રાજકોટ મહાપાલિકામાં વહીવટી પ્રક્રિયાને ‘પેપરલેસ’ બનાવો

રાજકોટ મહાપાલિકામાં વહીવટી પ્રક્રિયાને ‘પેપરલેસ’ બનાવો
રાજકોટ મહાપાલિકામાં વહીવટી પ્રક્રિયાને ‘પેપરલેસ’ બનાવો

મ્યુ.કમિશનરને રજૂઆત કરતા ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ
આઉટવર્ડ, ઇનવર્ડ, પરીપત્રો, હુકમો, બિલો, ફાઇલો વગેરેમાં કાગળનો ઉપયોગ ઘટાડવા ડિઝીટલાઇઝેશન કરવું જરૂરી
અલગ-અલગ વિભાગોની સેવાઓ ઓનલાઇન કરીને આંતરિક સોફટવેર સાથે જોડવામાં આવે તો વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની જુદી-જુદી શાખાઓમાં રોજબરોજની વહીવટી પ્રક્રિયાને પેપર લેસ કરવા મ્યુ.કમિશનરને રજુઆત કરવા સાથે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ દ્વારા અનેક સૂચનો કરવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહે મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજુઆતમાં જણાવેલ છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરીજનો માટે જુદી-જુદી સેવાઓ ઓનલાઈન કરવામાં આવેલ છે. આ સેવાઓનો લાભ બહોળા પ્રમાણ શહેરીજનો લે છે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તક જુદી-જુદી શાખાઓ આવેલ છે. આ શાખાઓમાં કરવામા આવતી કાર્યવાહીમાં બહોળા પ્રમાણમાં કાગળનો ઉપયોગ થાય છે. જેમકે આઉટવર્ડ, ઈન્વર્ડ, જુદા જુદા પરીપત્રો, હુકમો, બીલો, ફાઈલો વગેરેમાં કાગળનો ઉપયોગ વધુ થાય છે.

Read About Weather here

જયારે આ ડિઝીટલ યુગમાં બને ત્યા સુધી પેપર લેસ કાર્યવાહી કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાને ઘણો ખર્ચ બચી શકે તેમ છે.જેથી ક્રમશ: ઉકત બાબતોને ડિઝીટેલાઈઝેશન કરવું જરૂરી છે. જેથી કાગળ તથા સમયનો બચાવ થઈ શકશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા જુદી-જુદી સેવાઓ ઓનલાઈન કરવામાં આવેલ છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે તેમને સંલગ્ન જુદી જુદી સેવાઓનો સોફટવેર પણ હાલ અમલમાં છે. જેથી ઉકત જુદી-જુદી બાબતોને આ સોફટવેર સાથે જોડી દેવામાં આવેતો વહીવટી પ્રક્રિયા ઝડપી થઈ શકે તેમ છે. ઉકત બાબતો ધ્યાને લઈ વહીવટી પ્રક્રિયાને પેપર લેસ અને સરળ બને તે બાબતે મ્યુનિ. કમિશનરશ્રીને રજુઆતમાં ડે.મેયર ડો.દર્શિતાબેન શાહે જણાવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here