રાજકોટ શહેર અને જિલ્લામાં પ્રિકોશન વેક્સિનેશન શરૂ

રાજકોટ શહેર અને જિલ્લામાં પ્રિકોશન વેક્સિનેશન શરૂ
રાજકોટ શહેર અને જિલ્લામાં પ્રિકોશન વેક્સિનેશન શરૂ

રાજકોટનાં ત્રણેય ઝોનમાં આરોગ્ય વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને સિનિયર સિટીઝનના રસીકરણની ધમાકેદાર શરૂઆત
મેયર ડો.પ્રદિપ ડવ સહિતનાં પદાધિકારીઓની હાજરીમાં પ્રારંભ: શહેરમાં બપોર સુધીમાં 1662 અને જિલ્લામાં દોઢ હજાર પાત્ર નાગરિકોને રસી અપાઈ

રાજકોટ શહેર અને જિલ્લામાં રાજ્ય તથા કેન્દ્ર સરકારોની ગાઈડલાઈન્સ મુજબ આરોગ્ય વર્કર, ફ્રન્ટલાઈન વર્કર તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયનાં સિનિયર સિટીઝનને પ્રિકોશન વેક્સિન ડોઝ આપવાની કામગીરી વેગપૂર્વક શરૂ થઇ ગઈ છે. શહેર અને જિલ્લામાં ખાસ કેન્દ્રો ઉભા કરીને ત્રણેય કેટેગરીનાં પાત્ર નાગરિકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ મનપા દ્વારા આજે સવારે નાનામવા ચોક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રિકોશન વેક્સિન આપવાની કામગીરીનો શુભારંભ થયો ત્યારે અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુ.કમિશ્ર્નર અમિત અરોરા, શાસક પક્ષનાં નેતા વિનુભાઈ ધવા, આરોગ્ય કમિટીનાં ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, ડે.કમિશનર આશિષ કુમાર, એ.આર.સિંહ આરોગ્ય અધિકારી ડો.લલિત વાંઝા અને નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રસીકરણ શરૂ કરાવતા મેયરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 થી 18 વર્ષનાં બાળકોને તેમજ આરોગ્ય વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને સિનિયર સિટીઝનને કોરોનાનો પ્રિકોશન રસી ડોઝ આપવાનો આવકારદાયક નિર્ણય કર્યો છે. કોરોનાની સામે વેક્સિન એ રામબાણ ઈલાજ છે. મેયરે એ કારણે સહુ પાત્ર નાગરિકોને બુસ્ટર ડોઝ લઇ લેવા અપીલ કરી હતી.

Read About Weather here

મનપા દ્વારા 21 આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ તેમજ વોર્ડ નં.2 માં ચાણક્ય સ્કૂલ, વોર્ડ નં.10 માં શિવશક્તિ સ્કૂલ, વોર્ડ નં. 8 માં સિટી સિવિક સેન્ટર સહિત મનપાનાં ત્રણેય ઝોનમાં વેક્સિન આપવામાં આવી રહી છે. બપોર સુધીમાં 1662 નાગરિકોને પ્રિકોશન ડોઝ આપી દેવાયો છે.
જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જાણવા મળ્યું હતું કે, પાત્ર નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવા માટે જિલ્લામાં 338 રસીકરણ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. બપોર સુધીમાં દોઢેક હજાર લોકોને રસી અપાઈ ગઈ છે. જિલ્લામાં આવા 21 હજાર પાત્ર નાગરિકો છે. જેમને કામગીરીમાં આવરી લેવામાં આવશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here