રાજકોટ શહેર આસપાસ ખિસ્સા કાતરૂની 8 થી 10 ગેંગ સક્રિય

રાજકોટ શહેર આસપાસ ખિસ્સા કાતરૂની 8 થી 10 ગેંગ સક્રિય
રાજકોટ શહેર આસપાસ ખિસ્સા કાતરૂની 8 થી 10 ગેંગ સક્રિય

જેબ કતરો સે સાવધાન: ખિસ્સા કાતરૂઓની અજીબ દાસ્તાન

બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતની સાર્વજનિક ભીડભાડવાળી જગ્યાઓ પર હંમેશા એક બોર્ડ જોવા મળે છે. જેબ કતરો સે સાવધાન કે ખિસ્સા કાતરુથી સાવધાન. આ સુચના છતાં પ્રવાસીઓ ગાફેલ રહે છે અને જેથી જેબ કતરાઓ ખિસ્સું હળવું કરીને સરકી જાય છે. આવા ખિસ્સા કાતરુઓની અજીબો ગરીબ દુનિયા છે. તેના પોતાના કાયદાઓ છે અને તેની પોતાની રંગીન દુનિયા છે. હવે આ જેબ કતરાઓની દુનિયાઓમાં હવે ગ્લેમરસનું તત્વ પણ ઉમેરાયું છે. સૌરાષ્ટ્ર ક્રાંતી સાથે ખિસ્સા કાતરુ ઇન્ટરવ્યૂ આપી તેમની રહસ્યમય દુનિયા પરથી પડદો ઉચક્યો છે અને સિલસિલાબંધ વિગતો જાહેર થવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેર તથા આસપાસનાં ઔદ્યોગિક વિસ્તારોમાં ખિસ્સા કાતરુની લગભગ 8-10 ગેંગ સક્રિય છે. આ ગેંગ મુખ્યત્વે ભીડભાડવાળા વિસ્તારો પસંદ કરે છે અને નોન ગુજરાતી લોકો, કારખાનામાં કામ કરતા મજુરો વગેરે તેમના મુખ્ય નિશાના પર હોય છે.શાપર- વેરાવળ, મેટોડા, ઔદ્યોગિક વિસ્તાર આ લોકોનું મુખ્ય કાર્યક્ષેત્ર છે. તદ્દઉપરાંત રવિવારી, સોમવારી જેવી બજારોમાં પણ તેઓ પોતાનો કસબ અજમાવે છે.ખિસ્સા કાતરુઓ કામના આધારે તેમના બે પ્રકાર પાડે છે. એક જે ભીડમાં ધક્કામુક્કી કરીને ખિસ્સું હળવું કરે છે. બીજા પ્રકારનાં રીક્ષા કે અન્ય પેસેન્જર વાહનમાં બેસીને પાકીટ સેરવી લે છે. એટલે તેઓ બેઠીનાં કારીગર કહેવાય છે.

ખિસ્સા કાતરુઓનું હેડક્વાર્ટર ગોંડલ છે. ગોંડલનાં ખિસ્સા કાતરુઓને ગોંડલીયા તરીકે ઓળખાય છે. ગોંડલમાં જેબ કતરાઓનો બાદશાહ બિરાજે છે. તેની પાસે 10-15 રીક્ષા છે. આ એક રીક્ષામાં 3 કારીગર હોય છે. એક રીક્ષા ચલાવે છે અને બાકીનાં બે પોતાની કારીગરી અજમાવે છે.રીક્ષામાં પેસેન્જરને આકર્ષવા માટે ગોંડલીયા ગેંગ રૂપલલનાઓનો પણ ઉપયોગ કરે છે. તેમની પાસે આ માટે તાલીમબધ્ધ 25 જેટલી કામણગારી માનુનીઓ છે. આ લલના માર્કેટમાં પોતાનો શિકાર શોધે છે અને રિક્ષાવાળા સુધી લાવે છે.

બાકીનું કામ રીક્ષાવાળાઓ સાંભળી લે છે. વેલ ઓર્ગેનાઈઝડ નેટવર્કનાં કામ કરવાની પધ્ધતિથી ગુન્હા વિજ્ઞાનનાં અભ્યાસુઓ પણ હેરત પામે છે. તેવું પ્લાનિંગવાળું આ ગુન્હાખોરોનું કામ છે.ગોંડલીયા ગેંગનાં મુખિયા આ ધંધાનાં બીગ બોસની છાપ ધરાવે છે. તેમના પાસે આ ધંધા કુશળ લોકો છે અને તેમની સાથે લેખિતમાં કરાર બધ્ધ કરેલા હોય છે.
ખિસ્સા કાતરુનાં હુન્નરનાં માસ્ટરને ગોંડલીયા બોસ પાંચ લાખ સુધીનું વાર્ષિક પેકેજ આપે છે. પોલીસ કે કાયદાકીય ગુંચ ઉભી થાય તો તેની જવાબદારી બોસની હોય છે. પાંચ લાખનાં પેકેજવાળા કારીગરો ભારે વૈભવી ઠાઠથી રહે છે અને શરાબ, શબાબ અને કબાબની જયાફત ઉઠાવે છે.

ખિસ્સા કાતરુઓનાં કામના ંદિવસો રવિવાર અને બુધવાર મુખ્યત્વે હોય છે એ સિવાય ધાર્મિક તહેવારો પણ તેમની કારીગરીનો લોડ વધી જાય છે. એ સિવાયનાં દિવસોમાં તેઓ જલસો કરતા હોય છે.જેબ કતરાઓ પોતાના નાણા મુખ્યત્વે એશોઆરામમાં વાપરે છે અને મોટાભાગના નશેડી હોય છે. પરંતુકામના સમયે તેઓ નશો કરવાનું ટાળે છે. પૈસા ઉડાવવા માટે દીવ તેમનું માનીતું પર્યટન સ્થળ છે.ગોંડલ સિવાય મોરબીમાં પણ કતરાઓનું વિશાળ નેટવર્ક છે. અહીં પણ મુખ્યત્વે ટ્રકનાં ડ્રાઈવર અને લેબર વર્ગને નિશાન બનાવવામાં આવે છે.

Read About Weather here

ખિસ્સું કપાયા પછી પ્રવાસીઓ સામાન્ય રીતે પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે અને જો કોઈ મોટી રકમ ગઈ હોય તો આ ફરિયાદીને પોલીસ ફરિયાદ લેવા થકાવી દે છે. અંતે પ્રવાસી વિલે મોઢે ઘર ભેગા થાય છે.ભીડભાડવાળી જગ્યાએ જો કોઈ ખિસ્સા કાતરુ પકડાઈ જાય તો તેને પબ્લિકનાં મારથી બચાવવા માટે પણ સુટરોની વ્યવસ્થા હોય છે. આવા લોકો મામલો સાંભળી લઇ પોલીસને બોલાવો પોલીસને બોલાવો કહીને ભીડને સંભાળી લે છે. ભાગ્યે જ કોઈ મામલો પોલીસ સુધી પહોંચે છે. પોલીસ સુધી પહોંચે તો મામલો બોસ સંભાળી લે છે અને અંતે ઘી નાં ઠામમાં ઘી પડે તેવી ગોઠવણ થાય છે. કેટલાક કિસ્સામાં રકમ પરત કરી માંડવાળ કરવામાં આવે છે.પ્રજા, પત્રકાર કે ખૂદ જેબકતરા કરતા પણ પોલીસ આ ખિસ્સા કાતરુઓની દુનિયાને સારી રીતે પિછાણે છે. પરંતુ કોઈ વણ લખ્યા કરારની જેમ બધું મુંગા મોઢે ચાલે છે. આખરે ભોગવવાનું તો જનતાનાં ભાગે જ આવે છે.(12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here