રાજકોટ શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થા સદંતર ખાડે ગઈ છે: કોંગ્રેસ

રાજકોટ શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થા સદંતર ખાડે ગઈ છે: કોંગ્રેસ
રાજકોટ શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થા સદંતર ખાડે ગઈ છે: કોંગ્રેસ
શહેર કોંગ્રેસ દ્વારા આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેર ટ્રાફિકની વ્યવસ્થા સદંતર ખાડે ગઈ છે. વિવિધ માર્ગો બજારો સતત ટ્રાફિકજામ રહે છે શહેરની અતિ-વિકટ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ જવાબદાર તંત્ર પાસે હોય તેવું લાગતું નથી, સમગ્ર શહેર ટ્રાફિક બ્રિગેડોના હવાલે હોવાનો તાલ છે ભીડભાડ વાળા ટ્રાફિક પોઇન્ટથી દુર ઊભા રહી પોલીસમેન અને ટ્રાફિક વોર્ડન મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. તેવો આક્ષેપ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરના હોસ્પિટલ ચોક, અદાલત રોડ, ઢેબર રોડ, મહાનગરપાલિકાચોક એસ.ટી. બસ સ્ટેશન પાછળનો રોડ, 150 ફૂટ રીંગ રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર ઉભી રહેતી મીની બસો, તુફાન, જીપો, મુસાફરો લેવા રોડ અને ચોકમાં ગેરકાયદેસર વાહનોના ખડકલા બનાવેલા હોય છે. રાજકોટ શહેર હાલ મેગાસિટીની હરણફાળ તરફ આગળ ધપી રહ્યું છે દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે શહેરની ભાગોળે લાંબા સમયથી ચાલતા મહાનગરપાલિકાના પગલે ટ્રાફિક વ્યવસ્થા વધુને વધુ કથળી રહી છે ત્યારે દંડ અને મેમા દ્વારા વસૂલી સામાન્ય પ્રજાને કનડગત કરતી પોલીસ ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં બિલકુલ રસ દાખવતી નથી. ઉપરોક્ત મુખ્ય રસ્તાઓમાં ટ્રાફિક કલાકો સુધી જામ રહે છે. સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં જેમ કે જામનગર, ભાવનગર, જૂનાગઢના મુખ્ય શહેરોમાં ભારે વાહનો માટે જે પ્રતિબંધ છે તેનો કડકાઈથી અમલ કરવામાં આવે છે પરંતુ રાજકોટમાં ભારે વાહનો બે-રોકટોક શહેરભરમાં ઘૂસી જાય છે અને પ્રાણઘાતક અકસ્માતો થયા છે

જે રાજકોટ ટ્રાફિક પોલીસના રેકોર્ડ પર પણ મોજુદ છે.અહીં ભારે વાહનોના પ્રતિબંધના અમલવારી કરવાના પોલીસ કમિશનરના જાહેરનામાનો ઉલાળ્યો થાય છે અને આ અંગે લાંબા સમયથી કોઈ કાર્યવાહી કે પ્રતિબંધ અંગેના જાહેર બોર્ડ લગાવવામાં આવતા નથી. આ અંગે જે તે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને ટ્રાફિક બ્રાન્ચના પોલીસ અધિકારીઓને આ જાહેરનામાની કડકાઇથી અમલવારી કરવા અંગે ટાર્ગેટ આપવા જોઈએ. રાજકોટ પોલીસ કમિશનર કચેરી અને રાજકોટ મહાનગરપાલિકાને મ્યુનિસિપલ કમિશનર કચેરી વચ્ચે સંકલનના અભાવે અને જાહેર રસ્તાઓ પર સફેદ કે પીળા પટ્ટાના પાર્કિંગ ન હોવાને પગલે પોલીસ ટુ-વ્હીલરના વાહનો આડેધડ ઉઠાવી લેવામાં આવે છે અને આવા વાહનોમાં ક્યારેક કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ઇન્ડિકેટર કે નેમપ્લેટ તોળી નુકસાની પણ કરવામાં આવતી રહે છે.

આવા કોન્ટ્રાક્ટરના માણસોને શિસ્તના પાઠ ભણાવવાની જરૂર છે. જે સ્થળોએ પાર્કિંગ અંગેના બોર્ડ ન હોય અને જ્યાં પીળા કે સફેદ પટ્ટા ન હોય તે જગ્યાએથી વાહનો ઉપાડવાનુ બંધ કરવું જોઈએ. કોઈ વ્યક્તિ સ્ટેશનરી માટે બોલપેન લેવા કે બેંકમાં એકાદ બે મિનિટ માટે જાય અને રૂ. 700 નો દંડ વસૂલવામાં આવે છે જે ગેરવ્યાજબી અને ગેરકાયદેસર છે.

Read About Weather here

સૌપ્રથમ શહેરમાં પાર્કિંગની સુવિધા ઉભી કરવી જોઈએ અને જ્યાં સુધી શહેરના મુખ્ય માર્ગો કે તેની આજુબાજુના વિસ્તારોમાં કોર્પોરેશન કે પોલીસ પાર્કિંગની સુવિધા ઉભી ન કરે ત્યાં સુધી મન ફાવે તે પ્રકારે આડેધડ તોતિગ દંડ અને મેમા વસૂલવાનું પોલીસે બંધ કરવું જોઈએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના 46 રાજ્યમાર્ગો પર લારી ગલા કે પાથરણાં વાળાને બેસવા કે ઊભા રહેવા પર પ્રતિબંધ હોવા છતાં શહેરના એક પણ રાજમાર્ગ ઉપર દબાણ ન હોય તેવું દેખાતું નથી. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદીએ આવેદનપત્રમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here