રાજકોટ મનપા દ્વારા કોરોના કાળમાં કરેલ કામગીરી બેનમુન

રાજકોટ મનપા દ્વારા કોરોના કાળમાં કરેલ કામગીરી બેનમુન
રાજકોટ મનપા દ્વારા કોરોના કાળમાં કરેલ કામગીરી બેનમુન

તંત્ર શહેરભરમાં 26 ટીમો દ્વારા સિરો સર્વેલન્સની જોરશોરથી કામગીરી શરૂ

રાજકોટમાં છેલ્લા એક મહિનાથી રોજ 0થી લઇને 1 કેસ નોંધાઇ રહ્યાં હતા. ઓગસ્ટ મહિનાના 8 દિવસમાં કુલ 6 કેસ નોંધાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આજે શહેરમાં 33 સેશન સાઇટ પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઇ છે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીના પડકારમાં મક્કમતાથી અને સફળતાપૂર્વક સામનો કરવામાં આવી રહેલ છે.

રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર ગત જાન્યુઆરી-2021થી વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધરવામાં આવેલું છે.

ગુજરાતમાં વેકિસનેશનના પગલે કોરોના મહામારીથી સંક્રમિત ન થયેલ હોય તેવા લોકોમાં તેમજ કોરોના મહામારીમાંથી સાજા થઇ ગયેલા દર્દીઓમાં કેટલા પ્રમાણમાં એન્ટીબોડી(રોગપ્રતિકારક શક્તિ) વિકસિત થઇ ચુકી છે

તેની માહિતી એકત્ર કરવા સરકરના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિરો સર્વેલન્સ હાથ ધરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારી મેડીકલ કોલેજ પી.એસ.એમ. ડીપાર્ટમેન્ટના સહયોગથી મેડીકલ ટીમની તાલીમ અને નિયુક્તિ કરવામાં આવેલ છે.

શહેરમાં સિરો સર્વેલન્સની આ કામગીરી માટે આરોગ્ય શાખાની ર6 ટીમની રચના કરવામાં આવેલ છે.આગામી પ થી 6 દિવસમાં સેમ્પલ લેવાની કામગીરી પુર્ણ કરવામાં આવનાર છે.

Read About Weather here

કોરોના વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે, કેન્દ્ર અને રાજ્ય સરકારના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સ્વાસ્થ્ય સુખાકારી અને સલામતી માટે અનેક કામગીરી કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here