રાજકોટ સિટી બસનાં ચાલકોનાં બેફામ ડ્રાઈવિંગથી શહેરીજનો ઉપર જીવલેણ જોખમ

રાજકોટ સિટી બસનાં ચાલકોનાં બેફામ ડ્રાઈવિંગથી શહેરીજનો ઉપર જીવલેણ જોખમ
રાજકોટ સિટી બસનાં ચાલકોનાં બેફામ ડ્રાઈવિંગથી શહેરીજનો ઉપર જીવલેણ જોખમ

બેફામ ગતિ પર શહેરમાં નિયંત્રણ હોવા છતાં કાયદાની ઐસીતૈસી કરી રહેલા ઝનુની, ઉદ્દંડ, માથા ફરેલા સિટી ચાલકો સામે પગલા કેમ લેવાતા નથી? શહેરીજનોમાં સવાલ
અવારનવાર રાક્ષસી ગતિથી વાહનો ચલાવી શહેરનાં માર્ગો પર ભયનું સામ્રાજ્ય સર્જી રહેલા ચાલકો; તાજેતરમાં આવા જ એક સીટી બસ ચાલકનાં પાપે એક પીએસઆઈ એ જાન ગુમાવ્યો; શું હજુ વધુ જાનહાની થાય એ પછી જ મનપાતંત્ર અને પોલીસ પગલા લેશે? ટ્રાફિક પોલીસનાં ધ્યાનમાં સિટી બસ ચાલકોની ગેરકાનૂની તોફાની ગતિ કેમ નજરે ચડતી નથી?

સતત ચારેય દિશાથી વિકસતા જતા અને હજારો વાહનોથી ભરચક બનતા જતા મહાનગર રાજકોટનાં રાજમાર્ગો પર રાજકોટનાં સિટી બસ ચાલકો યમદૂત બનીને સામે આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ટ્રાફિકનાં તમામ નિયમોને અભેરાઈ પર ચડાવી રાહદારીઓ તથા વાહન ચાલકોની જાનમાલનાં સુરક્ષાની ઐસીતૈસી કરીને સિટી બસનાં ચાલકો રાક્ષસી અને બેફામ ગતિથી બસો દોડાવી રહ્યા છે.

જેના કારણે મહાનગરનાં રાજમાર્ગો પર ભયનું સામ્રાજ્ય સર્જાય ગયું છે અને શહેરીજનોનાં જાન પર જીવલેણ ખતરો ઉભો થઇ રહ્યો છે. શહેરમાં દરેક પ્રકારનાં વાહન ચાલક માટે ગતિનાં નિયમો હોય છે અને નિયંત્રિત અને નિર્ધારિત ગતિ સાથે જ શહેરનાં ટ્રાફિકમાં વાહન ચલાવવાનું હોય છે.

પરંતુ અહીં એ કહેવું પડે છે કે, રાજકોટનાં સિટી બસ ચાલકોને આવા કોઈ નીતિનિયમો નડતા નથી. ડ્રાઈવરોની આ જમાત પોતાને કાયદાથી ઉંચી માનવા લાગી છે. એટલે રાક્ષસી ગતિ સાથે આડેધડ લોકોના જાનની પરવા કર્યા વિના બસો દોડાવવામાં આવી રહી છે.

આટલી રાક્ષસી ઝડપ અવારનવાર અકસ્માતો નોતરે છે. જીવલેણ અકસ્માત પણ સર્જાયા છે છતાં મનપા તંત્રને પણ દેખાતું નથી અને ચોકે-ચોકે તથા માર્ગો પર ગોઠવાયેલી ટ્રાફિક બ્રિગેડને પણ સીટી બસ ચાલકોની રાક્ષસી ગતિ દેખાતી નથી યા તો જોવા માંગતા નથી. એવું લાગે છે.

સિટી બસ ચાલકો સાંકડા માર્ગો પર વાહનોનાં ખડકલા વચ્ચે પણ તોફાની ગતિથી બસો પસાર કરતા દેખાયા છે. શહેરમાં એક નહીં હજારો નાગરિકો સમસમીને આ દ્રશ્યો જોતા રહે છે. ટકરાયા કે ટકરાશે એવા ભય હેઠળ સતત નાગિરકો જીવી રહ્યા છે. પણ આ સમસ્યા કોઈના ધ્યાનમાં કેમ આવતી નથી.

એવો મણ એક વજનનો સવાલ સહુ નાગરિકોનાં હોઠ પર રમી રહ્યો છે. નાના-મોટા અકસ્માતો તો થતા જ રહે છે અને લગભગ દરેક કિસ્સામાં દોષિત માત્ર અને માત્ર સિટી બસ ચાલકો જ જણાયા છે. શહેરમાં છેલ્લા લગભગ એક દાયકાથી વાહનોની સંખ્યામાં બેહદ વધારો થયો છે.

ટુ-વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર વગેરે તમામ પ્રકારનાં વાહનોની સંખ્યા વધી ગઈ હોવાથી શહેરનો કોઈ માર્ગ એવો નથી જ્યાં દિવસભર ટ્રાફિક જામ થતો ન હોય. હજુ આપણે શહેરમાં આવતા ટ્રક, ટેમ્પો અને ડમ્પરોને તો ગણતા જ નથી.

તથા ભરચક ટ્રાફિકમાં પણ સિટી બસ ચાલકોને યમદૂતની જેમ સુનામી ગતિ સાથે બસ ચલાવવાનું સુરાતન ચડી જાય છે. હવે સમય પાકી ગયો છે. શહેરીજનોની સલામતી ખાતર પણ અને જીવલેણ અકસ્માતો અટકાવવા માટે સિટી બસ ચાલકોનાં શુરાતન પર કાયદાની લગામ મુકવી જ પડશે.

મનપા તંત્ર અને શહેર પોલીસે અને ખાસ કરીને ટ્રાફિક પોલીસે આ દિશામાં તાત્કાલિક ધ્યાન આપીને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. બસ ચાલક નિયમ મુજબની ગતિથી જ બસ ચલાવે તેના પર ઝીણવટ ભરી નજર હોવી જોઈએ અને નિયમ ભંગ કરતા દેખાઈ એવા સિટી બસ ચાલક સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી થવી જોઈએ.

મનપાએ આ દિશામાં શું કામ લાજ શરમ રાખવી જોઈએ? ઘણા બેકાર યુવાનો છે જે ડિગ્રીઓ લઈને ફરતા હોય છે. એમને નોકરી ન મળે તો માથા ફરેલા સિટી બસ ચાલકને ઉતારી મૂકી બેકાર યુવાનને નોકરી આપી શકાય છે.

મનપા તંત્ર હોય કે પોલીસ માત્ર સ્થાપિત પધ્ધતિને અનુસરતા રહેવાની જરૂર ન હોય. લોકોની જરૂરિયાતો એ જ સર્વોચ્ચ સ્થાને હોવા જોઈએ. એ દિશામાં હવે જવાબદાર વિભાગો વિચાર કરવાને બદલે એક્શનનાં મોડમાં આવે અને માથા ફરેલા સિટી બસ ચાલકોને પાઠ ભણાવી પગલા લેવાનું શરૂ કરે એ અત્યંત જરૂરી બની ગયું છે.

લોકોનાં જાનમાલની રક્ષા કરવાની જવાબદારી સરકરી તંત્રનાં વિભાગોનાં સિરે જ હોય આ સાદું અને સરળ સત્ય આ વિભાગો જલ્દી ગળે ઉતારી લે તો જનહિતમાં રહેશે. શહેરમાં સિટી બસની

Read About Weather here

બેફામ ઝડપને કારણે એક નિર્દોષ વાહન ચાલક પીએસઆઈ એ જાન ગુમાવી દીધાની ઘટના હજુ તાજી છે. શું વધુ જાનહાની થાય એ પછી તંત્ર શુરાતનીયા સીટી બસ ચાલકો સામે પગલા લેશે?(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here