રાજકોટ મનપાના ઇતિહાસમાં પહેલીવાર ઓનલાઇન કલેકશન 100 કરોડથી વધુ

રાજકોટ મનપાના ઇતિહાસમાં પહેલીવાર ઓનલાઇન કલેકશન 100 કરોડથી વધુ
રાજકોટ મનપાના ઇતિહાસમાં પહેલીવાર ઓનલાઇન કલેકશન 100 કરોડથી વધુ

વર્ષ 2018-19ની સરખામણીમાં વર્ષ 2021-22માં 225% જેટલો વધારો: ચેક રિટર્ન થતા 81 મિલ્કત ધારકો સામે પોલીસ ફરિયાદ

મહાનગરપાલિકા દ્વારા વર્તમાન નાણાંકીય વર્ષ 2021-22માં આજે છેલ્લા દિવસે બપોર સુધીમાં ઓલ ટાઈમ હાઈ ટેક્સ વસૂલાતની રૂ. 266 કરોડથી વધુ રકમ વસૂલ કરવામાં આવેલ છે. જે બદલ મેયર ડો. પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ધવા અને શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ કરદાતાઓનો આભાર વ્યક્ત કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

સૌથી વધારે ટેક્ષ કલેકશન અત્યાર સુધીમાં રૂ.266 કરોડ થયેલ છે તથા સાંજ સુધીમાં રૂ.272 કરોડ થવાની ધારણા. અગાઉ વર્ષ 2016-17 માં રૂ.262.78 કરોડ વસૂલાત થયેલ. આ વર્ષે સૌથી વધારે 3,09,146 કરદાતાઓએ મિલકત વેરો ભરેલ છે. વર્ષ 2016-17 માં 2,92,225 કરદાતાઓએ મિલકત વેરો ભરેલ એ વર્ષે નોટબંધી તથા વ્યાજમાફી યોજના હતી. 1 લી જાન્યુઆરી થી રિકવરી સેલની રચના કરવામાં આવી.તા.01-01-2022 થી અત્યાર સુધીમાં રૂ.88 કરોડ જેટલી વસૂલાત થઇ. ગયા વર્ષે આ જ સમયગાળામાં માત્ર રૂ.39 કરોડની વસૂલાત થયેલ. રિકવરી સેલ દ્વારા 811 જેટલી મિલ્કતોને સીલ કરવામાં આવી.

જે પૈકી 565 મિલ્કતોની રકમ વસૂલ થઇ જતા સીલ ખોલી નાખવામાં આવ્યા. રિકવરી સેલ દ્વારા 10 મિલ્કતોની હરાજી કરવામાં આવેલ જે પૈકી 6 મિલ્કતોના માલિકોએ હરાજી પહેલા મિલ્કત વેરો ભરેલ. આખા વર્ષમાં કુલ 565 ચેક રિટર્ન થયેલ જેની કુલ રકમ રૂ.2.35 કરોડ હતી. તે પૈકી 484 મિલ્કત ધારકોએ રૂ.2.17 કરોડ રકમ ભરપાઈ કરેલ હતી. બાકી રહેલ 81 મિલ્કત ધારકો સામે પોલીસ ફરિયાદ દાખલા કરવામાં આવેલ છે. આવા ચેકની કુલ રકમ 18 લાખ થવા પામે છે.

મહાનગરપાલિકાની જુદી જુદી સેવાઓમાં જેવી કે મિલ્કતવેરો, પાણી-દર, વ્યવસાયવેરો, વાહનકર, કોમ્યુનિટી હોલ બુકિંગ, જુદી-જુદી રિકવાયરમેન્ટ (ભરતી), સ્પોર્ટસ યુટિલીટી, આવાસ યોજનાનાં હપ્તાઓનું કલેકશન જેવી સુવિધાઓનુ પેમેંટ મહાનગરપાલિકાની વેબસાઈટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પર વર્ષ 2008 થી તેમજ મહાનગરપાલિકાની મોબાઈલ એપ 2016 થી પર ઓનલાઈન લેવામાં આવે છે. વર્ષ 2018-2019 માં મહાનગરપાલિકા ઓનલાઈન કલેકશન 1.34 લાખ કરદાતાઓ દ્વારા કુલ 44.40 કરોડનું પેમેંટ તેમજ વર્ષ 2019 – 2020માં 1.33 લાખ કરદાતાઓ દ્વારા કુલ 54.12 કરોડનુ પેમેંટ ઓનલાઈન કરવામાં આવેલ. મહાનગરપાલિકાના વિવિધ પ્રોત્સાહક પગલાંઓને કારણે તેમજ વર્ષ 2020-2021માં પ્રથમ વાર કુલ કરદાતાઓની સંખ્યા 2 લાખથી વધારે થઈ.

Read About Weather here

વર્ષ 2020-2021માં કુલ 2.11 લાખ કરદાતાઓ દ્વારા કુલ 81.77 કરોડની રકમની ચૂકવણી ઓનલાઈન કરવામાં આવી. ચાલુ વર્ષ 2021-2022માં મહાનગરપાલિકાના ઈતિહાસમાં સૌ પ્રથમ વાર ઓનલાઈન કલેકશનનો આંકડો 100 કરોડથી વધુ થયેલ છે. ચાલુ વર્ષે અત્યાર સુધી કુલ 2.18 લાખ કરદાતાઓ દ્વારા 100.03 કરોડના પેમેંટની ચુકવણી ઓનલાઈન કરવામાં આવેલ છે. જેમાં મિલ્કતવેરા/પાણીદર નાં કુલ 83.81 કરોડ, વ્યવસાય વેરાનાં 10.33 કરોડ, વાહનવેરાનાં 2.74 કરોડ, કોમ્યુનિટી હોલ બુકિંગનાં 1.60 કરોડ તેમજ અન્ય સુવિધાઓ નાં કુલ 1.55 કરોડ રૂ. નો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે શહેરીજનો દ્વારા તા. 30 જૂન નાં રોજ સૌથી વધારે કુલ 3.5 કરોડ રૂ. એક જ દિવસમાં ઓનલાઈન ભરવામાં આવેલ છે. આમ, વર્ષ 2018-19થી સરખામણીમાં વર્ષ 2021-2022 માં 225 % જેટલો વધારો થયેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here