રાજયમાં ડિસપ્લે બોર્ડ હવે ગુજરાતીમાં ફરજીયાત

રાજયમાં ડિસપ્લે બોર્ડ હવે ગુજરાતીમાં ફરજીયાત
રાજયમાં ડિસપ્લે બોર્ડ હવે ગુજરાતીમાં ફરજીયાત

સરકારી-ખાનગી કચેરીઓ, મોલ, મલ્ટીપ્લેક્ષ, શોપિંગ સેન્ટર, હોસ્પિટલ, બગીચા સહિતના જાહેર સ્થળો પરના બોર્ડ ગુજરાતીમાં હોવા જરૂરી
આઠ મહાનગરોથી અમલ: પરિપત્ર જાહેર

રાજય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. રાજયમાં તમામ ડિસપ્લે બોર્ડ હવે ગુજરાતીમાં હોવા ફરજીયાત છે. ગુજરાત સરકાર એક નવા અભિયાનની તૈયારી કરી છે. ગુજરાતમાં ગુજરાતની તે ભુલાતી જતી ભાષા છે. ખાસ કરીને નવા જનરેશન જે સોશિયલ મીડિયા પ્રેમી છે.વેલકમ ટુ વડોદરા તેવુ નહી તમો વડોદરામાં છો, સ્મિત કરો, આપને આવકારીએ છીએ તેવા સંદેશ મુકશે. તમામ જાહેર સૂચનાઓ પણ ગુજરાતીમાં હોય તે જોવાશે અને તે જાહેર-ખાનગી-સંસ્થાઓ- કંપનીઓ- ઓથોરીટીઓ માટે ફરજીયાત હશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજય સરકાર હવે ગુજરાતની ભાષાને પ્રોત્સાહન આપવા નવી પેઢી ગુજરાતી ભાષાની મીઠાશ સુંદરતાથી પરિચિત થાય તે માટે રાજયમાં તમામ જાહેર બોર્ડ, મોલ, મલ્ટીપ્લેક્ષ, રેસ્ટોરા, બગીચાઓ, શોપિંગ સ્થળો-જાહેર સ્થળો, સેવાઓ, સરકારી કચેરીઓમાં માહિતી ગુજરાતીમાં દર્શાવવી ફરજીયાત કરવા તૈયારી કરી રહી છે.
આ અંગેનો એક પરિપત્ર ગઈકાલે જ જાહેર કરવામાં આવ્યો છે અને તેનો પ્રારંભ, રાજયના અમદાવાદ, રાજકોટ સહિત આઠ મહાનગરોથી થશે તેના માટે મહાપાલિકા જ જવાબદાર હશે. જેમાં હવે ફકત સરકારી કચેરીઓ જ નહી સિનેમા ઘરો, લગ્ન હોલ, બેન્કવેટ, સ્કુલ-કોલેજ સહિતની શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલ, હોટેલ, કાફે, બેન્ક, લાઈબ્રેરી, બગીચાઓ, મોલ, દુકાનો, સુપર માર્કેટમાં પણ અમલ કરવાનો રહેશે.

Read About Weather here

ગુજરાતની રચના થયા બાદ એ નિશ્ર્ચિત થયું હતું કે ગુજરાતી અને અંગ્રેજી એ રાજયની સતાવાર બે ભાષા રહેશે. માતૃભાષા અભિયાન ચલાવતા તુષાર શુકલા કહે છે કે ગુજરાતી એ જાહેર સ્થળો પર પ્રદર્શિત થાય તે ભાષાને સ્વીકાર્ય બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ છે. જયારે સરકાર જ તેની અગત્યતા સમજે તો લોકોએ તેને અનુસરવું પડશે.
જો કે ગુજરાતી ભાષાની જે જોડણી, ઉચ્ચાર અને લખાણમાં નબળાઈ આવી છે તેની ચિંતા પણ છે. સારી ગુજરાતી ડિક્ષનેરી પણ ભાગ્યે જ ઉપલબ્ધ છે. ગુજરાતી ભાષામાં જોડણી, વ્યાકરણની હવે ભાગ્યે જ કોઈ ચિંતા કરે છે. શાળામાંથી શિક્ષકો કેટલા ગુજરાતી શિક્ષિત છે તે પણ પ્રશ્ર્ન છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here