રાજકોટ મા.યાર્ડના ચેરમેન તથા વા.ચેરમેનની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

એ ગોંડલ ખાતે જેતપુર , ઉપલેટા, ધોરાજી અને પ્રદેશ ભાજપ દ્વારા ચેરમેન-વા.ચેરમેનની પસંદગી કરવામાં આવશે; રાજકોટ જીલ્લા પ્રમુખ, મહામંત્રી, જીલ્લા પ્રભારી, સાંસદ, ધારાસભ્યઓ, મા.યાર્ડના ચૂંટાયેલા સભ્યોની સેન્સ લેશે: પ્રદેશ ભાજપા દ્વારા લેખિતમાં વ્હીપ આપવામાં આવશે

તાજેતરમાં યોજાયેલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો જ્વલંત વિજય થયો છે. ગુજરાત સરકારે તા.2 ડિસેમ્બરના રોજ ચેરમેન, વા.ચેરમેનની ચૂંટણીનુ જાહેરનામુ બહાર પાડેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

તે અનુસંધાને રાજકોટ જીલ્લાના માર્કેટિંગયાર્ડોના વિજેતા ઉમેદવારોમાથી ચેરમેન, વા.ચેરમેનની પસંદગી માટે તા.27મી એ ગોંડલ માર્કેટિંગયાર્ડ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ સેન્સ પ્રક્રિયા જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના માર્ગદર્શન હેઠળ અને પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા તથા શ્રીમતિ રક્ષાબેન બોળીયાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ જીલ્લા ભાજપા મહામંત્રીઓ નાગદાનભાઈ

ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તેમજ ધારાસભ્યો, સાંસદસભ્યો ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપાના મોવડી મંડળની સુચના મુજબ નિરીક્ષકો વિજેતા સભ્યોની સેન્સ લેશે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે જેતપુર માર્કેટિંગયાર્ડની સવારે 10 કલાકે, ઉપલેટા માર્કેટિંગયાર્ડની સવારે 10.30 કલાકે, ધોરાજી માર્કેટિંગયાર્ડની સવારે 11 કલાકે અને રાજકોટ માર્કેટિંગયાર્ડની બપોરે 11.30 કલાકે સેન્સ લેવામાં આવશે.

રાજકોટ જીલ્લા ભાજપાના સંગઠન દ્વારા લેવાયેલ સેન્સ પ્રક્રિયા બાદ ચેરમેન-વા.ચેરમેનના નામોની ગુજરાત પ્રદેશ ભાજપા નામાવલી મોકલવામાં આવશે. ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા ચેરમેન-વા.ચેરમેનની પસંદગી કરવામાં આવશે.

Read About Weather here

તમામ ચૂંટાયેલા સભ્યોને પ્રદેશ ભાજપા દ્વારા લેખિતમાં વ્હીપ આપવામાં આવશે.તેમ જિલ્લા ભાજપ મીડિયા ક્ધવીનર અરુણભાઈ નિર્મળએ જણાવ્યું છે. (1.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here