રાજદૂત સહિતના સ્ટાફને કાબુલથી એરલીફટ કરાયો

રાજદૂત સહિતના સ્ટાફને કાબુલથી એરલીફટ કરાયો
રાજદૂત સહિતના સ્ટાફને કાબુલથી એરલીફટ કરાયો

અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને સલામત વતન લાવવાની પ્રક્રિયા શરૂ

કાબુલના ગુરૂદ્વારામાં શરણ લેતા 300થી વધુ શીખો અને હિન્દુઓ

ભારતે નાગરીકોને સલામત લાવવા માટે ખાસ સેલની રચના કરી


દુતાવાસના સ્ટાફ સહિત 140 ભારતીયો સાથેનું વાયુ સેનાનું વિમાન કાબુલથી દિલ્હી રવાના: સવારે કાબુલથી જામનગર આવી પહોંચ્યું, મંત્રી હકુભા સહિતના આગેવાનોએ સ્વાગત કર્યુ: ઇંધણ ભરીને વાયુ સેનાનું સી-17 મહાકાય વિમાન નવી દિલ્હી ભણી રવાના


અફઘાનિસ્તાન તાલીબાનોના હાથમાં જઇ પડયાના અને કાબુલનું પતન થયાના બીજા જ દિવસે કાબુલ ખાતેના ભારતીય રાજદૂત તથા દુતાવાસના સ્ટાફ સહિત 140 ભારતીયોને સુરક્ષીત કાબુલથી એરલીફટ કરીને ભારતીય વાયુ સેનાનું સી-17 વિમાન કાબુથી રવાના થઇ ગયું હતુ અને આજે સવારે જામનગર પહોંચી ગયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જામનગરથી ઇંધણ ભરીને વાયુ સેનાનું વિમાન નવી દિલ્હી રવાના થઇ ગયું હતું. આ રીતે પ્રથમ તબક્કે ભારતીય દુત અને સ્ટાફને સલામત રીતે વતન પરત લાવવામાં વાયુ સેનાને સફળતા મળી છે.અફઘાનિસ્તાનમાં કાબુલ સહિત અન્યત્ર ફસાયેલા ભારતીયોને સલામત પાછા લાવવા માટે સરકારે ખાસ અફધાન સેલની રચના કરી છે.

કાબુલ એરપોર્ટ પરથી એર લીફટ કરીને ભારતીય નાગરીકોને વતન લાવવાની પ્રક્રિયા જોરશોરથી શરૂ થઇ રહી છે. વિદેશ ખાતાના પ્રવકતા અરીન્દમ બાદચીએ જણાવ્યું હતું કે, વાયુ સેનાનું સી-17 વિમાન આપણા રાજદુત અને સ્ટાફને લઇને નવી દિલ્હી રવાના થઇ ગયું છે.

કાબુલ એરપોર્ટ પર હજારો લોકોએ ધસારો કર્યો હોવાથી ભારે અરાજકતાના દ્રશ્યો સર્જાયા છે. અફઘાની કોઇપણ ભોગે દેશ છોડી જવા માટે હાફડાફાફડા થઇ ઉઠયા છે. જેવું વિમાન આવે એટલે તરત જ એમા બેસી જવા માટે હજારો લોકો ધસારો કરે છે. દરમ્યાન સરકારે સીખ, હિન્દુ વગેરે ભારતીય નાગરીકોને સલામત લાવવા માટેની બચાવ પ્રક્રિયાના સંકલન માટે એક ખાસ અફઘાન સેલની રચના કરી છે.

તમામ નાગરીકોને સુરક્ષીત લાવવા માટે યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. દરમ્યાન કાબુલ ખાતે સેંકડો સીખ અને હિન્દુ પરીવારોએ ગુરૂદ્વારામાં સરણ લીધુ છે. એમને સુરક્ષીત લાવવા માટે પણ સરકાર મદદ મોકલી રહી છે.(2.11)

Read About Weather here

  • ભારત આવવા માંગતા અફઘાનિઓને ઝડપથી વિઝા મળશે, ભારત સરકારે ઇ-વિઝાની ક્ષેણી શરૂ કરી


નવી દિલ્હી: અફઘાનિસ્તાન છોડીને ભારતમાં શરણુ લેવા માંગતા હજારો અફઘાનિઓને આસાનીથી વિઝા મળી રહે એ માટે ઇ-વિઝાની નવી કેટેગરી શરૂ કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આવા અફઘાનિઓને તાત્કાલિક ભારતમાં પ્રવેશ આપવા માટે ગૃહમંત્રાલય દ્વારા ઇ-ઇમરજન્સી એકસ-એમઆઇએસસી વિઝાની નવી કેટેગરી શરૂ કરી દીધી છે જેથી કરીને વિઝાની અરજીઓનો ઝડપથી નિકાલ થઇ શકે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here