રાજપૂત કરણી સેના દ્વારા ‘એકતા યાત્રા’નું ભવ્ય આયોજન

રાજપૂત કરણી સેના દ્વારા ‘એકતા યાત્રા’નું ભવ્ય આયોજન
રાજપૂત કરણી સેના દ્વારા ‘એકતા યાત્રા’નું ભવ્ય આયોજન
શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આગામી તા. 1લી મેને રવિવારના ગુજરાત સ્થાપના દીનથી 16મી મે સુધી સમાજની એકતા સ્થપાય એવા હેતુથી એક ઐતિહાસિક યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ક્ષત્રિય સમાજના આસ્થાનું કેન્દ્ર ગણાતા શ્રી આશાપુરા માતાજીના મંદિર માતાના મઢથી પ્રસ્થાન કરનાર આ યાત્રામાં કરણી રથમાં માઁ આશાપુરા, માઁ કરણી, માઁ અંબાજી, મોગલ માઁ, માઁ શકિત તથા માઁ ખોડલ સહિત રાજપૂત કુળદેવીઓની જયોત સહિત પુરા ગુજરાતમાં ભૂજ, મોમાઈમોરા, અંબાજી, શામળાજી, હિંમતનગર, ગાંધીનગર, અવદાવાદ, આણંદ, વડોદરા, ધોલેરા, ભાવનગર, સુરેન્દ્રનગર, સુરજદેવળ, ચોટીલા, મોરબી, રાજકોટ, ગોંડલ, ગાયત્રી આશ્રમ ગધેથડ, જૂનાગઢ, ભવનાથ, કેશોદ, માળીયા હાટીના થઈને સોમનાથ ખાતે પૂર્ણાહુતિ થશે.

યાત્રાનો હેતુ રાજપૂત-ક્ષત્રિય સમાજમાં એકતા સ્થાપવા ઉપરાંત કુરિવાજ નાબુદી, શિક્ષણ, વ્યવસાય ક્ષેત્રે જાગૃતિ ઉપરાંત રાજકીય ક્ષેત્રે થતા અન્યાય અંગે સમાજમાં એકસૂત્રતા કેળવી આગામી દિવસોમાં સમાજનું વલણ નક્કી કરાશે. યાત્રાનું વિવિધ સ્થળે, વિવિધ સમાજો તથા વિવિધ ક્ષેત્રેના મહાનુભાવો ઉપરાંત રાજકીય, ધાર્મિક, સામાજિક મહાનુભાવો દ્વારા અલગ અલગ સ્થળોએ ભવ્ય સ્વાગત કરાશે. આ એકતા યાત્રામાં શ્રી રાજપૂત સમાજના ભારતભરમાંથી રાજકીય, સામાજિક આગેવાનો ઉપરાંત રાજપૂત કરણી સેનાના શીર્ષ સંસ્થાપક લોકેન્દ્રસિંહજી કાલવી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહજી મકરાણા ખાસ ઉપસ્થિત રહેશે.

આ એકતા યાત્રા તા. 13-મેના રોજ રાજકોટ આવી પહોંચશે. અને રતનપર રામચરિત માનસ મંદિર ખાતે રાત્રિ રોકાણ કરશે. અને જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીનો લોકડાયરો પણ યોજાશે. અને યાત્રાનો રૂટ માધાપર ચોકડી થઈને ગોંડલ ચોકડી સુધીનો રહેશે અને યાત્રા આગળ ગધેથડ ગાયત્રી આશ્રમ તરફ પ્રયાણ કરશે.એકતા યાત્રા દરમ્યાન સ્થળે-સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકો તથા લોકડાયરાઓના આયોજન દ્વારા દેશના નિર્માણમાં ક્ષત્રિય સમાજના યોગદાનને ઉજાગર કરવામાં આવશે. આ ‘એકતા યાત્રા’ને સફળ બનાવવા માટે શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રભારી ભરતભાઈ કાઠી (વિરમગામ), પ્રદેશ સંરક્ષક મેરૂભા જાડેજા (કચ્છ), પ્રદેશ ઉપાધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજા (વિંઝાણ), પ્રદેશ સચિવ કુલદીપસિંહ જાડેજા (અરવલ્લી), ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ રાણા (ખાટડી),

Read About Weather here

ઉત્તર ગુજરાત અધ્યક્ષ ધર્મપાલસિંહ ઝાલા ઓફ કટોસણ, મધ્ય ગુજરાત પ્રભારી રવિરાજસિંહ સોલંકી (વડોદરા), દક્ષિણ ગુજરાત પ્રભારી સુરેન્દ્રસિંહ રાજ, સૌરાષ્ટ્ર અધ્યક્ષ કૃષ્ણસિંહ જાડેજા, ઉત્તર ગુજરાત પ્રભારી આઈ. કે. જાડેજા, બનાસકાંઠા અધ્યક્ષે અર્જુનસિંહ વાઘેલા, પાટણ અધ્યક્ષ નવઘણસિંહ વાઘેલા, સુરપાલસિંહ બારડ, રાજેન્દ્રસિંહ બારડ (પાલનપુર), સંદીપસિંહ રાજપૂત (અંબાજી), દિગ્વિજયસિંહ ગોહિલ (મહેસાણા), સોમનાથસિંહ રાઠોડ (હિંમતનગર), ગાંધીનગર પ્રભારી પ્રદ્યુમનસિંહ વાઘેલા, સૌરાષ્ટ્ર મંત્રી પૃથ્વીરાજસિંહ પરમાર, સુરેન્દ્રનગર અધ્યક્ષ હરપાલસિંહ રાણા, ભાવનગર જિલ્લા અઘ્યક્ષ અશ્ર્વિનસિંહ ગોહિલ, શહેર અધ્યક્ષ કૃષ્ણદેવસિંહ સરવેયા, જુનાગઢ જિલ્લા અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પ્રભારી જયદિપસિંહ સરવૈયા, માણાવદર તાલુકા અધ્યક્ષ મેહુલસિંહ ચુડાસમા, પ્રતિપાલસિંહ રાયઝાદા (કેશોદ), પ્રતિપાલસિંહ રાયઝાદા ઊુંકસવાડા), રાજદિપસિંહ જાડેજા (ચીખલીયા), દિલીપસિંહ વાઘેલા (અમદાવાદ), ગૌરવસિંહ રાઠોડ, રાકેશસિંહ કાઠી, નવીનસિંહ દેવડા, અજીતસિંહ ભાટી (અમદાવાદ), દિલીપસિંહ વાઘેલા (સરગાસણ), દિવ્યરાજસિંહ ભાટી (બાલવા), આણંદ અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ મહિડા, કકુભા ગોહિલ, દિવ્યપાલસિંહ સોલંકી, ભાનુપ્રતાપસિંહ ચૌહાણ, બળભદ્રસિંહ ચુડાસમા તથા અક્ષયરાજસિંહ ચુડાસમા (ઘોલેરા), રામભાઈ કરાપડાં (રાણપરડા) વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here