રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડી ઘટી તો માવઠાનું જોખમ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડી ઘટી તો માવઠાનું જોખમ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડી ઘટી તો માવઠાનું જોખમ

શુક્ર- શનિ બે દિવસ ઠેરઠેર કમોસમી વરસાદ થવાની આગાહી: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી વાતાવરણ પલટાઈ જવાની શક્યતા: ઉતર ગુજરાતમાં પણ બે દિવસ માવઠું પડશે, ખેડૂતોમાં ચિંતા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છ અને રાજ્યભરમાં કાતિલ ઠંડીનાં માહોલમાં બે દિવસથી થોડી રાહત અનુભવાઈ રહી છે. ત્યારે ફરી એકવાર અકળ મૌસમનો મિજાજ પલ્ટાઈ જવાની શક્યતા છે. ઠંડી ઘટી છે પણ સામે માવઠાનું જોખમ ઉભું થયું છે. શુક્ર અને શનિ બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉતર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. આગામી દિવસોમાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મૌસમનાં સમીકરણ ખોરવાઈ જવાની શક્યતા છે

Read Saurashtra Kranti E-Paper here

અને ઠંડી પણ ઘટશે. હવામાન ખાતાનાં નિયામક મનોરમા મોહન્તીએ જણાવ્યું છે કે, આવતી તા.21 અને 22 સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉતર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ થવાની ભીતિ છે. ઘેરા વાદળો છવાય જશે જેના કારણે આકરી ઠંડીનાં પ્રકોપની રાહત મળી શકે છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

વર્તમાન સીઝનમાં અગાઉ પણ માવઠાનો સામનો કરી ચુકેલા ખેડૂતો ફરી કમોસમી વરસાદની આગાહીથી ભારે ચિંતામાં મુકાઇ ગયા છે. અત્યારે શિયાળુ પાકનાં વાવેતરની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે જો માવઠું થાય તો ખેડૂતોને વધુ એક મોટો ફટકો પડી શકે છે. હવામાન ખાતું જણાવે છે તેમ રવિવારથી પવનની દિશા બદલાઈ છે અને ઉતર દિશાએથી ઉતર-પૂર્વ ઠંડા પવન શરૂ થયા છે. એ કારણે ઠંડીમાં વધ-ઘટ જોવા મળી રહી છે પણ બિમારીઓ વધી રહી છે.

Read About Weather here

અત્યારે કાતિલ ઠંડીનાં જોરમાં ઘટાડો થયો છે. રાજકોટમાં લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી, ભાવનગરમાં 15, ભુજમાં 13.4, પોરબંદરમાં 14.1, કંડલામાં 13.6, દ્વારકામાં 16.3, વેરાવળમાં 18.5 અને ઓખામાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here