રાજકોટ: શુક્રવારે જગન્નાથજી નીકળશે નગરચર્યાએ, સુરક્ષા માટે 1307 પોલીસ જવાનોનું અભેદ સુરક્ષાચક્ર

રાજકોટ: શુક્રવારે જગન્નાથજી નીકળશે નગરચર્યાએ, સુરક્ષા માટે 1307 પોલીસ જવાનોનું અભેદ સુરક્ષાચક્ર
રાજકોટ: શુક્રવારે જગન્નાથજી નીકળશે નગરચર્યાએ, સુરક્ષા માટે 1307 પોલીસ જવાનોનું અભેદ સુરક્ષાચક્ર
ભગવાન જગન્નાથની રથયાત્રા રાજકોટ સહિત ઉપરાંત અલગ અલગ જિલ્લા શહેરોમાં 180 જગ્યાઓ પર રથયાત્રા નીકળવાની છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ સ્થળે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજાય તે માટે એક્શન પ્લાન બનાવ્યો છે. પોલીસ કમિશનર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રથયાત્રાના બંદોબસ્તની સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે રથયાત્રાને લઇને આજે પો.કમિશનર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી પોલીસે માહીતી આપતા જણાવ્યું હતું કે, આગામી શુકવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે ત્યારે આ રથયાત્રામાં ત્રણ રથ જોડાશે અને આશરે 55 થી 60 જેટલા વાહનો જોડાશે ઉપરાંત યાત્રામાં 2000 થી 2500 ભાવીકો પણ જોડાવાના છે. રથયાત્રાનો રૂટ 22 કિલોમીટરનો રહેશે. રથયાત્રાના પસાર થવાના સમગ્ર વિવિધ મહત્વની અને સ્ટેટીક જગ્યાએ ધાબા પોઇન્ટ, ડીપ પોઇન્ટ સાથે પોલીસના જવાનોનો બાયનોકયુલર અને વોકીટોકી સાથે બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે.

Read About Weather here

જે અનુલક્ષીને સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ કમિશનરના માર્ગદર્શનથી ખાસ પોલીસ કમિશનર-1, નાયબ પોલીસ કમિશનર- ર, મદદનીશ પોલીસ કમિશનર-5, પોલીસ ઇન્સ્પેકટર -16, સબ ઇન્સ્પેકટર- 51, મહીલા સબ ઇન્સ્પેકટર -10, એસ.આર.પી. – 40 તથા પોલીસ, હોમગાર્ડ, ટી.આર.બી. મળી કુલ 1307 જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. રથયાત્રાના રૂટ ઉપર સંવેદનશીલ વિસ્તાર, ગીચ વિસ્તાર તથા સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના હોય તેવા સ્થળો ખાતે સી.સી.ટી.વી. તથા પ્રહરી વાહન તથા ડ્રોન ધ્વારા પુરતું સર્વેલન્સ રાખવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here