રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની સોની બજારો બંધ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની સોની બજારો બંધ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની સોની બજારો બંધ

હોલમાર્ક અને યુનિક આઈ.ડી ની જટીલ પ્રક્રિયાના વિરોધમાં આજે સોની બજારો બંધ

હોલમાર્કના કાયદાનો વિરોધ નથી તેની પ્રક્રિયા સામે વિરોધ છે: વેપારીઓ

કરોડો રૂપિયાનો કારોબાર ઠપ્પ: આગામી દિવસોમાં આવેદન અપાશે

કેન્દ્ર સરકાર દ્વારા સોનાનાં દાગીના પર હોલમાર્ક અને યુનિક આઈ.ડી ફરજીયાત બનાવવાનો કાયદો અમલમાં મુક્યો છે. આ કાયદાને લીધે સોની વેપારીઓમાં નારાજગી વ્યાપી છે. કાયદામાં રહેલી આંટીઘુટી દૂર કરવા માટે અનેક વખત સરકારમાં રજૂઆતો કર્યા બાદ પણ કોઈ ઉકેલ નહીં આવતા આજે રાજકોટ સહિત દેશભરમાં તમામ સોની બજારો જડબેસલાક બંધ પાડવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

સરકાર દ્વારા કોઈ ઉકેલ ન આવતા સોની વેપારીઓ દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ અગાઉ પણ પોરબંદર સહિત અનેક શહેરોમાં બંધ પાડીને આવેદન પાઠવવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ ગોલ્ડ એસો. નાં પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું કે, રાજકોટમાં 2 હજારથી વધુ દુકાનો અને શો-રૂમો આજે બંધ રહેશે.

હોલમાર્કના કાયદાનો સોની વેપારીઓને વિરોધ નથી. પરંતુ જેની સામેનો જે જટીલ પ્રક્રિયા, જે અમલીકરણ બનાવવામાં આવી છે. તેની સામે વેપારી વર્ગમાં વિરોધ છે. જે પ્રક્રિયા આપવામાં આવી છે. તેને અનુસરવામાં આવે તો ધંધો જ કરી શકાય તેમ નથી.

Read About Weather here

સાથે પ્રક્રિયામાં સરળતા આવે તેવો સુધારો કરી શકાય તે જરૂરી છે. આ બાબતે ગોલ્ડ ડીલર એસો. દ્વારા સાંસદ તેમજ દિલ્હી બી.આઈ.એસ ને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે. કાયદાના વિરોધમાં આજે રાજકોટ સહિત જામનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ગોંડલ, ધોરાજી સહિત સૌરાષ્ટ્રભરના સોની વેપારીઓએ બંધ પાડીને વિરોધ દર્શાવ્યો છે. આજે બજારો બંધ રહેતા કરોડો રૂપિયાનો વહીવટ બંધ રહેશે.(૪.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here