રાજકોટ શહેરમાં બપોર સુધીમાં 401 કેસ

સિંગાપોર-થાઈલેન્ડથી આવતા પ્રવાસીઓ માટે કોરોના નેગેટીવ રિપોર્ટ ફરજીયાત
રાજકોટ શહેરમાં બપોર સુધીમાં 401 કેસ

શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 6831 એ પહોંચી, જ્યારે ગ્રામ્યમાં 955 એક્ટિવ કેસ

રાજકોટ શહેરમાં કોરોના મહામારી જેટગતિએ આગળ વધી રહ્યો છે. આજે એક જ સપ્તાહમાં સતત ત્રીજી વખત સૌથી વધુ કેસ નોધાવાનો રેકોર્ડ તૂટ્યો છે. આજે પણ બપોર સુધીમાં સૌથી વધુ 401 કેસ નોંધાયા હતા. જયારે અત્યારસુધીનો હાઈએસ્ટ 30.66%નો પોઝિટિવ રેઈટ નોંધાયો છે. દરરોજ પોઝિટિવ કેસમાં સતત ઉછાળો થતા મનપાના અરોગ્યવિભાગે ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને સારવાર સહિતની સુવિધા વધુ તેજ અને મજબુત બનાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

છતા કોરોના અટકવાનુ નામ નથી લેતો.રાજકોટ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 6831 થઈ છે જ્યારે ગ્રામ્યમાં 955 સહિત કુલ સારવાર હેઠળના દર્દી 7786 છે. તંત્રના જણાવ્યા અનુસાર માત્ર 2 ટકા જ દર્દીઓ હોસ્પિટલાઈઝ છે. આરોગ્ય વિભાગના ચોપડે રાજકોટ શહેરમાં એકપણ મોત નોંધાયા નથી. તો બીજી તરફ 296 ડિસ્ચાર્જ કરાયા છે. રાજકોટ શહેરમાં છેલ્લા 1 સપ્તાહથી કોરોનાના કેસ વધ્યા છે પણ હજુ સુધી ટેસ્ટિંગ 5000 કરતા વધ્યું નથી.

Read About Weather here

પરિણામે પોઝિટિવિટી રેશિયો 25થી 30 ટકા વચ્ચે રહે છે. ટેસ્ટિંગ વધારવા માટે તબીબો પણ કહી રહ્યા છે પણ સમીક્ષા કરવા આવેલા સચિવે જે ટેસ્ટ થઈ રહ્યા છે તેને નખુબ વધારેથ ગણાવ્યા છે. બીજી લહેર દરમિયાન રાજકોટ શહેરમાં સૌથી વધુ 774 કેસ આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here