રાજકોટ મનપાનું સુપર-ડુપર આયોજન

રાજકોટ મનપાનું સુપર-ડુપર આયોજન
રાજકોટ મનપાનું સુપર-ડુપર આયોજન

શહેરમાં પીવાના પાણી પ્રશ્ર્ને
9 જાન્યુઆરીએ દેશના જુદા-જુદા તજજ્ઞો સાથે કોન્ફરન્સ યોજાશે : શહેરમાં દૈનિક 350 એમએલડી પાણીનો ઉપાડ

શહેરની વધતી જતી વસ્તી અને વિસ્તારોને ધ્યાનમાં રાખી તેમજ શહેરના પીવાના પાણીના પ્રાણ પ્રશ્ર્ન અનુસંધાને તેમજ આગામી વરસોમાં શહેરીજનોને પીવાનું પાણી દૈનિક મળી રહે તે માટે આગવું આયોજન માટે પાણીના હાલના તથા નવા સ્ત્રોત, હાલની તથા ભવિષ્યની પાણી વિતરણ વ્યવસ્થા,

Visit Saurashtra Kranti Homepage here

વોટર રીસાઈકલીંગ, વોટર હાર્વેસ્િંટગ, રીચાર્જ, જળ સંગ્રહ વિગેરે બાબતોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત તા.9 જાન્યુઆરીએ દેશના જુદા જુદા તજજ્ઞો સાથે કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સમાં બેંગ્લોર, રાજસ્થાન, અમદાવાદ, ગાંધીનગર, જી.ડબલ્યુ.એસ.એસ.બી. ભુજ, દ્વારકા, મોરબી

અને રાજકોટ વિગેરે ખાતેથી આ વિષયના તજજ્ઞો ઉપસ્થિત રહી પોતાના અભ્યાસ અહેવાલો રજુ કરી મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે પરામર્શ કરશે અને સંભવિત આયોજનના વિકલ્પો પણ દર્શાવશે.

આ કોન્ફરન્સના અનુસંધાને શહેરમાં રહેતા કોઈપણ નાગરિકે આ વિષયના તજજ્ઞો દ્વારા અભ્યાસ/રીસર્ચ કરેલ હોય તો તેઓ ચેરમેન વોટર વર્કસ કમિટીને મયદફક્ષલળફક્ષસફમ9લળફશહ. ભજ્ઞળ ઉપર મોકલી શકે છે અથવા 98244 07839 પર વોટ્સએપ કરી શકે છે.

આ કોન્ફરન્સમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ, આર્કિટેક્ટ એસોસિએશન વિગેરેના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે.
હાલમાં વેસ્ટ ઝોનમાં નવા બે ફિલ્ટર પ્લાન્ટનું કામ ચાલુ છે.

જેમાં વોર્ડ નંબર-1માં રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં નવો 50 એમ.એલ.ડી. ના ફિલ્ટર પ્લાન્ટનું કામ ચાલુ છે. તથા ૠઊઝઈઘ ચોકડી પાસે 50 એમ.એલ.ડી. ના ફિલ્ટર પ્લાન્ટનું કામ ચાલુ છે. જે પૂર્ણ થતા ફિલ્ટરેશન કેપેસીટીમાં 100 ળહ નો તથા સ્ટોરેજમાં 50 ળહ નો વધારો થવા પામશે.

ઉપરોકત સમગ્ર બાબત ધ્યાને લેતા 350 ળહ ઉપાડમાં 125 ળહ નર્મદા પાઇપલાઇન આધારીત દૈનિક પાણીની જરૂરીયાત રહે છે. જે અનુશાર દૈનિક 30 ટકા પાણીના જથ્થા માટે નર્મદા પર આધાર રાખવામાં આવે છે.

તદઉપરાંત આજી-1 ડેમ સંપૂર્ણ ભરાવા છતા અંદાજીત 500 ખઈઋઝ જેટલો જથ્થો તેમજ ન્યારી-1 સંપૂર્ણ ભરાવા છતા અંદાજીત 150 ખઈઋઝ જેટલો જથ્થો સૌની યોજનામાંથી રાજકોટ શહેરમાં દૈનિક 20 મિનિટ પાણી વિતરણ જાળવવા માટે ડેમમાં ઠાલવવામાં આવે છે.

મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની અંદાજીત 17 લાખની વસ્તી છે તેમજ શહેરને 18 વોર્ડમાં વિભાજીત કરવામાં આવેલ છે. જેને દૈનિક 20 મિનિટ પાણી વિતરણ વ્યવસ્થા જાળવવા માટે કુલ 350 ખકઉ પાણીનો ઉપાડ કરવામાં આવે છે.

મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, વોટર વર્કસ કમિટીનાં ચેરમેન દેવાંગભાઈ માંકડ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે

કે, રાજકોટ શહેર જે ઝડપી ગતિએ વિકાસ પામી રહ્યું છે અને વસ્તી અને વિસ્તારમાં વૃદ્ધિ થઇ રહી છે તેમજ રાજકોટની ભાગોળે આવેલ જુદાજુદા ગામોના નગરજનોને પણ વિકાસથી વંચિત ન રહે અને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી મળે તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભેળવવામાં આવેલ છે.

રાજકોટ જીલ્લો અને ખાસ કરીને રાજકોટ શહેરનું ભૌગોલિક સ્થાન અને સ્થિતિ સૌરાષ્ટ્ર પ્રદેશમાં સમુદ્ર લેવલથી 147 મી. ઊંચા સ્થાને છે. આ પ્રકારના ભૌગોલિક સ્થાનને કારણે રાજકોટ શહેરને નિયમિત પાણી પુરવઠો આપી શકે તેવી બાર માસી નદી કે મોટા કુદરતી જલ સ્ત્રોત તળાવ વગેરે નથી.

ઉપરાંત ભૂપૃષ્ઠ પણ હાર્ડ રોક (પથ્થર)નું હોવાના કારણે ભૂગર્ભ જલ પણ ખૂબ જ ઓછું અને ખાસ કરીને ઉનાળામાં પર્યાપ્ત માત્રામાં પ્રાપ્ય બનતું નથી. આમ રાજકોટ શહેર વરસોથી પીવાના પાણી માટે વરસાદી પાણી અને તેના સંગ્રહ ઉપર તથા વિવિધ જળાશયો

આજી-1, ન્યારી-1 અને ભાદર – 1 તથા નર્મદા યોજના પર નિર્ભર રહે છે. ગત વરસે આજી-1 અને ન્યારી-1 પણ સંપૂર્ણ ભરાઈ ગયા હોવા છતાં પણ આજી ડેમમાં બે વખત અને ન્યારી ડેમમાં એક વખત સૌની યોજનાનું પાણી ઠાલવવાની જરૂર પડી હતી.

દૈનિક કુલ 350 ખકઉ પાણીનો ઉપાડ કરીને દૈનિક 325 ળહ પાણી રાજકોટ શહેરના ત્રણેય ઝોનના કુલ 18 વોર્ડમાં વિતરણ કરવામાં આવે છે. રાજકોટમહાનગરપાલિકાના મુખ્યત્વે 6 ફિલ્ટર પ્લાન્ટ છે. જે તમામની મળીને કુલ 300 ખક ફિલ્ટ્રેશન કેપેસીટી છે.

તેમજ સ્ટોરેજ કેપેસીટી 315 ખક છે. તેમજ જુન-2020 થી ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના નોટીફીકેશન અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના

Read About Weather here

હદ વિસ્તારમાં મોટા મૌવા, મુંજકા, ઘંટશ્ર્વર અને માધાપર (મનહરપુર-1 સહિત) નો સમાવેશ કરવામાં આવેલ. જેના લીધે પાણીની ડિમાન્ડમાં થતા વધારાને પહોચી વળવા માટે માત્ર નર્મદા ઉપર આધાર રાખવો પડે છે.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here