રાજકોટ મનપા કચેરીમાં કચરો અને કચરા ટોપલીનાં કાયમી ધામા!

રાજકોટ મનપા કચેરીમાં કચરો અને કચરા ટોપલીનાં કાયમી ધામા!
રાજકોટ મનપા કચેરીમાં કચરો અને કચરા ટોપલીનાં કાયમી ધામા!

કચરો કચરાપેટીમાં નાખવાની દિવાલ પર લગાડેલી સુચના બની હાસ્યાસ્પદ

રાજકોટને સ્વચ્છ અને શુધ્ધ બનાવવા માટે મહાનગરપાલિકા ગામમાં ઠેરઠેર વિશાળ કદનાં લાઈટીંગ બોર્ડ મુકીને અને હોર્ડીંગન્સ મૂકીને શહેરીજનોને સવાર-સાંજ સ્વચ્છતાનાં ઉપદેશ આપતી રહે છે. પણ તેના પોતાના ઘરમાં કચરો તો ઠીક કચરો ભરેલી કચરા ટોપલીઓ પણ સાફ કરવામાં આવતી ન હોવાની ચોંકાવી દેનારી દશાનું અહીં આપેલી તસ્વીરો રોકડો પુરાવો આપી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

મનપાની કચેરીમાં દરરોજ સેંકડો અરજદારો આવે છે અને અહીંના દરેક ખૂણામાં એમના પાન-ફાકીનાં વ્યસનની લાલ-પીળી યાદગીરીઓ મુકતા જાય છે. આખી ઈમારત ગંદકી અને ગંધથી ખદબદે છે. અંદર પરિસરમાં પણ દિવાલો પર એવી સુચનાઓ ચિપકાવેલી છે કે, કચરો કચરાપેટીમાં નાખવો. હા એનો અમલ થાય છે. કચરો કચરા ટોપલીઓમાં નાખવામાં આવે છે પણ ટોપલીઓ પણ જ્યાં છે ત્યાં જ કાયમી ધામા નાખીને પડી રહે છે

Read About Weather here

અને આ સડો વધતો જાય છે અને અહીં પ્રસરતી દુર્ગંધને કારણે અરજદારોને અને સ્ટાફને અહીંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. મનપાએ આખા શહેરને ઉપદેશ આપવાની સાથે-સાથે પોતાના ઘરમાં પણ નજર કરવી જોઈએ અને સ્વચ્છતા માટેનો ઝાડુ પહેલા મહાપાલિકાની ઈમારતમાં ફેરવવો જોઈએ. તો ઉપદેશ ખરા અર્થમાં ચરિતાર્થ થયો ગણાશે. કહેવાય છે કે ચેરીટી બીગીન્સ એટ હોમ.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here