રાજકોટ મનપાના નવનિર્મિત કોમ્યુનિટી હોલનું બુકીંગ શુક્રવારથી શરૂ

રાજકોટ મનપાના નવનિર્મિત કોમ્યુનિટી હોલનું બુકીંગ શુક્રવારથી શરૂ
રાજકોટ મનપાના નવનિર્મિત કોમ્યુનિટી હોલનું બુકીંગ શુક્રવારથી શરૂ

જાહેર જનતાની જાણ માટે હોલના ભાડા અને ડિપોઝીટની વિગતો જાહેર

રાજકોટમાં મનપા સંચાલિત નવનિર્મિત કોમ્યુનિટી હોલનું બુકીંગ શહેરીજનો માટે આવતીકાલ તા.3ને શુક્રવારથી શરૂ કરવામાં આવી રહયું છે. મેયર ડો. પ્રદિપ ડવ, મ્યુ. કમિશનર અમિત અરોરા, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશ પીપળીયાની સંયુકત યાદીમાં જણાવ્યું છે કે, વોર્ડ નં.10માં યુનિવર્સિટી રોડ એસ.એનકે સ્કુલ પાસે આવેલ અમૃત ધાયલ કોમ્યુનિટી હોલ, વોર્ડ નં.9 વોર્ડ ઓફીસની સામે બાપાસીતારામ રોડ પર નવનિર્મીત કોમ્યુનિટી હોલ તેમજ વોર્ડ નં.4માં જુના જકાતનાંકા પાસે મોરબી રોડ પર આવેલ નવું કોમ્યુનિટી હોલ ખાતે શહેરીજનોના ધાર્મિક અને સામાજીક પ્રસંગો માટે આવતીકાલ તા.3ને શુક્રવારના રોજ બુકીંગ શરૂ કરવામાં આવશે.

Read National News : Click Here

યાદીમાં જણાવ્યા મુજબ કોરોના કાળમાં વોર્ડ નં.10નાં અમૃત ધાયલ હોલને કોવિડ હોસ્પિટલ માટે રીર્ઝવ રાખવામાં આવ્યો હતો. હાલ કોરોનાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને આ હોલનાં યુનીટ-1ને સામાજીક તથા ધાર્મીક પ્રસંગો માટે ભાડે આપવાનું શરૂ કરવામાં આવનાર છે. આ હોલમાં કુલ 2 યુનીટ છે.

Read About Weather here

કોરોનાની સંભવીત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યુનીટ-2 કોવિડ હોસ્પિટલ માટે હાલ રીર્ઝવ રાખવામાં આવેલ છે. તેમાં કોરોના હોસ્પિટલનાં ઇન્ફ્રાસ્ટ્રકચરને યથાવત રાખવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં જરૂર પડીએ ઉપયોગમાં લઇ શકાય.નવનિર્મીત હોલના ભાડાના દર અને ડિપોઝીટની વિગતો આ મુજબ છે. (1) અમૃત ધાયલ કોમ્યુનિટી હોલ યુનીટ-1 ભાડું રૂ.35 હજાર, ડિપોઝીટ રૂ.35 હજાર (2) વોર્ડ નં.9 બાપાસીતારામ રોડ પર કોમ્યુનિટી હોલ (નોન એસી)નું ભાડુ રૂ.20 હજાર, ડિપોઝીટ રૂ.20 હજાર વોર્ડ નં.9 બાપાસીતારામ રોડ પર કોમ્યુનિટી હોલ (એસી)નું ભાડુ રૂ.30 હજાર, ડિપોઝીટ રૂ.30 હજાર (4) જૂના જકાતનાકા પાસે મોરબી રોડ કોમ્યુનિટી હોલ ભાડુ રૂ.9 હજાર, ડિપોઝીટ રૂ.9 હજાર.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here