રાજકોટ: સોની બજારનાં શટર ગમે તે ઘડીએ ‘શટડાઉન’?

રાજકોટ: સોની બજારનાં શટર ગમે તે ઘડીએ ‘શટડાઉન’?
રાજકોટ: સોની બજારનાં શટર ગમે તે ઘડીએ ‘શટડાઉન’?

હોલમાર્કનાં વિરોધમાં પોરબંદરની સોની બજાર સજ્જડ બંધ ફરજીયાત
હોલમાર્ક બાદ યુનિક આઈ.ડી ફરજીયાત કરાતા સોની વેપારીઓમાં રોષ: યોગ્ય નિર્ણય કરવામાં નહી આવે તો આંદોલનના મંડાણ

દેશનાં 256 જીલ્લાઓમાં હોલમાર્ક ફરજીયાત બન્યું
રાજકોટ: દેશના 256 જીલ્લામાં હોલમાર્ક ફરજીયાત બન્યું છે. હવેથી આ જીલ્લાઓમાં જવેલર ફક્ત હોલમાર્કવાળી જ્વેલરી ખરીદી અને વેંચી શકાશે. સરકારે તમામ જ્વેલરી અને તેમની પાસે પડેલો જુનો સ્ટોક હોલમાર્ક કરવા માટે 1 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધી હોલ માર્ક લગાવવાનું રહેશે. દેશમાં 5 લાખ જવેલર્સમાંથી આશરે 40 હજાર લોકોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

સરકાર દ્વારા સોની વેપારીઓ માટે હોલમાર્ક ફરજીયાત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે યુનિક આઈ.ડી પણ ફરજીયાત કરવામાં આવતા સોની વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Read About Weather here

જેથી પોરબંદરનાં સોની વેપારીઓએ આ નિયમનાં વિરુધ્ધમાં સજ્જડ બંધ પાડ્યો હતો. થોડા દિવસો પહેલા સોનાનું વેચાણ કરતા વેપારીઓ માટે ગુણવતાને ધ્યાનમાં રાખીને હોલમાર્ક ફરજીયાત કરવામાં આવ્યો હતો.

આ બાબતે પણ વેપારીઓએ વિરોધનો સૂર ઉઠાવ્યો હતો. ત્યારબાદ હવે યુનિક આઈ.ડી નંબર ફરજીયાત કરી દેવામાં આવતા સોની વેપારીઓમાં રોષની જ્વાળા ઉઠી છે.

ગુજરાતમાંથી અનેક જીલ્લાનાં સોની વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે. પોરબંદરનાં સોની વેપારી મહામંડળ દ્વારા આ નિયમનો વિરોધ કરવામાં આવ્યો છે

અને જેના પગલે પોરબંદર, રાણાવાવ, કુતિયાણા અને માધવપુર સહિતની સોની બજારો બંધ રહી હતી. વેપારીઓએ બંધ પાડીને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

વેપારીઓએ સાથે મળીને ધારાસભ્ય અને કલેકટરને આવેદનપત્ર પાઠવી યુનિક આઈ.ડી નંબર રદ કરવા માંગ કરી હતી.

રજુઆતમાં જણાવેલ કે જેટલા પણ દાગીના હોલ માર્ક કરવા આવે તેની વિગત હોલમાર્ક સેન્ટરે યુનીક આઇ.નંબર સાથે રજીસ્ટરમાં રાખવી અને જે તે પેઢી સાથે તે રજીસ્ટરનો મેળ થવો અને

તેમાં થયેલ કે ટેકનીકલ ભૂલ થયેથી સીધી જ ધરપકડ ની જોગવાઇ છે તે તદૃન અવ્યવહારૂ છે, મોટાભાગના નાના વેપારીઓ ઉચ્ચ શિક્ષીત ન હોવાથી અને નાના વેપારી હોવાની જાણકાર માણસને પણ રાખવો પરવડે નહીં.

એટલે સ્વાભાવિક છે કે હોલ માર્ક સેન્ટર આ વેપારીના રજીસ્ટર વચ્ચે ઘણી વાર ફરક આવી શકે . ઉપરાંત હોલમાર્કિંગની બીજી અનેક મુશ્કેલીઓ છે.

ત્યારે સમગ્ર રાજ્યનાં સોની વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટની વાત કરીએ તો ગમે તે ઘડીએ શટર પડી જાય તો નવાઈ ગણી શકાય નહીં.

તેવી પરિસ્થિતિ છે. રાજકોટનાં સોની બજારનાં સોની વેપારીઓ પણ ગમે તે ઘડીએ બંધ પાડી દેશે. તેવી વાત ચર્ચાઈ રહી છે.

હોલમાર્ક અને યુનિક આઈ.ડી ની પ્રોસેસ ખૂબ જ લાંબી અને મુશ્કેલ છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

જેથી આ નિર્ણય યોગ્ય ગણી શકાય નહીં તેમજ આગામી સમયમાં જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનના પણ મંડાણ કરાય તેવી શકયતાઓ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here