રાજકોટ મનપા સમક્ષ ત્રણ મહિનામાં લોકોએ ઠાલવી 2,899 ફરિયાદો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગત 25મી ફેબ્રુઆરી, 2022 થી ‘મનપા ઓન વોટ્સએપ’ નામે નવતર સર્વિસ ચાલુ કરવામાં આવી છે. જેમાં લોકોને ઓનલાઈન વેરો ભરવા ઉપરાંત જન્મ-મરણ અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર પણ મળી રહે એવી 175 જેટલી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે-સાથે જ ફરિયાદ બોકસ પણ રાખવામાં આવ્યું છે. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં જ અધધ 2,899 ફરિયાદો લોકોએ ઠાલવી છે. જો કે, તેમાંથી કેટલી ફરિયાદોનો સુયોગ્ય રીતે ઉકેલ લાવવામાં આવ્યો હશે? એ હકીકત ફરિયાદી જ જાણતા હશે.

Visit Saurashtra Kranti Homepage here

મહાપાલિકાની તાજેતરની જનરલ બોર્ડ બેઠકમાં વોટર વર્કસ સમિતિના ચેરમેન દેવાંગભાઈ માંકડે પ્રશ્ર્ને પુછયો હતો કે, ‘રાજકોટ મનપા હસ્તકની વોટ્સએપ સુવિધામાં ત્રણ માસમાં કેટલી ફરિયાદો નોંધાઈ? કયા-કયા વિભાગોની?’અધુરા કહી શકાય એવા સવાલના જવાબમાં મ્યુનિ.કોર્પોરેશનની આઈ.ટી. શાખાએ જવાબ આપ્યો છે કે, ‘રાજકોટ મહાનગરપાલિકાને વોટ્સએપ પ્લેટફોર્મના માધ્યમથી છેલ્લા ત્રણ માસ એટલે કે તા.12-4-2022 થી તા.11-7-2022 દરમિયાન અલગ-અલગ 2,899 ફરિયાદો મળી છે.’જો કે, કેટલી ફરિયાદોનો સમયસર ઉકેલ લાવવામાં આવ્યો? એવો પ્રશ્ર્ન જ પુછાયો નહીં, એટલે મનપા તંત્રને જવાબ આપવો પડે એવી સ્થિતિ જ ઉદ્ભવી નહીં. આમ છતાં અગાઉ મનપાના પદાધિકારી દાવો કરી ચૂકયા છે કે, વોટ્સએપ ઉપરાંત રૂબરૂ, ટપાલ, મારફત,

ટેલિફોન મારફત, આવેદનપત્રો મારફત, અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ મારફત વગેરે મ્યુનિ. કોર્પોરેશનને દરરોજ અઢળક ફરિયાદો મળી રહી છે. જેમાંથી 80 ટકા ફરિયાદોનો સપ્તાહમાં નિકાલ કરી દેવામાં આવે છે. જેની સામે અરજદારો એવો કચવાટ ઠાલવતા જોવા મળ્યા છે કે, મનપા તંત્ર દ્વારા મોટાભાગની ફરિયાદોનો કાયમી અને યથાયોગ્ય ઉકેલ લઈ આવવાના બદલે ક્ષણિક કે તકલાદી નિરાકરણ લાવીને ‘તમારી ફરિયાદનો સફળતાપૂર્વક નિકાલ થઈ ગયો છે.’ ના મેસેજ મોકલી આપવામાં આવે છે. ઉભરાતી કે બ્લોક ગટર હોય કે કચરો-ગંદકી, પાણી વિતરણ, સ્ટ્રીટલાઈટ, તૂટેલા ગટરના ઢાંકણા જેવી ફરિયાદો હોય… થૂંકના સાંધા મારવા જેવું જ કામ કરવામાં આવે છે. જેથી ખરી ફરિયા તો અણઉકેલ જ રહે છે.

Read About Weather here

મ્યુનિ. કોર્પોરેશનના આઈ.ટી. વિભાગે ત્રણ મહિનામાં મળેલી 2,899 ફરિયાદોનો આંકડો આપ્યો છે. તેમાં સૌથી વધુ ડ્રેનેજ (ગટર) છલકાવા કે બ્લોક થઈ જવાની 643 ફરિયાદો સમાવિષ્ટ છે. બીજા નંબરે કચરો અને ગંદકી અંગેની 599 ફરિયાદો તથા ત્રીજા ક્રમે પાણી વિતરણમાં ધાંધીયા અંગેની 487 ફરિયાદો મળી છે. આ ઉપરાંત રોશની શાખાને સ્ટ્રીટલાઈટ બંધ થવા સહિતની 286 ફરિયાદો કરવામાં આવી છે. અન્ય ફરિયાદોમાં બાંધકામ, ઓનલાઈન પેમેન્ટ, ગટર જાળવણી, વેરા વસુલાત, દબાણ, પશુ મૃતદેહ, પશુ ત્રાસ, વોંકળા, સિટી બસ, શ્ર્વાનનો ત્રાસ, ટ્રાફિક, આવાસ યોજના વગેરેનો સમાવેશ થાય છે.નોંધનીય છે કે, ગત તા.25મી ફેબ્રુઆરીએ ‘મનપા ઓન વોટ્સએપ’ સેવા ચાલુ થયા બાદ દોઢ મહિનામાં 1647 ફરિયાદો આવી હતી. ત્યારબાદના ત્રણ મહિનામાં 2899 ફરિયાદો આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here