રાજકોટ શહેર જિલ્લામાં સુપરસ્પ્રેડર શોધવા વ્યાપક કવાયત

રવિવારે રાજકોટ
રવિવારે રાજકોટ

Subscribe Saurashtra Kranti here.

રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં 590 બેડની સામે અત્યારે માત્ર 83 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બની રહયું હોવાથી આરોગ્ય તંત્ર એકદમ હરકતમાં આવી ગયું છે અને સિવિલથી માંડીને તાલુકા કક્ષા સુધીના આરોગ્ય વિભાગને કામે લગાડી દેવામાં આવ્યો છે. ફેરીયા તથા શાકભાજી વાળા જેવા સુપરસ્પ્રેડરને શોધી કાઢવા માટે આરોગ્ય વિભાગ દ્વારા 500થી વધુ ટીમ કામે લગાડી દેવામાં આવી છે. કોરોનાના ટેસ્ટીંગની સાથે સાથે રસીકરણની કામગીરીને પણ એકદમ વેગ વાન બનાવી દેવામાં આવી છે.

આરોગ્ય તંત્રની 500થી વધુ ટીમો મેદાનમાં ઉતારી દેવાઇ, ફેરીયા, શાકભાજી સહિતના સુપરસ્પ્રેડરનું સઘન ચેકીંગ શરૂ

આજે સતત બીજા દિવસે રાજય સરકારના નોડલ ઓફીસર રાહુલ ગુપ્તાએ શહેર અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સિવિલના અધિકારીઓ પણ જોડાયા હતા. દવાઓનો જથ્થો, બેડની સંખ્યા, વેન્ટીલેટર અને ઓકસીજનની ઉપલબ્ધી તથા સ્ટાફની સંખ્યા બાબતમાં ડો.ગુપ્તાએ વિગતો મેળવી હતી અને જરૂરી સુચનાઓ સ્થાનિક તંત્રને આપી હતી. જો હજુ કેસો વધશે તો અને જરૂર પડશે તો વધુ ખાનગી હોસ્પિટલને કોવિડ સારવાર કેન્દ્રની મંજુરી અપાશે. હાલ જો કે કેસો વધી રહયા છે પણ તેમાં કોઇ ગંભીર ન હોવાથી લોકોને ગભરાઇ ન જવા પણ સાવધાની રાખવા ડો.ગુપ્તાએ અપીલ કરી છે.

Read About Weather here

ખાનગી હોસ્પિટલમાં 1084 બેડ છે પણ સામે દર્દીઓ ફકત 327 છે. એજ રીતે રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં 590 બેડની સામે અત્યારે માત્ર 83 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલમાં 203 સહિત કુલ 327 વેન્ટીલેટર ઉપલબ્ધ છે. સ્ટાફ અને દવાઓ પણ પુરતા પ્રમાણમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here