રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હોર્ડિંગ ઉભા કરેલા હશે તો પોલીસ ફરિયાદ

રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હોર્ડિંગ ઉભા કરેલા હશે તો પોલીસ ફરિયાદરાજકોટ શહેરમાં ગેરકાયદેસર હોર્ડિંગ ઉભા કરેલા હશે તો પોલીસ ફરિયાદ
રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હોર્ડિંગ ઉભા કરેલા હશે તો પોલીસ ફરિયાદ
શહેરમાં કેટલીક ખાનગી મિલ્કત-પ્લોટ પર રાજકોટ મહાનગરપાલિકાની મંજૂરી વિના ગેરકાયેદસર રીતે હોર્ડિંગબોર્ડ ઉભા કરવામાં આવેલ હોવાનું મહાનગરપાલિકાની એસ્ટેટ અને ટીપી શાખાના ધ્યાનમાં આવેલ છે. તાજેતરમાં વાવાઝોડામાં બોર્ડ પડવાના બનાવ બનવા પામેલ છે.મહાનગરપાલિકા દ્વારા બે એજન્સીઓ ક્રિષ્ના કોમ્યુનીકેશન તથા જાનકી એડને નોટીશ ઇસ્યુ કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

મંજૂરી વગરના તમામ બોર્ડ સાત દિવસમાં ઉતારી લેવા જાણ કરવામાં આવી છે. કોઇ કિસ્સામાં ખાનગી મિલ્કત પર મહાનગરપાલિકાની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે હોર્ડિંગ બોર્ડ ઉભા કરવામાં આવેલ હશે તો જે તે મિલ્કતના માલિક, ભાગીદાર, ઓર્ન્સ, એસોસિએશનના હોદ્ેદારો વિરૂધ્ધ તેમજ બોર્ડ ચલાવતી એજન્સીઓ વિરૂધ્ધ જીડીસીઆરના નિયમોના ભંગ બદલ પગલા લેવામાં આવશે અને પોલીસ ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

Read About Weather here

વાવાઝોડાથી અતિવૃષ્ટિના કોઇ પણ બોર્ડ પડવાથી જાનમાલની નુકસાની થશે તો તેવા કિસ્સામાં જે તે મિલ્કત માલિક, ભાગીદાર, ઓર્ન્સ, એસોસિએશનના હોદ્ેદારો તથા બોર્ડ ચલાવનાર એજન્સીની અંગત જવાબદારી રહેશે. મહાનગરપાલિકાની એસ્ટેટ અને ટીપી શાખા દ્વારા જીડીસીઆરના નિયમ અનુસાર શહેરમાં ખાનગી મિલ્કત પર હોર્ડીંગ બોર્ડ ઉભા કરવામાં મંજૂરી આપવામાં આવે છે. તેમ મનપાના આસી. મેનેજર (એસ્ટેટ) દ્વારા જણાવવામાં આવ્યું છે.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here