રાજકોટ મનપાની વેરા-વસુલાત શાખા દ્વારા રૂ.56.54 લાખની રિકવરી

રાજકોટ મનપાની વેરા-વસુલાત શાખા દ્વારા રૂ.56.54 લાખની રિકવરી
રાજકોટ મનપાની વેરા-વસુલાત શાખા દ્વારા રૂ.56.54 લાખની રિકવરી

11 મિલ્કતોને સીલ કરેલ તથા 32 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ

મહાનગરપાલિકાની વેરા-વસુલાત શાખા દ્વારા 11-મિલ્કતોને સીલ કરેલ તથા 32-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ તથા રૂ. 56.54 લાખ રિકવરી કરેલ છે.જયારે વોર્ડ નં- 2માં જવાહર રોડ પર આવેલ એમ્બસી કોમ્પલેક્ષમાં આવેલ 7-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે. વોર્ડ નં- 5માં આર.ટી.ઓ.ઓફીસ પાસે રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. 36 હજાર રિકવરી, કુવાડવા રોડ પર આવેલ 5-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં- 7માં સરદારનગર મેઇન રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.03 લાખ રિકવરી, કનક રોડ પર આવેલ વિનય ગેસ્ટહાઉસના બાકી માંગણા સામે રૂ. 2.37 લાખ રિકવરી. વોર્ડ નં- 10માં નાનામવા મેઇન રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 84 હજાર રિકવરી, કાલાવાડ રોડ પર આવેલ 2-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 2.31 લાખ રિકવરી. વોર્ડ નં- 12માં વાવડી વિસ્તારમાં આવેલ 2-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.46 લાખ રિકવરી. વોર્ડ નં- 13માં સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 50 હજાર રિકવરી. વોર્ડ નં- 14માં ઢેબર રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રૂ. 1.88 લાખ રિકવરી,

Read About Weather here

કોઠારિયા કોલોનીમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 3 લાખ રિકવરી. વોર્ડ નં- 16માં પટેલનગરમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1 લાખ રિકવરી. વોર્ડ નં- 17માં કેવડાવાડીમાં આવેલ આઇ.ક્યુ. ફર્નિચરના યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે.આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે.(11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here