રાજકોટ મનપાની કોમન પ્લોટમાં બાંધકામ કે વેચાણ કરનાર સામે લાલઆંખ

રાજકોટ મનપાની કોમન પ્લોટમાં બાંધકામ કે વેચાણ કરનાર સામે લાલઆંખ
રાજકોટ મનપાની કોમન પ્લોટમાં બાંધકામ કે વેચાણ કરનાર સામે લાલઆંખ

કોમન પ્લોટનો સર્વે કરી કયાં કેટલુ દબાણ છે સહિતની વિગતો રજૂ કરવા ટીપી શાખાને આદેશ કરતા મ્યુ. કમિશનર

શહેર જિલ્લામાં સોસાયટીઓમાં કોમન પ્લોટ્સમાં દબાણો વધ્યા છે, સાથોસાથ કોમન પ્લોટ વેચી નાખવાની ઘટનાઓ પણ બની રહી છે, ત્યારે આવા કોમન પ્લોટનું નિયમ વિરૂધ્ધ વેચાણ કે દબાણ કરનાર સામે મનપાએ લાલ આંખ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

હાઉસિંગ સોસાયટીઓ તૈયાર કરવામાં આવ્યા બાદ તેમાં કોમન પ્લોટ છોડવા ફરજીયાત છે, સાથોસાથ તેનો વિકાસ કરવાની જવાબદારી જે તે હાઉસિંગ સોસાયટીઓની હોય છે, પરંતુ કેટલાક સોસાયટીઓ નિયમો નેવે મુકી રહી છે, તો કેટલીક સોસાયટીઓમાં કોમન પ્લોટમાં દબાણ ખડકાઇ રહ્યા છે, ચોંકાવનારી બાબત તો એ છે કે, કોમન પ્લોટ વેચી નાખવા સુધીના બનાવો બનતા હોય છે.

મનપાના કમિશનર અમીત અરોરાએ ટીપી શાખાને આદેશ આપી દીધા છે કે આવા કોમન પ્લોટ અંગેનો સર્વ કરવામાં આવે અને ક્યાં કેટલું દબાણ છે તેની વિગત સામે લાવવામાં આવે પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આગામી દિવસોમાં ટીપી શાખાના અધીકારીઓ દ્વારા સોસાયટીનું નામ હોદ્દેદારોના નામ-નંબર સોસાયટી હસ્તકની જમીન કુલ પ્લોટની સંખ્યા તેના કોમન પ્લોટ અને તેના નંબર હાલમાં પ્લોટની સ્થિતિ, બગીચો, મંદિર, હોલ બનાવેલ હોય તો તેની વિગતો કોમન પ્લોટનું વેચાણ કરેલ છે? તેની મંજુરી મેળવેલી છે.

Read About Weather here

ગેરકાયદે હસ્તાંતર કરેલ છે તો કયાં સમયમાં જવાબદાર કોણ હતું ? તેની વિગત કોર્ટ મેટર હોય તો તેનો આધાર જો કોઇની માંગણી હોય તો તે સહિત તમામ વિગતા મેળવશે.અને કમિશનરને અપાશે બાદમાં ડીમોલીશન સહિતની કંઇ કાર્યવાહી કરવી તે નક્કી કરવામાં આવશે(4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here