કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ ‘આપ’માં જોડાશે?

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ ‘આપ’માં જોડાશે?
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ ‘આપ’માં જોડાશે?

હૈયાને હૈયાની હુંફ મળે એ જ સાચું તાપણું, બાકી કોણ કેટલું આપણું એનું ક્યાં કોઈ છે માપણું…!!
કોંગ્રેસનાં ભાવનગરનાં પ્રભારી તરીકે રાજીનામું આપ્યા બાદ અટકળોની આંધી: કોંગ્રેસમાં બેચેની અનુભવતા શક્તિશાળી નેતાએ પક્ષ છોડવાનું મન બનાવી લીધાની જોરશોરથી ચર્ચા
નજીકનાં ભવિષ્યમાં શુભેચ્છકો અને ટેકેદારોની મોટી ફોજ સાથે આમ આદમી પાર્ટીમાં સત્તાવાર પ્રવેશ કરે તેવી જોરદાર લોકચર્ચા

ગુજરાતનાં લોકપ્રિય, કર્મનિષ્ઠ, પ્રામાણિક અને સર્વગ્રાહી રીતે સક્રિય ગણાતા ટોચનાં રાજકીય નેતાઓ પૈકીનાં એક એવા રાજકોટનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ કોંગ્રેસનો સાથ છોડીને ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ તેવી ચર્ચાએ રાજકોટની રાજકીય લોબીમાં ભારે જોર પકડ્યું છે. મીડિયા વર્તુળોમાં પણ માહિતગાર સૂત્રો મક્કમ રીતે માની રહ્યા છે કે, કોંગ્રેસનાં પ્રભાવશાળી ગણાતા નેતા ઇન્દ્રનીલ ગમે ત્યારે રાજકીય ધડાકો કરશે અને નઆપથ માં જોડાઈ જવાની સતાવાર જાહેરાત કરશે. જાણવા મળ્યું છે કે, ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આપ નાં રાષ્ટ્રીય નેતા અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવાનો સમય માંગ્યો હોવાની પણ ચર્ચા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ વગદાર અને શક્તિશાળી નેતા ગણાતા ઇન્દ્રનીલને તાજેતરમાં કોંગ્રેસનાં પ્રદેશ સંગઠન માળખામાં પણ સ્થાન અપાયું છે. પરંતુ એમણે વિવિધ કારણોસર કોંગ્રેસ છોડવાનું મન બનાવી લીધું હોવાનું એમના અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ઇન્દ્રનીલ રાજયગુરૂએ કોંગ્રેસનાં ભાવનગર ખાતેનાં પ્રભારી પદેથી તાજેતરમાં રાજીનામું આપ્યું હતું. ત્યાર પછી એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે ઇન્દ્રનીલ કોંગ્રેસનો સાથ છોડી શકે છે. તેવો આપ માં જોડાઈ તેવી પ્રબળ સંભાવનાઓ માહિતગાર સુત્રો વ્યક્ત કરી રહ્યા છે. રાજકીય નિરીક્ષકો માને છે કે, ઇન્દ્રનીલનાં જવાથી સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ શહેર જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. કોંગ્રેસ વધુ એક દિગ્ગજ, કર્મઠ, નિષ્ઠાશીલ અને ખરા અર્થમાં લોકપ્રિય સાથીની સેવા ગુમાવી દેશે. જે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની ડૂબતી જતી નાવડીમાં વધુ મોટું બાકોરું સર્જી શકે છે.

કોંગ્રેસને ગેરફાયદો કઈ રીતે થાય છે તેની દલીલ રૂપે રાજકીય પંડિતો ઇન્દ્રનીલનાં જીવંત લોકસંપર્કને આગળ મુકે છે. એમનું કહેવું છે કે, સૌનો સાથ અને સૌનો વિકાસનો મંત્ર એમણે એમના ખૂબ જ લોકપ્રિય અને પ્રભાવશાળી રાજનેતા પિતા સંજયભાઈ રાજયગુરૂ પાસેથી નાની વયમાં આત્મસાત કર્યો છે. તેઓ નાનપણથી એટલે કે શાળા અને કોલેજ કક્ષાએથી જ લોકસેવાનાં કર્યો કરતા આવ્યાની એમની લગન અને ધૂનને પ્રગટ કરતા રહ્યા છે. વિધાનસભા- 68 રાજકોટનાં ધારાસભ્ય તરીકે ઇન્દ્રનીલ રાજયગુરૂએ જે સુંદર અને પ્રજાલક્ષી કામગીરી કરી બતાવી છે એ હજુ એ મત વિસ્તારનાં લોકો અહોભાવથી યાદ કરે છે.

કેમકે ઇન્દ્રનીલનું રાજકારણ કદી પણ જ્ઞાતિલક્ષી કે સંકુચિત રહ્યું નથી. જેનો એમને ફાયદો રાજકીય વનવાસ દરમ્યાન પણ થતો રહ્યો દેખાય છે. ધારાસભ્ય હોય કે ન હોય, પક્ષમાં હોદ્દો હોય કે ન હોય પણ ઇન્દ્રનીલની સમાજ સેવાની 108 24 કલાક દોડતી રહે છે. એટલે જ એમની લોકપ્રિયતા તમામ સમાજ અને વર્ગોમાં એકસરખી જોવા મળે છે. આવા શક્તિશાળી નેતાને ગુમાવવાથી કોંગ્રેસને તો પ્રચંડ રાજકીય નુકશાન થશે જ એવું માનવામાં આવે છે.

કોંગ્રેસમાં તેઓ લાંબા સમયથી બેચેની અનુભવી રહ્યા હોવાનું રાજકારણનો નરથ જાણતા બધાને ખ્યાલ છે. કોંગ્રેસ પક્ષ એક અજીબોગરીબ કાર્યશૈલીને અનુસરતો આવ્યો છે. જેની એ પાર્ટીએ હંમેશા મોટી કિંમત ચૂકવવી પડી છે પણ અસંખ્ય આવા અનુભવો છતાં કોંગ્રેસ બૌધપાઠ લેવાનું શીખી નથી યા તો શીખવા માંગતી નથી. કોંગ્રેસમાં અહંકારી અને અહંમવાદી નેતાઓની જ બોલબાલા રહેતી હોય છે. જેવો કોઈ નેતા લોક સમર્થનમાં સૌથી આગળ નીકળી જતો દેખાય તેના ટાંટીયા ખેંચવાની રીતરસમ શરૂ કરી દેવામાં આવે છે. આ પધ્ધતિનું નકારાત્મક પરિણામ પક્ષનાં નિષ્ઠાશીલ અને પ્રામાણિક નેતાઓને પણ ભોગવવું પડે છે.

જે વ્યક્તિ પ્રજાની વચ્ચે રહીને મોરચા પર સેનાપતિની જેમ લોકસેવામાં સમાજ ફાળવે છે તેના વિશે આ પક્ષનાં જ અને એસીમાંથી કદી બહાર ન જતા તત્વો એલફેલ બોલવાનું શરૂ કરી દે છે. ખેર એ તો કોંગ્રેસની આંતરિક બાબત છે અને તેની વિશિષ્ટ રાજકીય શૈલી છે. જેના કારણે ઇન્દ્રનીલ જેવા અનેક નેતાઓ દેશના અનેક રાજ્યોમાં કોંગ્રેસનો હાથ છોડીને અલગ- અલગ પક્ષોમાં જઈ રહ્યા છે અને આ પ્રવાહ વેગવાન બની રહ્યો છે.

Read About Weather here

ઇન્દ્રનીલ રાજયગુરૂ આગામી દિવસોમાં પોતાના રાજકીય રીતે ખૂબ મોટા અને મહત્વનાં નિર્ણયનો ધડાકો કરી શકે છે. તેઓ શુભેચ્છકો અને ટેકેદારોની મોટી ફોજ સાથે આમ આદમી પાર્ટીમાં વિધિવત પ્રવેશ કરે એવી સંભાવનાઓ એકદમ પ્રબળ બની છે. સૌરાષ્ટ્રનાં રાજકારણમાં આગામી દિવસો નવો વળાંક લાવનારા બની શકે છે.ઇન્દ્રનીલની નજીકનાં મનાતા સૂત્રોએ એવી મહત્વની માહિતી આપી છે કે ત્રીજી એપ્રિલે ઇન્દ્રનીલ રાજયગુરૂ અરવિંદ કેજરીવાલની હાજરીમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાશે. ઇન્દ્રનીલની જેમ બીજા એક ટોચનાં નેતા પણ આપ માં જઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જો આવું બને તો વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસને મોટો ફટકો પડશે. (2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here