રાજકોટ રેલવેના ટીટીઈની શ્રેષ્ઠ કામગીરી : ટિકિટ વિના યાત્રા કરતાં 1.49 લાખ યાત્રિકને 12 કરોડનો દંડ વસૂલ્યો

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
રાજકોટ રેલવેના ટીટીઈની શ્રેષ્ઠ કામગીરીને પગલે ડિવિઝનમાંથી છેલ્લા એક વર્ષમાં ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરતા 14928 યાત્રિકોને પકડી પાડીને તેમની પાસેથી 1.13 કરોડનો દંડ વસૂલ્યો હતો. જેના પગલે સમગ્ર પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનના ટીટીઈએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત રાજકોટ ડિવિઝને એપ્રિલ, 2022થી ફેબ્રુઆરી, 2023ના સમયગાળા દરમિયાન નોંધાયેલા 1.49 લાખ કેસમાંથી ટિકિટ ચેકિંગની આવક તરીકે રૂ. 11.72 કરોડની કમાણી કરી છે જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 113.11% વધુ છે.

Read About Weather here

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા મુજબ રાજકોટ ડિવિઝનના ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર કે.ડી. ઓઝાએ ટિકિટ વિના મુસાફરી કરતા અને બૂક કરાવ્યા વગરનો સામાન વહન કરતા મુસાફરો પાસેથી દંડના રૂપમાં એક કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી છે. રાજકોટ ડિવિઝનના ડેપ્યુટી મુખ્ય ટિકિટ નિરીક્ષક કે.ડી.ઓઝાએ ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં ફેબ્રુઆરી 2023 સુધીમાં 14,928 કેસમાંથી દંડ તરીકે રૂ. 1.13 કરોડની આવક મેળવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here