રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને રજૂઆત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે


વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં રસીકરણ કેમ્પ યોજો
મંજૂરી મળે તો 90 દિવસમાં રાજયના 30 લાખ છાત્રો રસીથી રશ્રિત બની જશે

પ્રવર્તમાન સમયમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે કોરોનાનો વ્યાપ છેલ્લા થોડા દિવસોમાં વધતો જોવા મળ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15 થી 18 વર્ષના બાળકોને જાન્યુઆરી 2022 ના પ્રથમ સપ્તાહથી રસીકરણ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજયની મોટાભાગની શાળાઓમાં હાલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ ગયુ છે ત્યારે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને શાળાઓને તેમના શાળા પરિસરમાં જ વેક્સિનેશન કેમ્પ યોજીને વાલીઓની મંજૂરી સાથે વિદ્યાર્થીઓને રસીકરણ કરવા દેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

શાળા સંચાલક મંડળને વિશ્ર્વાસ છે, જો આ રસીકરણ અભિયાન તેમને સોંપવામાં આવે તો તેઓ ઝડપી, અસરકારક રીતે આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડી શકશે.રાજકોટ શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું

કે સરકાર અને પ્રધાનમંત્રીના 15 થી 18 વર્ષની ઉમરના બાળકોને વેક્સિનેશનના નિર્ણયને સમગ્ર શિક્ષણ જગત અને સંચાલક મંડળ આવકારે છે. શાળામાં હવે ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે

થોડા સમયથી શહેરમાં અને જીલ્લામાં કોરોનાના કેસ સામે આવતા, શાળા સંચાલકોએ કોવિડ કેર કમિટીની રચના કરવાનો નિર્ણય તાજેતરમાં કર્યો છે. હવે જો સરકાર દ્વારા વેક્સિનની કામગીરી શાળા સંચાલકોને સોંપવામાં આવે તો બાળકોનું વેક્સિનેશન ખાનગી, સરકારી કે ગ્રાન્ટેડ શાળાના માધ્યમથી વધુ સરળતાથી થઈ શકે છે.

રાજકોટના એક લાખ સહિત રાજ્યભરના 30 લાખ વિદ્યાર્થીઓને 90 દિવસની અંદર 100% વેક્સિનેશન આપવાની કામગીરી સફળતાપૂર્વક થઇ શકે છે તેવો સર્વે શાળા સંચાલકો અને મંડળના હોદેદારોને વિશ્ર્વાસ છે.

કારણકે રાજ્યભરની શાળાઓના દરેક વિદ્યાર્થીઓને તેમના યુનિક આઈડી નંબર આપવામાં આવ્યા છે, જેના લીધે તમામ વિદ્યાર્થીઓનો ડેટા શાળા સંચાલકોની પાસે હોવાથી આ કામગીરી ખૂબ જ સરળ બનશે અને અસરકારક રીતે શાળા પરિસરોમાં કોરોના પ્રોટોકોલ પ્રમાણે વેકિસનેશન થઈ શકશે.

આ કામગીરીમાં આરોગ્ય વિભાગની સાથે શાળાનો સ્ટાફ પણ તેમને મદદરૂપ બની શકશે અને વિદ્યાર્થીઓના યુનિક આઈડી નંબર આધારથી સ્ક્રિનિંગ પણ સરળતાથી થઈ શકશે.

જે રીતે ઓફલાઈન શિક્ષણમાં વાલીઓની સહમતી લેવામાં આવી હતી, તેવી જ રીતે પોતાના સંતાનને રસીકરણ આપવામાં કોઈ જ વાંધો નથી તે મુજબનું સહમતીપત્રક શાળાઓ દ્વારા સરળતાથી મેળવી શકાશે.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની કોર કમિટીના સભ્યોમાં મંડળના પ્રમુખ ડી.વી મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઈ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરિયા, મહામંત્રી પરિમલભાઈ પરડવા, મહામંત્રી પુષ્કરભાઈ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદીપભાઇ જલુ અને મેહુલભાઈ પરડવા,

Read About Weather here

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, એફ.આર.સી કમિટીના સભ્ય અજયભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, આરોગ્ય સચિવ અને શિક્ષણ સચિવને પત્ર લખી આ બાબતે અપીલ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here