણ સાથે તેઓ મુખ્ય પ્રવાહમાં પાછા ફર્યા હતા, તે કોરોનાની ત્રીજી લહેરને લીધે બંધ થયેલ પ્રત્યક્ષ શિક્ષણથી ફરી પ્રભાવિત થઈ રહ્યા હોય તેવું જણાય છે. વાલીઓ પણ તેમના બાળકો ફરી પ્રત્યક્ષ શિક્ષણમાં જોડાય તેવી માંગ કરી રહ્યા છે.

ગુજરાત શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા આ બાબતે તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે સૌથી વધારે કેઇસ જે રાજયમાં હતા તે મહારાષ્ટ્ર સરકાર પણ જાન્યુઆરી 24 થી શાળાઓ શરૂ કરે છે, તો ગુજરાત જેવા રાજયમાં જયાં કોઇ ગંભીર પરિસ્થિતિ નથી ત્યાં શાળાઓ શરૂ કરવી જોઇએ તેવું ગુજરાતના સૌ સ્વનિર્ભર શાળા સંચાલકોનું માનવું છે. આ અંગે અમે શિક્ષણ મંત્રીને પણ દરેક શાળાઓને કોવિડ ગાઇડલાઇનની તમામ તકેદારી સાથે ફરી ધોરણ 1 થી 9 નું પ્રત્યક્ષ શિક્ષણ તા. 1 ફેબ્રુઆરીથી શરૂ કરવાની મંજુરી આપે, તે માટે પત્ર દ્વારા અપીલ કરવામાં આવનાર છે.

Read About Weather here

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની કોર કમિટીના સભ્યોમાં મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, સવજીભાઇ પટેલ, એમ.પી. ચંદ્રન, ઉત્પલભાઇ શાહ, પ્રવકતા ડો. દિપકભાઇ રાજયગુરૂ, અને સંયોજક મન્હરભાઇ રાઠોડ, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઈ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરિયા, મહામંત્રી પરિમલભાઈ પરડવા, મહામંત્રી પુષ્કરભાઈ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદીપભાઇ જલુ અને મેહુલભાઈ પરડવા દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી આ બાબતે અપીલ કરવામાં આવશે તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here