રાજકોટ સદર બજારની હોટલમાં વીજચોરી ઝડપાઇ

રાજકોટ સદર બજારની હોટલમાં વીજચોરી ઝડપાઇ
રાજકોટ સદર બજારની હોટલમાં વીજચોરી ઝડપાઇ

પીજીવીસીએલ વીજીલન્સ વિભાગ દ્વારા
અંદાજીત રૂ.40 લાખની વીજ ચોરી ઝડપાઇ

રાજકોટમાં અવાર-નવાર પીજીવીસીએલ દ્વારા દરોડા પાડીને વીજચોરી પકડવામાં આવતી હોય છે. ત્યારે આજે રાજકોટ પીજીવીસીએલ વીજીલન્સ વિભાગ દ્વારા ઇન્ફોરમેશનના આધારે સદર વિસ્તારમાં આવેલ ધી જેનીસ પેલેસ નામની હોટલમાં વીજ ચોરી પકડાયેલ છે.વીજ બોર્ડના ટ્રાન્સફોર્મર પાસેના ડિસ્ટ્રીબ્યુશન વોલમાંથી થ્રી ફેઇઝ કેબલ જોડી અન્ડરગ્રાઉન્ડ કરીને હોટલમાં લોડ સાઇડમાં ડાયરેકટ જોડવામાં આવેલ હતો. આમ થ્રી ફેઇઝ મીટર બાયપાસ કરી સીધુ વીજ જોડાણ લઇ પાવર ચોરી કરતા પકડાયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

વધુમાં જણાવ્યું હતું કે, આ વીજ જોડાણ સાજીદભાઇ જીંદાણીના નામનું છે. જેનો કોન્ટ્રેસ્ટેડ લોઢ 25 કિલો વોટ છે. આ જોડાણમાં લોડ ચેક કરતા કુલ 48.59 કિલોવોટ લોડ જોડવામાં આવેલ હતો. આ વીજ જોડાણને કાપી નાખવામાં આવેલ છે અને મીટર-સર્વિસ ઉતારી વધારાનો થ્રી ફેઇઝ કેબલ કબ્જે કરાયો. આ વીજ ચોરીનું અંદાજીત બીલ રૂ.40 લાખ જેટલુ થશે.

Read About Weather here

રાજકોટમાં વીજ વિભાગની ટીમ દ્વારા શહેરમાં મોટા પ્રમાણમાં વીજ દરોડા ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ વીજ જોડાણોના ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. ઉપરોકત વીજ જોડાણના ચેકીંગમાં વિજીલન્સ ટીમના નાયબ ઇજનેર કગથરા તથા મારડીયા અને પોલીસ વિભાગમાંથી એ.જે.મુલીયાણા, હેડ કોનસ્ટેબલ તથા વીજ કચેરી અને પોલીસનો સ્ટાફ હાજર રહી કાર્યવાહી કરી હતી.(11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here